________________
૧ ૨૦.
અનેકાંત અમૃત (શ્રોતા:- ના, બીજે અહં કરે તો વિશેષ થઈ જાય છે. નિષ્ક્રિયમાં બંધ મોક્ષની પ્રવૃત્તિ નથી તેમ તેના સામાન્યમાં પણ બંધ મોક્ષની પ્રવૃ િનથી વિશેષમાં છે) વિશેષમાં છે. આહા ! (શ્રોતા :- પણ વિશેષની એક કચાશ છે લક્ષ-અલક્ષ બેયને પ્રસિદ્ધ કરે છે જ્યારે એ લક્ષને પ્રસિદ્ધ કરી નાખે ત્યારે એનું નામ સમ્યકજ્ઞાન) વિષયભેદે નામ ભેદ.
બરોબર પોણા અગિયાર થયા ૪૫ મિનિટ થઈ. (શ્રોતા :- ૪૫ વર્ષનો નિચોડ આવી ગયો) પૂરું થઈ ગયું આજે. (શ્રોતા :- સાંભળનારને પણ સંતોષ થઈ જાય કે પ્રભુ વસ્તુનું સ્વરૂપ આવું છે. અંદર-બહાર સામાન્ય વિશેષ બધી રીતે સ્પષ્ટ થઈ જાય એવી વાણી. લક્ષ અલક્ષ બેયને પ્રસિદ્ધ કરે છે. અને એ વિષયભેદે નામભેદ પામી જાય-ભાવભેદે નહિ અને તો પણ એ સાપેક્ષ છે માટે એ લક્ષણ નહિ. જે જ્ઞાનમાં-મતિજ્ઞાનમાં આત્મા જણાય. એ મતિજ્ઞાન આત્માનું લક્ષણ નહિ. કેમકે એ સાપેક્ષ છે અને લક્ષ અલક્ષ બેયને પ્રસિદ્ધ કરી શકે છે. એટલે એ વિશેષ છે એટલે એ લક્ષણ નહિ. સામાન્ય એ જ લક્ષણ) કારણ કે વિશેષજ્ઞાન શ્રુતજ્ઞાન આજે અંતર્મુખ થયું કાલે બહિર્મુખ થઈ જાય. એનો ભરોસો શું?
(શ્રોતા :- આજે સમ્યગ્દર્શન કાલે મિથ્યાદર્શન) એનો ભરોસો નહિ. એના ભરોસે ન રહેવું બહુ. (શ્રોતા :- અત્યારે થાય અને પાછું પડી પણ જાય જીવને) છે ને આગમમાં આધાર છે. આગમમાં તો આધારો છે બધા. આગમ પોકાર કરે છે. ભલે પછી અંતર્મુહૂર્તમાં પાછો આવે. (શ્રોતા :- એનો સો ટકા ભરોસો ન થાય, નિરંતર જેમ સામાન્ય ઉપયોગનો થાય. જેમાં લક્ષ થયા જ કરે છે.) સામાન્યમાં તો સ્વ કે પરનું લક્ષ કરવાનો પ્રશ્ન જ નથી. વિશેષમાં છે. જ્ઞયાકાર જ્ઞાન કાં સ્વને જાણે કાં પર જાણે બસ. તો એમાં સંસાર બંધ મોક્ષ આવી ગયું. (શ્રોતા :- બંધ-મોક્ષની પ્રવૃત્તિ વિશેષમાં છે.) બસ. જાણેલાનું શ્રદ્ધાન થઈ
જાય.
પણ પ્રતિભાસ થાય છે તે વખતે જ જેનો પ્રતિભાસ થાય છે એ જણાય છે-એ મરી ગયો એમાં ઈ મરી ગયો-જે વખતે પ્રતિભાસ થાય એ વખતે અહં થાય ત્યારે મર્યો-એમ લાગે કે અરે આમાં અહં ન થાય, ભલે પ્રતિભાસ થાય પણ અહં ન થાય. મારો નથી. પણ મારાથી ભિન્ન છે. (શ્રોતા :- પ્રતિભાસને જાણવું અનિવાર્ય છે એવું કોણે કીધું ) કોણે કીધું? પ્રતિભાસ થાય અને જાણે એ અનિવાર્ય નથી. એ લીધું તું કાલે. (શ્રોતા:- પ્રતિભાસ થાય એમાં અહં ન થાય. પણ પ્રતિભાસ થાય પ્લસ જણાય એમાં, તો અહં થાય) જાણતો જ નથી એ જ એનો ઉપાય છે. બીજો કોઈ ઉપાય નથી. જાણતો નથી ત્યાં લોકાલોક જણાય જશે. ગજબની વાત છે ને.
(શ્રોતા :- પણ લૌકિકમાં છે ને કે ન માંગે તો દોડતું આવે.) પિતા મળ્યા પણ પિતા