________________
૧
૫
અનેકાંત અમૃત અપેક્ષાએ ન લેવું. (ભેદની અપેક્ષાએ) ભેદ કહેવો એમ વિચારવું હો. પર્યાયનો ભેદ કહેતા પર્યાય આવશે. ભેદમાં તો ગુણ ને પર્યાય બે આવશે.
આમ ને આમાં ખુલાસો આપશે. હમણાં બીજો બોલ આવશે ને આનો અનેક. તમે વાંચશો ને એટલે ઓલી વાત તમને બેસી જશે હૃદયમાં. ઓલો અર્થ કર્યોને આપણે ઈ અર્થ અનેક કેમ છે ઈ લેશું ને આપણે એટલે ઈ ખ્યાલમાં આવી જશે. વધારે આખો બોલ વાંચીને ઈ પછી ચર્ચા કરીશું. આપણે શું કામ છે બીજું ? આ જ કામ છે આપણે. કાંઈ વાંચવાની ઉતાવળ નથી. એક એક આ શાના માટે લીધું છે? એક એક ગુણને ક્લીયર કરવા. સાવ ક્લીયર કર્યું છે. જો ફરીથી વાંચીએ. બેન ! સમજાણું ને? (હા)
સહભૂત સાથે પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય અંશોના સમુદાયરૂપ અવિભાગ અભેદ દ્રવ્ય વડે એકપણું છે. અને અવિભાગ એક દ્રવ્યમાં જે અવિભાગ, એક દ્રવ્ય કહ્યું ને ગુણ-પર્યાયવાળું એમાં વ્યાપેલા એટલે રહેલા સહભૂત પ્રવર્તતા ગુણો અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય અંશરૂપ પર્યાયો વડે એટલે ભેદ વડે અનેકપણું છે. પર્યાયો એટલે ભેદ. એકલી ઉત્પાદ વ્યય ન લેવી. ગુણ પણ પર્યાયનો વિષય થયો. પર્યાયાર્થિકનયનો, એટલે ભેદ લેવો. ભેદથી સમજાય તમને. અભેદથી એક વસ્તુ એકરૂપ છે એને એ વસ્તુ ભેદથી જુઓ તો અનેકરૂપ છે. એકપણું કેમ? કે ગુણપર્યાયથી અભેદ આત્મામાં અમને અત્યારે ભેદ દેખાતો નથી. અને જ્યાં એને એ વસ્તુને જ્યાં અવિભાગ ભેદથી જુઓ તો એમાં અનંત ગુણો છે ને અનંત પર્યાયો છે તો દ્રવ્ય અનેકપણે દેખાય છે. એક જ દ્રવ્ય એક જ સમયે એકરૂપે દેખાય ને એ જ દ્રવ્ય અનેકરૂપે દેખાય. એક અનેકરૂપનું જ્ઞાન થાય છે. બેન ! ભેદભેદનું જ્ઞાન થાય છે. - આ જ્ઞાનની તાકાત છે, આ ખરેખર તો કેવળી થઈ ગયો. ઈ શ્રુતકેવળી કેવળી થઈ ગયો, ઈ ભેદભેદને જાણે છે. ભેદભેદ એટલે આ. અત્યારે બોલ ચાલે છે ઈ એકઅનેક, આહાહા ! અભેદ પણ છે એટલે અભેદ એકલા અનંતગુણથી અભેદ ઈ નહીં. (શ્રોતા :- ઈ નહીં આખો અનંત ગુણાત્મક અને અનંત ધર્માત્મક) અનંત ધર્માત્મક આખો એક એકમ અને ઈ ને ઈ ભેદથી જુઓ તો ઈ અનેક પણ છે અને આનીકોર જુઓ તો એકરૂપ દેખાય છે અને આમ જુઓ તો અનેકરૂપ દેખાય છે.
એક અનેકરૂપ દેખાય પણ એક અનેકનો પક્ષ ને વિકલ્પ નહીં હો. વિકલ્પાતીત છે. આ વાત પછી વિકલ્પમાં આવીને ક્રમે ક્રમે જગતના જીવોને સમજાવે છે. (શ્રોતા :- બહ સરસ અનુભવ તો જ્ઞાનમાત્રનો થાય છે પણ જ્ઞાનમાત્ર આત્મા કેવો છે? કેવું છે એક અનેક સ્વરૂપ? અભેદથી એક સ્વરૂપ છે અને ભેદથી અનેક સ્વરૂપ છે) અનેક સ્વરૂપ મેં મેળવ્યું