________________
અનેકાંત અમૃત ઉપાય ઉપેયની વાત ૧૬ મી ગાથામાં તો કરી ગયા છે અને ઠેકઠેકાણે ઈ વાત કરતા આવીએ છીએ પણ વધારે એ સ્પષ્ટ કરે છે. બે વાત અમે કહીશું પરિશિષ્ટમાં. એક તો વસ્તુ સ્થિતિની વ્યવસ્થા માટે સ્યાદ્વાદની શુદ્ધિના માટે એટલે જ્ઞાનની નિર્મળતા માટે એટલે દ્રવ્ય, ગુણ, પર્યાય સ્વરૂપ આખી વસ્તુ એનું જ્ઞાન એને ચોખ્ખું થઈ જાય અને એક જ આત્મા સાધકપણે પણ રહે છે, એ જ પરિણમે છે અને સાધ્યપણે પણ એ પરિણમે છે. આખી પરિણામી દ્રવ્યની વાત છે. જે અપરિણામીની મુખ્યતાથી વાત ચાલતી હતી દૃષ્ટિ અપેક્ષાએ, દૃષ્ટિ કરાવવા અને દૃષ્ટિ પ્રાપ્ત જેને થાય છે અને એવું આત્મજ્ઞાન થાય છે. સ્યાદ્વાદ જ્ઞાનમાં છે. આત્મજ્ઞાનમાંથી સ્યાદ્વાદનો જન્મ થાય છે. જેને આત્મજ્ઞાન નથી એને યાદ્વાદનું સ્વરૂપ જ ખબર નથી. આ જે છે ને એ અનુભવ પછીની વાત છે. આ જે સ્યાદ્વાદનો જન્મ છે એ અનુભવ જ્ઞાનમાં સ્યાદ્વાદનો જન્મ છે. આવ્યું હતું ને? પૂર્વ આચાર્યોએ કહ્યું છે. અનુભવમાં સ્યાદ્વાદનો જન્મ થાય છે એટલે સમ્યજ્ઞાનમાં સ્યાદ્વાદ હોય, મિથ્યાજ્ઞાનમાં સ્યાદ્વાદ ન હોય.
ભાવાર્થ :- આગળ બતાવ્યું. વસ્તુનું સ્વરૂપ જોયું. ઓલી વસ્તુની વ્યવસ્થા હતી ને? વસ્તુનું સ્વરૂપ આખી વસ્તુ, પદાર્થ જેને કહેવાય. વસ્તુનું સ્વરૂપ કેવું છે? સામાન્ય વિશેષાત્મક અનેક ધર્મસ્વરૂપ હોવાથી તે સાદૂવાદથી સાધી શકાય છે. અનેકાંતાત્મક છે ને પદાર્થ એને સાદુદ્વાદથી સાધી શકાય છે, કેમકે સ્યાદ્વાદની શુદ્ધતા એટલે જ્ઞાનની નિર્મળતા. જ્ઞાન બધા પડખાને જેમ છે તેમ જાણી લે છે. ઉપાદેયની વાત નથી અત્યારે આમાં, જાણવાની મુખ્યતા છે. હેય ઉપાદેય તો થઈ ગયું છે. શુદ્ધાત્માનો અનુભવ તો થઈ ગયો છે. સમ્યકજ્ઞાન પ્રગટ થઈ ગયું. હવે સમ્યકજ્ઞાનીને પણ જ્ઞાનમાં કેવી રીતે બધા પડખા યુગાદૂ એક સમયમાં જાણવામાં આવી ગ્યા'તા. હવે એને વિસ્તારથી વિચારે છે કે મારું આવું સ્વરૂપ છે.
સ્યાદ્વાદની શુદ્ધતા એટલે પ્રમાણિકતા, સત્યતા, નિર્દોષતા, નિર્મળતા, અદ્વિતિયતા સિદ્ધ કરવા માટે આ પરિશિષ્ટમાં વસ્તુનું સ્વરૂપ એટલે પદાર્થનું સ્વરૂપ વિચારવામાં આવે છે. તેમાં એમ પણ બતાવવામાં આવશે કે આ શાસ્ત્રમાં આત્માને જ્ઞાનમાત્ર કહ્યો હોવા છતાં સાદૂવાદ સાથે વિરોધ આવતો નથી. આત્માને અમે જ્ઞાનમાત્ર કહેતા આવીએ છીએ પણ જ્ઞાનમાત્ર કહેતા એમાં વિરોધ આવતો નથી, સ્યાદ્વાદ એમાં સમાઈ જાય છે.
વળી આ બાજુ હવે બીજો પ્રકાર, એક જ જ્ઞાનમાં એક જ આત્મામાં સાધકપણું તથા એક જ આત્મામાં સાધ્યપણું કઈ રીતે બની શકે તે સમજાવવા જ્ઞાનનો સાધક સાધ્ય અર્થાત્ સાધક સાધ્યભાવ પણ આ પરિશિષ્ટમાં વિચારવામાં આવે છે. હવે આ શ્લોક તો પૂરો થયો.