________________ 1 4 અનેકાંત અમૃત જ્ઞાનમાત્ર જ્ઞાયક જ્ઞાયક કહેતા આવે છે તો પણ એમાં કાંઈ દોષ નથી. સ્યાદ્વાદ તો એમાં ગર્ભિત આવી જાય છે જ્ઞાનમાત્રમાં. સ્યાદ્વાદમાં કોપ નથી. કારણ કે જ્ઞાનમાત્ર આત્મવસ્તુને સ્વયંમેવ અનેકાંતપણું છે. આહાહા ! ત્યાં અનેકાંતનું એવું સ્વરૂપ છે કે જે વસ્તુ તત્વ છે તે જ અતત્વ છે. જે વસ્તુ એક છે તે જ અનેક છે. જે સત્ છે તે જ અસત્ છે. જે નિત્ય છે તે જ અનિત્ય છે. એમ એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાંત છે. માટે પોતાની આત્મવસ્તુને પણ જ્ઞાનમાત્રપણું હોવા છતાં તત્ અતપણું, એક-અનેકપણું, સતુ-અસતપણું, નિત્ય-અનિત્યપણું પ્રકાશ જ છે. જ્ઞાનમાત્ર કહેતા નિત્ય-અનિત્ય એમાં આવી ગયું. એક-અનેક આવી ગયું. તત-અતત્ તો આવે જ છે. પણ એક-અનેક અને નિત્ય-અનિત્યપણું પણ આવી ગયું. દ્રવ્ય અપેક્ષાએ નિત્ય અને પર્યાય અપેક્ષાએ અનિત્ય આવી ગયું એમ. જ્ઞાનમાત્રપણું હોવા છતાં આ પ્રકાશે જ છે. કારણ કે તેને જ્ઞાનમાત્ર આત્મવસ્તુને અંતરંગમાં ચકચકાટ પ્રકાશતા જ્ઞાનસ્વરૂપ વડે તત્પણું છે. પોતાપણું છે અને જોયની એમાં નાસ્તિ છે. અને બહાર પ્રગટ થતા, ઓલું અંતરંગમાં, અંતરંગમાં હતું અને હવે આ જોય બહાર છે. બહાર પ્રગટ થતા અનંત શેયપણાને પામેલા. અનંત આવી ગયા કે નહીં. આહાહા ! જોયપણાને પામેલા સ્વરૂપથી ભિન્ન એવા પરદ્રવ્યના રૂપ વડે અતપણું છે. અર્થાત્ તે રૂપે જ્ઞાન નથી. શેયરૂપે જ્ઞાન નથી. શેયરૂપે જ્ઞાન નથી એટલે આત્મા શેયરૂપ નથી હોં. પછી હજી એમાં ને એમાં છે. સહભૂત સાથે પ્રવર્તતા, હવે એક-અનેક આવે છે ને. સહભૂત સાથે પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય અંશોના સમુદાયરૂપ અવિભાગ દ્રવ્ય વડે એકપણું છે. દ્રવ્ય-ગુણ ને પર્યાય હો. ક્રમ ને અક્રમમાં ગુણ અક્રમ અને પર્યાય ક્રમ એ બે આખું દ્રવ્ય આવી ગયું એમ. ઈ એકપણું છે. દ્રવ્ય એકપણું છે ઈ દ્રવ્ય કેવું છે? ક્રમ ને અક્રમે પ્રવર્તતા બધા ભાવો સહિત અભેદ ઈ એકપણું છે. દ્રવ્ય એક અને પર્યાયે અનેક એમ અહીંયા એકપણું નથી. (કેમ) હા જો ને સહભૂત સાથે પ્રવર્તતા અનેક સાથે તો કોણ પ્રવર્તે કે ગુણો બરાબર અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય અંશો, બેય ગુણો પણ અનંત અને પર્યાયો પણ અનંત અંશો એટલે ગુણપર્યાય બેય. (શ્રોતા:- ગુણોની અપેક્ષાએ કે પર્યાયની અપેક્ષાએ) જો ફરીથી સહભૂત છે ને સહભૂત સભૂત નથી. સહભૂત એટલે સાથે દ્રવ્યની અંદર ગુણો અને પર્યાયો એક સાથે રહેલા છે એવું દ્રવ્ય છે. (અભેદથી એક જ છે અને) ઉત્પાદુવ્યયધ્રુવયુક્ત સતુ એક, એકમે એક સત્ છે. એકમ એ દ્રવ્ય છે ને એને દ્રવ્ય કહેવાય અને ઈ ને ઈ અનેક, કે ભેદની અપેક્ષાએ પર્યાયની