________________
૨ ૧
અનેકાંત અમૃત જેમ જેમ એમાં ઊંડા ઉતરીએ છીએ, આહાહા ! સ્વપ્રકાશને છોડીને સ્વપરપ્રકાશકને પકડ્યું એમ સમ્યફ એકાંતને છોડી અને અનેકાંતને જીવો વળગી ગયા.
દ્રવ્યપર્યાય સ્વરૂપ વસ્તુ, દ્રવ્યપર્યાય સ્વરૂપ વસ્તુ. તમે કટકા કેમ કરો છો ? એ તો અનેકાંત સ્વરૂપ ઉપાદેય થઈ ગયું તને. એમાં હેયતત્ત્વને ઉપાદેયપણે ભેગું ગણી લીધું તો. (શ્રોતા :- અનેકાંત ઉપાદેય નથી અનેકાંત તો શેય છે) અનેકાંત ઉપાદેય નથી, અનેકાંત શેય છે. બરાબર કીધું તમે. અચ્છા શેયને આપે એક કહ્યું તો જોય અનેક છે? તો કે હ. ધ્યેય અનેક છે? તો કે ના. ન્નેય અનેક છે? તો કે હા. (શ્રોતા :- શેયમાં બે ભેદ છે. શેયમાં તો બે ભેદ છે એકઅનેક પણ ધ્યેયમાં એવા બે ભેદ નથી) નથી. આ ધ્યેયપૂર્વક જ્ઞયની જે વાત છે ને ઈ અપૂર્વ છે. આખો સાર કહ્યો આમાં. (આખો સાર છે સાચો છે) શેયમાં તો દ્રવ્યપર્યાય સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે ન્નય થાય ને પરિણામી, તમે જવાબ બરાબર આપ્યો તો. પર્યાયનું જ્ઞાન થાય કે પર્યાયનું જ્ઞાન ન થાય. દષ્ટિ છૂટે અને પર્યાયનું લક્ષ કરે તો પર્યાયષ્ટિ થાય. પણ દ્રવ્યનું લક્ષ તો છૂટતું નથી સમકિતીને.
(શ્રોતા :- દ્રવ્યનું લક્ષ ચાલુ રહીને પર્યાયનું જ્ઞાન થાય છે) પતિને જાણતા જાણતા પુત્રને જાણે છે. (શ્રોતા :- એટલે ભાઈ એના પુત્ર ઉપર લક્ષ નથી હોતું) લક્ષ નથી હોતું. જ્ઞાન થાય અને પૂત્રને મારો પણ કહે પણ અધિક તો પતિ છે. (શ્રોતા :- કેમ કે એને ખબર છે ને પતિને આશ્રિત મારું જીવન છે પૂત્રને આશ્રિત મારું જીવન નથી.) બરાબર છે. પછી ચર્ચા કરશું આપણે ગમે ત્યારે. હજી ચર્ચાનો વિષય છે. દરિયો છે પણ મધ્યસ્થ થઈને. મધ્યસ્થતા અને વિશાળતા બે શબ્દો છે. એ બેય આમાં લાગુ પડે છે. એકાંતે એકપણું પણ નથી અને એકાંતે અનેકાંતપણું પણ નથી. એકઅનેકપણું છે.
(શ્રોતા :- બહુ સરસ. સ્યાદ્વાદ એકઅનેકને જાણે છે) સાદૂવાદ એક અનેકને જાણે છે એનું નામ સ્યાદ્વાદ જ્ઞાન છે. એ જ્ઞાનની એક પર્યાયનું નામ છે. સ્યાદ્વાદ જ્ઞાનનું લક્ષણ છે. શ્રદ્ધાનું લક્ષણ છે? (શ્રોતા :- નહીં. શ્રદ્ધામાં તો સ્યાદ્વાદનો અભાવ છે) બરાબર ! અને શ્રદ્ધાના વિષયમાં? (શ્રોતા :- એમાં પણ, શ્રદ્ધામાં અભાવ હોય તો તેના વિષયમાં તો અભાવ જ હોય ને) ઠીક છે.
આ દાખલો બહુ સરસ હતો. પુત્રને પતિ બે હતા મારવા આવ્યો અને બચાવ્યો. (શ્રોતા :- કેમકે પતિ હશે તો પુત્રો અનેકો થવાના છે) અનેક થશે. એમ જ્ઞાયક હશે તો પર્યાય તો અનંતી પ્રગટ થશે. (શ્રોતા :- અનંતકાળ સુધી થવાની. ભાઈ ! બહુ સરસ વાત છે) આ જ્ઞાનની શુદ્ધિ થાય છે. આ છે ને જ્ઞાનની શુદ્ધિ છે. સમ્યક્દર્શન થયા પછી પણ બાપુજી કહેતા હતા કે જ્ઞાન ઉઘડે છે, ધીમે ધીમે.