________________
અનેકાંત અમૃત (શ્રોતા :- ને એમાં શ્રદ્ધા પણ તો નિર્મલ થતી જાય છે ને સાથે જ્ઞાનનો વિષય છે અને શ્રદ્ધાનો વિષય નથી, જ્યારે શ્રદ્ધા એમાં વિશેષ દૃઢ થાય છે.
આ તો જ્ઞાનનો વિષય ! જ્ઞાનનો વિષય ! જ્ઞાનનો વિષય ! તો શ્રદ્ધા ઉલટી દઢ થાય છે. શ્રદ્ધાને મચક ન આવે. (શ્રોતા :-શ્રદ્ધા ક્ષાયિક થતી જાય છે. એક અનેકનું જ્ઞાન છે પણ શ્રદ્ધામાં તો એવા એક અનેકથી જુદું એવું એનું એક સ્વરૂપ આત્મા છે, બરાબર છે. ઓલા એકમાં દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેય આવે અને ઓલા એકમાં અનંતગુણ જ આવે. એ એક એકમાં ફેર છે. બેયમાં એકમ્ છે. જ્ઞાનનો વિષય પણ એક અને શ્રદ્ધાનો વિષય પણ એક. (શ્રોતા :- બહુ સરસ! એક એકમાં ફેર છે) એકએકમાં ફેર છે. એક એકમાં અનંત ગુણ છે અને બીજા એકમાં અનંત ગુણ અનંત પર્યાય અનંત ધર્મ છે
એવું એકમ્ છે. બેયમાં એકમ્ લખ્યું છે હો. એવી વાત છે.
વિડીયો પ્રવચન નં. ૧૯૪, સળંગ પ્રવચન નં. ૨
તા. ૨૬/૧૧/૮૯
સ્વભાવવાનપણા વડે, અર્થાત્ એવા સ્વભાવવાળી હોવાથી, વસ્તુ કેવી છે? પોતાનું દ્રવ્ય, પોતાનું ક્ષેત્ર, પોતાનો કાળ અને પોતાનો ભાવ. સ્વચતુષ્ટયરૂપે રહેલો છે આત્મા, એથી સત્પણું છે અને પરના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપે નહીં હોવાથી શક્તિરૂપ એ સ્વભાવ, તે સ્વભાવવાનપણા વડે અસરૂપ છે. આખું પ્રમાણનું દ્રવ્ય લીધું. સમજી ગયા !
દ્રવ્ય તે સત્ ને પર્યાય તે અસત્ એ અહીં વાત નથી. સ્વચતુષ્ટય અને પરચતુષ્ટય આખું પ્રમાણનું દ્રવ્ય સ્વ અને પ્રમાણની બહાર જેટલા પદાર્થો છે તે પરચતુષ્ટયમાં જાય. આ આખો સ્યાદ્વાદ અધિકાર, આની કોર દ્રવ્ય-ગુણ-પર્યાય અને ઓનીકોર દ્રવ્ય-ગુણ-પર્યાય એનામાં બે ભાગલા. દ્રવ્ય-દ્રવ્ય વચ્ચેનું ભેદજ્ઞાન છે. દ્રવ્ય અને પર્યાય વચ્ચેનું ભેદજ્ઞાન તો ૪૧૫ ગાથામાં કહેવાઈ ગયું છે. એ અમારે હવે કહેવું નથી. ઉપરાંત જે કહ્યું, ઉપરાંત અમારે સ્યાદ્વાદ અધિકાર કહેવો છે. “પરિશિષ્ટ’માં એ બેઝ છે આખો. સમજાણું? છે ચોખ્ખો આમાં પાઠ છે.
પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ પોતામાં, દ્રવ્ય-ગુણ-પર્યાય પોતામાં હોવાથી, હોવાની શક્તિરૂપ તે સ્વભાવ. તે સ્વભાવપણા વડે સત્પણું છે અને પરના દ્રવ્ય, ક્ષેત્ર,
-- @ઝ