________________
૧ ૩
અનેકાંત અમૃત ત્યારે સ્વપ્રકાશક થાય અને સ્વપ્રકાશકપૂર્વક પાછું સ્વપરપ્રકાશક જ્ઞાન તો જ્ઞાનીને થાય જ. એમ. એ તો દૃષ્ટાંત છે.
એમ અનેકાંતનું જ સ્વરૂપ છે ઈ દ્રવ્યપર્યાય સ્વરૂપ છે. એમાંથી સમ્યફ એકાંત કાઢે તો અનુભવ થાય. અનુભવ થતાં દ્રવ્યપર્યાય સ્વરૂપનું જ્ઞાન થઈ જાય. આનંદ આવ્યો એનું જ્ઞાન થાય, કોઈને પૂછવાની જરૂર નથી. એકલા દ્રવ્યને જાણે છે એમ નથી. દ્રવ્ય પર્યાય બેયને જાણે યુગપ એક સમયમાં અક્રમે અતિન્દ્રિયજ્ઞાનમાં, ઈન્દ્રિયજ્ઞાનના સહારા વિના, પર્યાયના લક્ષ વિના પર્યાયનું જ્ઞાન થાય. પર્યાયના લક્ષે પર્યાયનું સમ્યકજ્ઞાન ન થાય. આહાહા !
કારણ કે સમસ્ત વસ્તુ અનેકાંત સ્વરૂપ સ્વભાવે છે. સમસ્ત વસ્તુ લીધીને આમાં ૬૦૮ પાને. સર્વ વસ્તુઓ અનેકાંત સ્વરૂપ છે એમ જે સ્યાદ્વાદ કહે છે તે અસત્યાર્થ કલ્પનાથી કહેતો નથી, પરંતુ જેવો વસ્તુનો અનેકાંત સ્વભાવ છે તેવો જ કહે છે. - અત્યારે એજન્ડા ઉપર સાદ્વાદ અધિકાર અનેકાંત સ્વરૂપ આખા પદાર્થની સિદ્ધિ કરે છે. જેમ આસ્ત્રવ અધિકારમાં આસ્ત્રવની સિદ્ધિ, સંવર અધિકારમા સંવરની સિદ્ધિ, એમ અધિકાર પ્રમાણે સિદ્ધિ કરે છે. અધિકાર જે ચાલે તેમાં ને તેમાં તમારું ચિત્ત લગાવવું કે અત્યારે આચાર્ય ભગવાન મને શું સમજાવવા માગે છે. અત્યારે પર્યાયની નાસ્તિ નથી. પર્યાયની મારામાં અસ્તિ છે એવું પદાર્થનું સ્વરૂપ છે). પદાર્થ કહે છે ને. (શ્રોતા :પદ્રવ્યથી ભિન્ન કરવાની વાત છે ને) પ્રમાણ જ્ઞાનનો વિષય દ્રવ્યપર્યાય સ્વરૂપ વસ્તુ છે. પણ પહેલા અને પછીમાં ફેર છે. પહેલા અને પછી. સ્વપરપ્રકાશક એ પછી છે એના બદલે એનો નંબર પહેલા આવ્યો એટલે સ્વપ્રકાશક ગાયબ થઈ ગયું. એમ સમ્યકુ એકાંતપૂર્વક અનેકાંત થાય છે, એમાં સમ્યક એકાંતને છોડ્યું અને અનેકાંતને વળગી ગયો, (તો અજ્ઞાન થઈ ગયું). અજ્ઞાન મોસંબી છોતા સહિત ખાવા લાગ્યો. પશુ છે. બટકા ભરે છે. પશુ છે. ખરેખર સમયસાર ! હું એમ કહું છું સર્વોપરી શાસ્ત્ર છે. ગ્રંથાધિરાજ ! બાર અંગનો સાર છે. પ્રવચનસારેય આવી જાય, નિયમસાર આવી જાય, પરમાત્મપ્રકાશ આવી જાય, ગોમ્મસાર-ધવલ, મહાધવલ બધું આમાં આવી જાય.
અનેક શાસ્ત્ર આમાંથી જ નીકળ્યા છે, યથાર્થ છે. તાકાત ઘણી છે અમૃતચંદ્રાચાર્યની. ઘણી તાકાત છે. આ સ્પેશ્યલ અધિકાર પોતાનો છે. હવે ૨૪૬ કળશ સુધી ટીકામાં આવ્યું. ૨૪૭ કળશથી સ્વતંત્ર પોતે કરે છે. અહીં આત્મા નામની વસ્તુને જો આત્મતત્ત્વને કહેતા જ નથી અહીંયા. જીવદ્રવ્યની વાત ચાલે છે. આત્મા નામની વસ્તુને જ્ઞાનમાત્રપણે ઉપદેશવામાં આવતાં, છતાં પણ સાદૂર્વાદનો કોપ નથી. કેમકે આત્મવસ્તુ એકલી જ