________________
અનેકાંત અમૃત
આ શ્લોકનું કળશ ટીકામાંથી લઈએ ૨૪૭ સાથે સાથે લેતા આવશું ને તો ઠીક પડશે. આખી વાત અહીંયા પૂરી થાય છે. પ્રમાણજ્ઞાનનો વિષય છે. પ્રમાણજ્ઞાનની મુખ્યતાથી આ આખો સ્યાદ્વાદ અધિકાર છે. પણ એમાંય અસ્તિનાસ્તિ અનેકાંત દૃષ્ટિનો પણ લેતા આવશે પછી. પણ મુખ્યપણે દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ ની વાત છે). કેમકે પશુ છે ને ઈયે એકાંત છે અને સ્યાદ્વાદ છે ઈ અનેકાંત છે. અનેકાંતિક દ્રવ્યને દ્રવ્યરૂપને પર્યાયને પર્યાયરૂપ જાણે છે. સ્યાદ્વાદ અધિકાર (કળશ ટીકા) પાનું ૨૨૯ છે. શ્લોક તો વંચાઈ ગયો છે. જ્ઞાનમાત્ર જીવદ્રવ્ય એમ કહેતું થયું સમયસાર નામનું શાસ્ત્ર સમાપ્ત થયું.
તદુપરાંત કાંઈક થોડોક અર્થ બીજો કહે છે. જ્ઞાનમાત્ર જીવદ્રવ્ય છે એટલે ઈ જ્ઞાયક તે જીવદ્રવ્ય છે એમ અમે કહેતાં આવીએ છીએ. આ શાસ્ત્રમાં દૃષ્ટિ અપેક્ષાના કથનની વાત પૂરી થઈ ગઈ. દૃષ્ટિનો વિષય જ્ઞાનમાત્ર આત્મા એટલે ઈ દૃષ્ટિનો વિષય પણ છે. અને જ્ઞાનમાત્ર આત્મા પ્રમાણનો વિષય પણ છે. ઈ જ્ઞાનમાત્રમાં બધું સમાઈ જાય છે. દ્રવ્ય, ગુણ, પર્યાય. પણ જ્ઞાનમાત્રમાં બે અર્થ છે. એક જ્ઞાનમાત્ર શુદ્ધ જ્ઞાનમાત્ર. જ્ઞાનમાત્ર આત્મ વસ્તુ છે ઈ દૃષ્ટિનો વિષય છે. ઈ સમયસારની પદ્ધતિમાં છે. હવે જ્ઞાનમાત્ર જીવદ્રવ્ય એમ કહેતું થયું સમયસાર નામનું શાસ્ત્ર પૂરું થયું એ દૃષ્ટિપ્રધાન કથન છે.
તદુપરાંત કંઈક થોડોક અર્થ બીજો કહે છે. ભાવાર્થ આમ છે કે ગાથાસૂત્રના કર્તા છે શ્રી કુંદકુંદઆચાર્યદેવ તેમના દ્વારા કથિત ગાથાસૂત્રનો અર્થ સંપૂર્ણ થયો. સાંપ્રત. અત્યારે ટીકાકર્તા છે અમૃતચંદ્રસૂરી તેમણે ટીકા પણ કરી. તદુપરાંત અમૃતચંદ્રસૂરી કાંઈક કહે છે. શું કહે છે ? આમાં દ્રવ્યપર્યાય સ્વરૂપ વસ્તુ તો જીવદ્રવ્ય આવતી'તી. પણ જીવદ્રવ્ય, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. પર્યાય સ્વરૂપ છે એવા પ્રમાણની મુખ્યતાથી નહોતું લખાણ થયું. પર્યાય તો અભૂતાર્થ છે. આત્મામાં છે જ નહીં એટલે જ્ઞાનમાત્ર વસ્તુ છે. પર્યાય તો અવસ્તુ છે, પરદ્રવ્ય છે, પુદ્ગલના પરિણામ છે એમ સમયસારમાં કહેતા આવીએ છીએ. પણ ઈ જ્ઞાનમાત્ર વસ્તુમાં જ્ઞાનમાત્ર વસ્તુનું જે જ્ઞાન થાય ત્યારે સામાન્ય વિશેષાત્મક વસ્તુ જ્ઞાનમાત્ર જ જણાય છે. જ્ઞાનમાત્ર જ જણાય છે. રાગ કે દેહવાળી જણાતી નથી એમ. (શ્રોતા :- અને જ્ઞાનમાત્ર વસ્તુ કહેતા એમાં એકાંત થાય છે એવું નથી એમાં જ અનેકાંત છે.) જ્ઞાનમાત્ર તો અનેકાંત છે એટલે જ પ્રશ્ન કરે છે કે જ્ઞાનમાત્ર વસ્તુ કહેતા અનેકાંત, એકાંત નહીં થઈ જાય? એમ કે ના. આચાર્ય ભગવાન કહે છે કે ના. કે જ્ઞાનમાત્ર વસ્તુ કહેતા તેમાં અનેકાંતપણું આવી જાય છે.
ઈ આ જ્ઞાનમાત્ર વસ્તુને જ્યાં સાધી ત્યાં આંહીં જ્ઞાન પ્રગટ થયું. એ જ્ઞાને જ્ઞાનમાત્ર વસ્તુને સામાન્ય વિશેષાત્મકપણે જાણી લીધી. ધ્યેયપૂર્વક બ્રેય થાય છે. આમ તો પેલી