________________
૧૧૩
અનેકાંત અમૃત કુઅવધિ એનાં વિશેષો છે.
એ વિશેષોનો વિષય અનંત દ્રવ્ય-ગુણ-પર્યાય છે. એ જ્ઞાન છે. એ જ્ઞાનમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે-એમાં એ કહે છે વિશેષ જ્ઞાનનો વિષય શું છે? કે શેય છે. એ જોય કેવું છે? એ શેયને વિષય થાય છે એમાં-સાચી વાત છે પ્રતિભાસ થાય છે-પણ એ શેયભૂત અનંત દ્રવ્યપર્યાયોકે, અનંત દ્રવ્યપર્યાયોને જાણનારું તે વિશેષ. (શ્રોતા :- અનંત દ્રવ્ય પર્યાય એમ કેમ કહ્યું?) કે એ પર્યાયમાં અનંત દ્રવ્યપર્યાય પ્રતિભાસે છે. સ્વપર બેય, સ્વ પણ અનંત છે. સ્વ એવો જ્ઞાયકભાવ એમાં અનંત ગુણો છે, એની અનંત પર્યાયો છે એ પણ અનંતરૂપે છે અને લોકાલોક પણ અનંતરૂપે છે-અનંત છે. ગુણનો અંત નથી. એની વ્યાખ્યા કરે ગુરુદેવ, આ આકાશ ને અનંત અનંત એ વ્યાખ્યા કરે આપણને તો એ આવડે નહિ. એ પણ અનંત છે.
એ આત્મા કેવો છે? અનંત સ્વભાવી છે. અનંતગુણો છે, અનંત ધર્મો છે એમાં નિત્ય અનિત્ય આદિ અને અનંતકારકના ભેદો છે. એવું અનંતપણું એક આત્મામાં રહેલું છે, એનો પ્રતિભાસ થઈ રહ્યો છે વિશેષમાં-સામાન્યમાં છે પણ સામાન્ય જે છે એ શેયાકાર જ્ઞાન નહોતું-પ્રતિભાસરૂપ હતું. હવે આ યાકાર જ્ઞાન થયું, જોયાકાર જ્ઞાનમાં ભેદજ્ઞાન છે. (શ્રોતા :- વિષય લીધો એટલે જ જોયાકાર જ્ઞાન થયું ત્યાં સુધી નિર્વિષય હતું) એ તો સ્વભાવ છે ત્રિકાળ, એનો ત્રિકાળ સ્વભાવ છે ઉપયોગનો-પ્રતિભાસ થાય છે. સમજી ગયા. એ પ્રતિભાસ થાય છે એ તો એનું લક્ષણ કહ્યું હતું.
હવે જે પ્રતિભાસ થાય છે જ્ઞાન સામાન્યમાં એવું એક વિશેષ-જેને કહેવાય સાપેક્ષપેલું છે નિરપેક્ષ-જ્ઞાન સામાન્ય છે નિરપેક્ષ-અને એનું જે વિશેષ છે એ સાપેક્ષ છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ-કુમતિ, કુશ્રુત આદિ. એ બધું વિશેષ છે. પણ વિશેષ છે એ સાપેક્ષ છે. સાપેક્ષ છે એટલે ખરેખર એ આત્માનું લક્ષણ નથી. એ પરદ્રવ્ય છે, પરભાવ છે, સાપેક્ષ છે, નાશવાન છે. ઓલો ઉપયોગ તો અવિનાશી છે.
જેમ જ્ઞાયક અવિનાશી નિત્ય ધ્રુવ. એમ આ ઉપયોગ પણ ધ્રુવ છે. ધ્રુવ એટલે તેનું તે, તેનું તે, તેનું તે, એમ ઈ અપેક્ષાએ. (શ્રોતા :- ત્રિકાળી એમ નહિ. ઉત્પાદ વ્યય હોવા છતાં–તેનું તે, તેનું તે, એમ) ધારાવાહિક તેનું તે. જેમ જ્ઞાયક અનાદિ અનંત તેમ ઉપયોગ પણ અનાદિ અનંત છે. અને એ ઉપયોગમાં સ્વપરનો વિભાગ કરવાની ભેદજ્ઞાન કરવાની શક્તિ નથી, ઈ એના વિશેષમાં છે. અને એ વિશેષ જે છે-એ વિશેષમાં પ્રતિભાસ તો આવ્યો સ્વપર બેયનો, તો એમાં પરના પ્રતિભાસમાં શું લેવું? કે શેય લેવું એ શેય કેટલાં–કે અનંતા-અનંત દ્રવ્ય ગુણ પર્યાય બધું એનું શેય છે. એને એ જાણે છે. જાણે છે એટલે કે
@