________________
૧૦.
અનેકાંત અમૃત પર્યાયને પરદ્રવ્ય જ કહે છે. પર્યાયને પુદ્ગલના પરિણામ કહે છે. પર્યાયની તો નાસ્તિ છે ઈ પ્રમત અપ્રમતનો અભાવ છે. બરાબર ! એટલે જ્ઞાનમાત્ર વસ્તુ દૃષ્ટિનો વિષય દૃષ્ટિમાં આવતા અનુભવ થાય છે. એ અનુભૂતિ પણ એમ જાણે છે કે હું તો જ્ઞાનમય આત્મા છું. જ્ઞાનમય છે ને જ્ઞાનમાત્ર વસ્તુ છે. આ રાગ તે જ્ઞાયક નથી એટલે. (શ્રોતા :- અનુભવનો વિષય પણ જ્ઞાનમાત્ર છે અને અનુભવ થયો એ પણ જ્ઞાનમાત્ર છે) હં...જાણનારો જણાય છે. જાણનારો જ જણાય છે એમાં બેય આવી ગયું કે નહીં ? આપણે એક સૂત્ર લ્યોને જાણનારો ઈ તો જ્ઞાનમાત્ર તો છે પણ જણાયો તે તે જ છે, જ્ઞાત તે તો તે જ છે, તે જ છે. જ્ઞાયક તો, જ્ઞાયક તો જ્ઞાયક જ છે. તેમાં બે ભાવ આવી ગયા કે નહીં? જ્ઞાયક તો જ્ઞાયક છે. આવી ગયા કે નહીં બે ભાવ. અને જ્ઞાનમાત્ર તેમાં પણ બે ભાવ આવે એમ કહે છે. એટલે ધ્યેયપૂર્વક શેય જે છે ને એ વસ્તુ અલૌકિક છે. ઈ જૈન દર્શન છે.
જીવદ્રવ્યનું જ્ઞાનમાત્ર સ્વરૂપ જે પ્રકારે છે તે પ્રકારે કહે છે. વળી શું કહે છે? મોક્ષનું કારણ જે પ્રકારે છે તે પ્રકાર, સકળ કર્મનો વિનાશ થતાં જે વસ્તુ નિષ્પન્ન થાય છે તે પ્રકારે કહે છે. એ વાત આવી ગઈ. કહેવાનું પ્રયોજન શું તે કહે છે. જ્ઞાનમાત્ર જીવદ્રવ્યમાં સ્યાદ્વાદ એક સત્તામાં અસ્તિનાસ્તિ, એક-અનેક એક જ સત્તામાં હોં. એક જ સત્તામાં સત્તા એક છે એમાં અસ્તિ-નાસ્તિ, એક-અનેક, નિત્ય-અનિત્ય ઈત્યાદિ અનેકાંતપણું જ્ઞાનમાત્ર જીવ દ્રવ્યમાં જેવી રીતે ઘટે છે તેવી રીતે કહેવાનો છે અભિપ્રાય જેમાં, એવા પ્રયોજન સ્વરૂપ કહે છે.
ભાવાર્થ આમ છે કે અત્યારે તો અમારું પ્રયોજન ઈ છે કે જ્ઞાનમાત્ર વસ્તુનો અનુભવ થતાં વસ્તુ સામાન્ય વિશેષાત્મક, દ્રવ્યપર્યાય સ્વરૂપ આખો આત્મા જ્ઞાનમાં જોય થાય છે. કાંઈપણ જાણવાનું બાકી રહેતું નથી. એમ આખો કહેવાનો આશય સ્યાદ્વાદ અધિકારમાં છે.
ભાવાર્થ આમ છે કે કોઈ આશંકા કરે છે કે જૈનમત તો સ્યાદ્વાદમૂલક છે, અહીં તો જ્ઞાનમાત્ર જીવદ્રવ્ય” એમ કહ્યું, ત્યાં એમ કહેતાં એકાંતપણું થયું, સ્યાદ્વાદ તો પ્રગટ થયો નહિં. ઉત્તર આમ છે કે “જ્ઞાનમાત્ર જીવદ્રવ્ય” આમ કહેતાં અનેકાંતપણું ઘટે છે. જ્ઞાયક તે જીવદ્રવ્ય એમ કહેતાં અનેકાંતપણું આવી જાય છે. જ્ઞાયક હું ત્યાં અનેકાંત થઈ ગયું. (શ્રોતા :- જ્ઞાયકનો સ્વીકાર કરી લીધો તો અનેકાંત થઈ ગયું) અનેકાંત થઈ ગયું. કીધું કે નહીં. જ્ઞાયક તે હું. જ્ઞાયકમાં હુંપણું થયું તો હુંપણું કરનાર તો પર્યાય છે તો દ્રવ્યપર્યાય બેનું જ્ઞાન થાય કે નહીં? આનંદનું જ્ઞાન ન થાય? (શ્રોતા :- થાય જ બરાબર છે) આનંદમૂર્તિનું જ્ઞાન થયું અને આનંદ પ્રગટ થયો તેનું પણ જ્ઞાન થયું તો સમ્યક્ એકાંતપૂર્વક અનેકાંત થઈ ગયું, એમ છે. આ બેન એવું છે. થોડુંક જ્ઞાન મધ્યસ્થ હશે એને ધ્યેયપૂર્વક શેય