________________
અનેકાંત અમૃત
૨ ૭. (શ્રોતા :- ના, ના, પરિણામી અનાદિ નિધન છે એ પણ સ્વભાવ છે ને !) સ્વભાવ છે ને. ઉત્પાદવ્યયધુવયુક્તસતુ સ્વભાવ છે. પરિણામી પણ સ્વભાવ અને અપરિણામી પણ સ્વભાવ. પરિણામી સ્વભાવ પ્રમાણ અપેક્ષાએ છે. અપરિણામી છે એ નિત્ય છે, એ દૃષ્ટિ અપેક્ષાએ છે. એક ધ્યેય છે અને બીજું શેય છે. અને એ જોય ને ધ્યેય અનાદિ અનંત છે. જેમ દ્રવ્ય અનાદિ અનંત અને જ્ઞાન એને જાણે છે એ અનાદિ અનંત એમ અનાદિ અનંત છે. અપરિણામી પણ અનાદિ અનંત નિત્ય અને પરિણામી પણ નિત્ય અનાદિ અનંત. તમે મને સમજાવો કે પરિણામી કે દિ' થયો તમે મને કહો ! પરિણામી અનાદિ છે કે નહીં? (શ્રોતા :- અનાદિ) અનાદિથી છે તો અનાદિથી નિત્ય પરિણામી, નિત્ય પરિણામો આવ્યો કે નહીં? નિત્યપણું છે એનું. પરિણામીપણું એનો સ્વભાવ નિત્ય રાખે છે.
જો આમાં એકાંત જ્ઞાનના પક્ષવાળો મરી જાય. એકાંત જ્ઞાનના પક્ષવાળો, વ્યવહારના પક્ષવાળો, વ્યવહારના પક્ષવાળો આમાં મરે ! મૃત્યુ થઈ જાય. (શ્રોતા :- સાચું છે ! આ તો દષ્ટિપૂર્વકની વાત છે !) પહેલાં અપરિણામી નિત્ય પછી પરિણામી નિત્ય એવું જ્ઞાન થાય છે. નિત્ય એવા અપરિણામીનું ભાન ને જ્ઞાન થાય છે. અરે ! હું તો અનાદિ અનંત પરિણમતો જ નથી, પરિણમતો જ નથી ને. હું તો અપરિણામી નિત્ય છું. ત્યાં દૃષ્ટિ અંદર દ્રવ્યમાં આવે છે ને ઠરે છે. ઠરે છે ને પછી. ઓહોહો ! હું તો અનાદિથી ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય, ઉત્પાદવ્યયરૂપે પરિણામી રહ્યો છું. હું આજે નવો પરિણામી નથી થયો. આજે જે પરિણામીપણું મારા જ્ઞાનમાં આવ્યું એ ભૂતકાળમાં પણ હું પરિણામી હતો. વર્તમાનમાં હું પરિણામી જોય મને જ્ઞાનમાં આવ્યું ને ભવિષ્યકાળમાં પણ હું પરિણામી જ રહેવાનો છું. (શ્રોતા :- આહાહા...બહુ સરસ ! બહોત બઢિયા) જૈનદર્શન બહુ વિશાળ છે...દરિયો છે...આત્મા દ્રવ્ય નિત્ય છે અને પર્યાયે અનિત્ય છે એ અહીંયા વિષય નથી. (શ્રોતા :- એ વાત નહીં અહીંયા...) એ વાત તો ગઈ, ૪૧૫ ગાથામાં ગઈ.
ટંકોત્કીર્ણ એક નિત્ય ધ્રુવ પરમાત્મા ! એ ધ્રુવનું વિશેષણ નિત્ય છે. આ પરિણામીનું વિશેષણ નિત્ય છે. પરિણામી પણ અનાદિનો હતો ને ! (શ્રોતા:- નિત્ય, અનાદિ નિધન છે ને !) આ જ આત્મા તે ઉત્પાદવ્યય સહિત હોવા છતાં ઉત્પાદવ્યયથી રહિત તો ઉત્પાદ વ્યયથી સહિત ક્યારનો છે? એ ખબર છે. (શ્રોતા :- અનાદિનો છે ને.) તો અનાદિનું પરિણામી લીધું કે નહીં. (શ્રોતા :- હાં પરિણામી લીધું ને, બરાબર.) એ વસ્તુની સ્થિતિ છે અને એ સ્વભાવ છે. પરિણમવું એ પણ એનો સ્વભાવ અને ન પરિણમવું પર્યાયરૂપે એ પણ એનો સ્વભાવ. (શ્રોતા :- વાહ ! પર્યાયરૂપે ન પરિણમવું ઈ સ્વભાવ છે ને પર્યાયરૂપે પરિણમવું એ પણ સ્વભાવ છે !) એ પણ એનો સ્વભાવ છે !