________________
૨૯
અનેકાંત અમૃત થયું એટલે ઉત્પાદ વ્યય થયો? (શ્રોતા:- ના, ના અનાદિથી છે) હાં. ઠીક ઉત્પાદવ્યયધ્રુવયુક્તસ છે ઈ જે સૂત્ર છે એ અનાદિ અનંત છે કે નહીં? (શ્રોતા:- અનાદિ અનંત છે) હાં. ઉત્પાદવ્યયધ્રુવયુકતંતુ અનાદિ અનંત છે કે નહીં? (શ્રોતા :- અનાદિ અનંત) કે સમ્યગ્દર્શન થયું ત્યારે ઉત્પાદ વ્યય શરૂ થયો, પહેલાં કુટસ્થ હતો. (શ્રોતા :- ના, ના. અનાદિ અનંત છે. જે હતું જ નહીં એને કરે કોણ?) હાં ! હતું જ નહીં. જો ઉત્પાદ વ્યયથી પહેલાં રહિત હતો તો સહિત ક્યાંથી થાય? ઉત્પાદ વ્યયથી તો સહિત છે પણ એની ઉપરકિત નવી શરૂ થાય છે. મિથ્યાત્વ જાય છે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. બસ એટલું! એનું વિશેષણ, ઉત્પાદ વ્યયનું વિશેષણ. ઘોડા ઘોડા ઘોડા કોઈ રાતો ને કોઈ ઘોડો કાળો. ઘોડો એ સામાન્ય છે. રાતો ઘોડો ને કાળો ઘોડો એ વિશેષણ છે, એમ વાત છે. ઉત્પાદવ્યય સામાન્ય છે અને ઉત્પાદવ્યયમાં દુઃખરૂપ ને સુખરૂપ એ એનાં વિશેષ છે એમ મારું કહેવાનું તમને ઈ છે.
જૈન દર્શન, આહાહા ! વિશાળતા અને મધ્યસ્થ થઈને પક્ષપાત રહિત. અહીંયા આમ લખે છે તો એનું શું કારણ? આમ છે, પરિણામી પણ નિત્ય ને અપરિણામી પણ નિત્ય. પર્યાયને ગૌણ કરો તો ધ્રુવ તો નિત્ય છે તે છે છે છે. અને પરિણામ સાપેક્ષથી જોઈએ તો પરિણમે છે એ પણ નિત્ય પરિણામી છે. નિત્ય પરિણામી ને નિત્ય અપરિણામી બે ધર્મો એકમાં રહેલાં છે. એક સમયમાં વિરુદ્ધ. (શ્રોતા :- ત્યારે તો પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું થાય) ત્યારે પદાર્થની સિદ્ધિ થાય. અહીંયા પદાર્થની સિદ્ધિ થાય છે. - ગજબ છે! અને એ આમાં જુઓ ચોખ્ખું લખ્યું છે. અને ક્રમે પ્રવર્તતા, એક સમયની મર્યાદાવાળા અનેક વૃત્તિ અંશોરૂપે પરિણતપણા વડે અનિત્યપણું છે. દ્રવ્યનું અનિત્યપણું. એક સમયની મર્યાદાવાળો એક અંશ જુઓ તો એ અનિત્યપણું છે. આત્મા અનિત્ય છે હો. પર્યાય અનિત્ય નહીં. અનિત્ય નામનો ધર્મ આત્માનો છે. પર્યાયનો અનિત્ય ધર્મ છે, ઈ દ્રવ્ય ને પર્યાય વચ્ચેના ભેદજ્ઞાનથી. આખું દ્રવ્ય એનો ધર્મ નિત્યપણું અને અનિત્યપણું દ્રવ્યનો ધર્મ છે. આત્મા અનિત્ય છે. પર્યાય અનિત્ય ન લેવી અહીંયા. આત્મા જ નિત્ય ને આત્મા જ અનિત્ય છે.
અને ક્રમે પ્રવર્તતા, એક સમયની મર્યાદાવાળા અનેક વૃત્તિ-અંશોરૂપે પરિણતપણા વડે અનિત્યપણું ઓમાંય પરિણત લીધા અને આમાંય પરિણત લીધું અનિત્ય. પછી વિચાર આવે તો એનો સ્વાધ્યાય કરવા ચર્ચા કરશું અત્યારે જ કરીએ ચર્ચા. (શ્રોતા :- એક સમયની મર્યાદાવાળા અનેકવૃત્તિ-અંશોરૂપે પરિણતપણા વડે અનિત્યપણું છે.) કેવું? (શ્રોતા:- આત્માનું) પર્યાયનું નહીં. (શ્રોતા :- આત્માનું અનિત્યપણું એક એક સમયની) પર્યાય જે ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય થાય છે અને નાશ થાય છે. (શ્રોતા:- હવે એ પરિણામીને