________________
અનેકાંત અમૃત
૨૩ કાળ, ભાવરૂપે નહીં હોવાની શક્તિરૂપ જે સ્વભાવ તે સ્વભાવવાનપણા વડે અસપણું છે. આ જે સ્વચતુષ્ટય પરચતુષ્ટય ભિન્ન છે, એ અનુભવ પછી જ પ્રમાણ થાય છે. અને અનુભવ પહેલાં તો સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની એકતા છે.
(શ્રોતા :- સહી હૈ બરાબર હૈ !) અનેકાંત પ્રમાણ જે પ્રગટ થાય છે ઈ ઉપાદેયપૂર્વક થાય છે. સમ્યફ એકાંતપૂર્વક અનેકાંત થાય છે. (શ્રોતા :- બરાબર હૈ !) આ અજ્ઞાની પાસે નથી. સ્યાદ્વાદ જ્ઞાનમાં હોય અજ્ઞાનમાં ન હોય. (શ્રોતા :- બરાબર ! એટલે પહેલાં જેને પરિણામથી ભિન્ન આત્મા દૃષ્ટિમાં આવ્યો છે એને જ પરથી ભિન્ન આત્મા જ્ઞાનમાં આવે છે.) જ્ઞાનમાં આવે છે. અને ત્યાં સુધી પરથી પણ અભિન્ન જ આવે છે, પર્યાય ને રાગથી અભિન્ન એટલે લોકાલોકથી અભિન્ન માને છે.
(શ્રોતા:- ભાઈ આ મૂળ વાત છે!) મૂળ વાત છે ! લોકાલોકથી અભિન્ન માને છે. અને આવા સ્વચતુષ્ટયથી જે અભિન્ન માને છે. દ્રવ્ય અને પર્યાયનું ભેદજ્ઞાન નથી થયું અને અભિન્ન માને છે એ રાગથી અભિન્ન અને પરથી અભિન્ન માને છે. પરની નાસ્તિ ક્યાં આવી? રાગની નાસ્તિ વિના પરની નાસ્તિ ન આવી શકે. રાગની નાસ્તિથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન થાય. કેમકે આમાં સ્વચતુષ્ટયને પોતાના લીધાં. એટલે અજ્ઞાની સ્વચતુર્ય પોતાના માને છે. (શ્રોતા :- રાગને પોતાનો માને છે.) રાગને પોતાનું માને છે. (શ્રોતા :રાગને પોતાનો માન્યો એટલે રાગના નિમિત્તને પોતાનું માન્યું) રાગને પોતાનો માન્યો એટલે લોકાલોકની હારે એકતા પર્યાયની હારે એકતાબુદ્ધિ. પર્યાય દૃષ્ટિ તે મિથ્યાષ્ટિ.
(શ્રોતા :- પર્યાયદૃષ્ટિ તે મિથ્યાષ્ટિ) આ વિદ્વાનો અને ઉપાદેય માને છે. (આ બહુ ગહન વિષય છે, જૈન દર્શનનો પ્રાણ છે.) બહુ ગહન છે પ્રાણ છે, આ પ્રાણ છે.
પહેલાં સ્વચતુષ્ટયમાં દ્રવ્ય તે ક્ષેત્ર નથી, ક્ષેત્ર તે કાળ નથી, કાળ છે તે ભાવ નથી, ભાવ છે તે કાળ નથી, કાળ છે તે ક્ષેત્ર નથી. ક્ષેત્ર છે તે દ્રવ્ય નથી. અને અંદર-અંદર ચાર પ્રકારના ભેદજ્ઞાન થઈને અનુભવ થાય ત્યાર પછી આ પ્રકારે સ્થિતિ બને છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ચાર અંશ છે. (શ્રોતા તો ચાર સિદ્ધ થાય ને !) તો ચાર સિદ્ધ થાય. હવે એ તો દ્રવ્યમાં ક્ષેત્રની નાસ્તિ, ક્ષેત્રમાં કાળની નાસ્તિ, કાળમાં ભાવની નાસ્તિ એ અંદર-અંદર જ્યારે ભેદજ્ઞાન થઈને અનુભવ થાય પછી સ્વચતુષ્ટય તે જોય થઈ ગયું આખું. એ બરાબર છે ત્યારે પરથી ભિન્ન થાય.
(શ્રોતા :- પરિણામથી ભિન્ન પડે તો જ પરથી ભિન્નતા ખ્યાલમાં આવે.) બસ ! પરિણામની એકતાબુદ્ધિ છે ત્યાં સુધી લોકાલોકની હારે એકતાબુદ્ધિ છે બસ ! (શ્રોતા :પરિણામ કી એકત્વબુદ્ધિ છૂટતે હી અકર્તા કી દૃષ્ટિ હુઈ !) હાં ! (શ્રોતા:- તો ફીર પર કી