________________
૧ ૧૯
અનેકાંત અમૃત રાગાદિ વિકલ્પ રહિત સ્વસંવેદન જ્ઞાનરૂપ ભાવનાને કેવળજ્ઞાન ઉત્પન્ન હોતા હૈ. ઇસ પ્રકાર દોષ નહિ હૈ. અનુમાનથી તો આત્માને જાણે છે પણ સ્વસંવેદનજ્ઞાનથી પણ આત્માને જાણે છે. એમ બે પ્રકારે જાણે છે. અનુમાનથી અને અનુભવથી.
પર્યાયમાં પ્રતિભાસ તો જ્ઞાની ને અજ્ઞાનીને બેયને સ્વપરનો પ્રતિભાસ થાય છે. રાગનો પ્રતિભાસ પાંચ મહાવ્રતનો પ્રતિભાસ થાય છે જ્ઞાનીને-અજ્ઞાનીને ક્રોધનો પ્રતિભાસ થાય છે. અજ્ઞાની કહે હું ક્રોધી અને પેલો પ્રતિભાસ થાય છે પાંચ મહાવ્રતનો રાગનો તો (જ્ઞાની) કહે એ મારું સ્વરૂપ નથી. આહાહા ! કારણ કે જ્ઞાનને જાણતાં એના પ્રતિભાસને જાણી લીધું-પણ એકલા જ્ઞાનને નથી જાણ્ય-જ્ઞાન દ્વારા આત્માને જાણતાં એવું જ્ઞાન, એણે આ પ્રતિભાસને જાણી લીધો. (શ્રોતા :- એકલા જ્ઞાનને નથી જાણ્યું, એ જ્ઞાન દ્વારા આત્માને જાણતાં એ પ્રતિભાસનું જ્ઞાન થઈ જાય છે. એ અનેકાંત થયું) એ અનેકાંત. પોતાને જાણતાં પરનું જ્ઞાન થાય એ અનેકાંત. સમ્યક એકાંતપૂર્વક અનેકાંત. (શ્રોતા - એ જ્ઞાનને જાણતાં જ્ઞાન નથી થયું જ્ઞાન જ્ઞાયકને જાણે ત્યારે પ્રતિભાસનું જ્ઞાન થાય.) હા. એના વિના ન થાય.
જ્ઞયાકાર જ્ઞાન થયું તો જોયાકાર જ્ઞાનમાં એમ ન લીધું કે પરને જાણે છે એમ ન લીધું . સ્વપરને જાણે છે એમ ન લીધું. શેયાકારજ્ઞાનમાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે. જ્ઞાત : તે તો તે જ છે. જે જાણવામાં આવ્યો તેનો તે જ જાણવામાં આવ્યો. પહેલા પરોક્ષ અને પછી પ્રત્યક્ષ. (શ્રોતા :- પહેલા પરોક્ષ ને પછી પ્રત્યક્ષ) એમાં પહેલા પરોક્ષ ને પછી પ્રત્યક્ષ બે છે. કરણલબ્ધિના પરિણામમાં પરોક્ષ છે એમાં આનંદ નથી, સમ્યફદર્શન નથી. એની સન્મુખ છે એને સમ્યગ્દર્શન થાય જ. જેને કરણલબ્ધિના પરિણામ આવે એને થાય જ. સૂક્ષ્મ પરિણામ છે. આત્મા અભિમુખ તેની ધારા ચાલી છે. પ્રત્યક્ષ થાય ત્યાં પરોક્ષ ન હોય. અને જ્યાં પરોક્ષ હોય ત્યાં પ્રત્યક્ષ હજી નથી થયું, પ્રત્યક્ષ ન થાય ત્યાં સુધી આનંદ ન આવે. પરોક્ષમાં આનંદ નથી. આનંદની હવા તો આવી પણ આનંદ નથી. (શ્રોતા :- ઠંડી હવાથી તરસ ન છીપે પાણીથી છીપે) પહેલા આ હું બહુ લેતો હતો-સૂર્યનો ઉદય થવા પહેલા પોહ ફાટ્યો. એટલે પ્રકાશ થાવા માંડ્યો ને-સૂર્યના ઉદયને હજી વાર હોય તો પણ આમ પ્રકાશ થાય ને. એમ આત્માના અનુભવ પહેલા એને ખ્યાલ આવે છે. એની પાછળ હવે સૂર્યનો ઉદય જ થવાનો છે. પ્રકાશ આવશે-પેલું પરોક્ષમાં આવી ગયું. હમણાં સૂર્યનો પ્રકાશ થવાનો-થયો નથી પણ નિઃશંક છે એ.
(શ્રોતા :- વિશેષ લક્ષ અલક્ષ બે ને પ્રસિદ્ધ કરે માટે સાપેક્ષ છે.) અને સામાન્ય કોને પ્રસિદ્ધ કરે? (શ્રોતા :- એક જ્ઞાયકને જ બીજા કોઈને પ્રસિદ્ધ જ ન કરે.) એ અહં કરે છે?