________________
અનેકાંત અમૃત
-
નિત્ય પરિણામી છે. આમાં લખેલું છે. આમાં લખેલું છે એની આપણે વાત કરીએ છીએ. (શ્રોતા :- સત્ય જ લખેલું છે ને !) આમાં લખેલું છે જુઓ ! અનાદિ નિધાન એટલે અનાદિ અનંત ! અનાદિ નિધન એટલે અનાદિ અનંત થઈ ગયું ! અવિભાગ એટલે દ્રવ્યપર્યાયના વિભાગ વિનાનું નિત્યપણું છે. દ્રવ્ય પર્યાયનો તેમાં વિભાગ નથી. (શ્રોતા :ત્યારે તો પરિણામી સિદ્ધ થાય છે !) હાં...બેન, બસ ! બસ ! જો દ્રવ્ય પર્યાયને જુદા પાડો તો ? (શ્રોતા :- તો પરિણામી સિદ્ધ ન થાય) સિદ્ધ ન થાય. તો પરિણામી સિદ્ધ ન થાય તો કોઈનો મોક્ષ નહીં થાય. (શ્રોતા :- કૈસે લીખે હમારી તો સમજમેં નહીં આતા ! લખાતું નથી.) લખાતું નથી. સાચી વાત છે.
:
(શ્રોતા :- દ્રવ્ય પર્યાયનો ભેદ કરો તમે તો પછી પરિણામી સિદ્ધ ન થાય ને !) તો પરિણામી સિદ્ધ ન થાય ને તો પરિણામી છે તેવું જ્ઞાનમાં શેય તમારું ન થાય તો સમ્યગ્દર્શન નથી. (શ્રોતા :- સમ્યગ્દર્શન નથી બરાબર છે !) ‘ધ્યેયપૂર્વક શેય’’ ધ્યેય અપરિણામી ને શેય પરિણામી આપણે આ બે વાત છે ઈ તો હાલી આવે છે કે નહીં. (શ્રોતા :- હાં હાલી આવે છે !) ઈ ને ઈ વાત છે. ધ્યેય છે ઈ તો અપરિણામી છે અને જ્ઞેય થયું સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપે પરિણમ્યો કે ન પરિણમ્યો. (શ્રોતા :- પરિણમ્યો ને) તો પરિણમ્યો છે. ઈ તો પરિણમવું એનો સ્વભાવ છે. પણ ઓલું છે અનાદિ અનંત છે એ ઉત્પાદ વ્યયથી પરિણામી છે અનાદિ અનંત અને એ આ ઉપરિકત થઈ નવું સમ્યગ્દર્શન થયું. (શ્રોતા :બિલકુલ સાચી વાત છે !) ઉપ૨કિત છે આ વિશેષ, આ વિશેષ છે. ઓલું સામાન્ય હતું. ઓલું સામાન્ય પરિણામીપણું અને વિશિષ્ટ પ્રકારનું પરિણામીપણું. એમાં ફેર પડી ગયો. (શ્રોતા :- બરાબ૨) પરિણામીપણું તો અનાદિ અનંત છે ! એનું ભાન નવું થાય છે, જ્ઞાન નવું થાય છે ! જ્ઞાન નવું થાય છે. (શ્રોતા :- ઈ એની ઉપરિકત છે) હાં. ઉપરિકત છે. બસ ! સમ્યગ્દર્શનરૂપે પરિણમ્યો ત્યારે પરિણામી થયો એમ નથી. (શ્રોતા પરિણામીપણું તો અનાદિનું છે.) આપણા ન્યાયમાં છે ને અનાદિથી જ્ઞાનરૂપે પરિણમે છે. એટલે શું ? પરિણામી આવ્યું કે નહીં. (શ્રોતા :- આવ્યું ને ! આહા !) આ તો આધાર તમને ત્યાંનો. અનાદિથી જીવ જ્ઞાનરૂપે પરિણમે છે એટલે પરિણામીપણું આવ્યું કે નહીં. ઠીક. સમયનો અર્થ જાણે અને જાણવારૂપે પરિણમે છે કે નહીં. એ અનાદિનું છે કે નહીં. સમયનો અર્થ શું કર્યો ? જાણે છે અને જાણવારૂપે પરિણમે છે.
:
૨૮
કુટસ્થ નથી. (શ્રોતા :- પરિણામી આત્મા લીધો હવે) લીધો કે નહીં. કેમકે સમય. દ્રવ્ય, છએ દ્રવ્યની સિદ્ધિ કરતાં એમાં જીવ જુદો પાડ્યો. જાણે છે અને પરિણમે છે. (શ્રોતા :ઉત્પાદ વ્યય સહિત વસ્તુ ભી અનાદિ સે હી હૈ ન) અનાદિકી હૈ ! નઈ નહીં ! સમ્યગ્દર્શન