________________
૧ ૨ ૧
અનેકાંત અમૃત કેવા મળ્યા આમ કીધું તેણે-એટલે તરત જ શ્રદ્ધા ન બેસે કોઈને, કોઈને શ્રદ્ધા ઘડીકમાં ન બેસે. કારણ કે પ્રતિભાસનો જો ખ્યાલ નો હોય તો આવિર્ભાવનો ખ્યાલ નો આવે. ઈ ખોટું લાગે. કાં બનાવટ લાગે. ભાવનાત્મક લાગે. ભાવનામાં ખેંચાઈ જાય. અમે તો એને પ્રમાણ કર્યું. પ્રુફ કર્યું. એક જીવને આવ્યું તે જ પાછું બીજા જીવને આવી ગયું કે એ વાત સાચી છે. એટલે જ્ઞાનીને તો પ્રતિભાસનો આવિર્ભાવ થાય છે. પણ અજ્ઞાનીને અપવાદરૂપ છે આ. બીજાઓને પણ થયો છે, થાય છે. બીજાનીય અમને ખબર છે મિથ્યાષ્ટિની હો.
જ્ઞાનની તાકાત કોઈ અચિંત્ય છે. જ્ઞાન છે ને મલિન થયું નથી. મિથ્યાષ્ટિનું જ્ઞાન સ્વચ્છ છે. સાંભળજે ! તો ઈ સ્વચ્છતામાં સ્વનો ને પરનો લોકાલોકનો પ્રતિભાસ થઈ ગયો છે અને એને આવિર્ભાવ થઈ શકે છે. ઉપયોગ સ્વચ્છ છે મલિન થયો નથી. ઉપયોગમાં રાગનો પ્રતિભાસ જ થયો છે તેમાં રાગ આવ્યો નથી. અજ્ઞાનીને પણ રાગ ભિન્ન ને જ્ઞાન ભિન્ન જ રહ્યું છે. હા, એનો રાગનો પ્રતિભાસ થયો છે તે પ્રતિભાસ દેખીને ભૂલે છે કે હું રાગી, તો ઈ તો એની ભૂલ છે. સ્વરૂપની ભૂલ નથી થઈ. સ્વભાવ તો જ્ઞાન જ છે. આત્મા જ્ઞાનમય છે. અનાદિ અનંત જ્ઞાનમય છે.
અરે એવું પણ આવે છે કે અનાદિથી જીવ જ્ઞાનરૂપે પરિણમે છે અને મિથ્યાત્વરૂપે પરિણમતો નથી. એવું પણ ભગવાનની વાણીમાં આવ્યું છે. કોને કહેવું આ? અને ઈ સમયસાર કહે છે કે જો શુભાશુભરૂપે પરિણમે તો જડ થઈ જાય. શુભાશુભરૂપે પરિણમતો નથી એમ શાસ્ત્ર કહે છે. સમયસાર પોકાર કરે છે હોં. શુભાશુભભાવ તેના સ્વભાવે આત્મા કોઈ કાળે પરિણમતો નથી. પરિણમે તો શું થાય? કે જડ થઈ જાય. ત્યારે ઈ જ્ઞાનરૂપે તો પરિણમે છે તો શુભાશુભભાવોનું શું થયું? કે એનો પ્રતિભાસ થયા કરે છે. તેનો પ્રતિભાસ થયા કરે છે અને આત્મા જ્ઞાનરૂપે પરિણમ્યા કરે છે. એવું બધું શાસ્ત્રમાં ઘણું છે પણ શલ્ય ઘુસી ગયું છે. શું થાય? - મિથ્યાત્વના અને રાગદ્વેષના પરિણામ કોના છે તે પણ જીવને ખબર નથી, જીવની જાત નથી. કજાત છે. અણગણતો ભાવ છે. અને એમ માને છે કે મારામાં ક્રોધ થાય છે. અરે ભાઈ! તારામાં ક્રોધ નથી થતો તારામાં આત્માનું જ્ઞાન થાય છે. અને એમાં ક્રોધનો પ્રતિભાસ થાય છે. ક્રોધ જ્ઞાનમાં આવતો નથી, ઉપયોગમાં ઉપયોગ છે. ઉપયોગમાં ક્રોધાદિ નથી. આહાહા ! આવી વાતો છે. થઈ ગયો ટાઈમ. કોઈ બીજાએ પ્રશ્ન ન કર્યો.
શ્રોતા:- ઉપયોગમાં જે સ્વચ્છતા છે તે નિરપેક્ષ છે કે સ્વચ્છત્વ શક્તિને કારણે છે?
ભાઈશ્રી :- નિરપેક્ષ છે. ઉપયોગ નિરપેક્ષ છે અને અનાદિ અનંત સ્વચ્છ છે. એ | સ્વચ્છત્વ શક્તિ તેમાં નિમિત્ત પડે છે. અને ઉપયોગ સ્વતંત્રપણે સ્વચ્છ છે. એમાં કારણ