________________
૧૧૪
અનેકાંત અમૃત પ્રતિભાસ થાય છે અને ઉપચારથી જાણે છે એમ કહેવામાં આવે છે.
અખંડ એક પ્રતિભાસમય જો મહાસામાન્ય ઉસ સ્વભાવવાલે આત્મા કો, વિશેષ સ્વભાવવાળો આત્મા નથી. કેમકે વિશેષમાં ભલે સ્વપરનો પ્રતિભાસ થાય પણ એ વિશેષ સામાન્યમય નથી અને ઉપયોગ સામાન્ય એ તો દ્રવ્યમય છે. એમ કહેવા માંગે છે. કેમ કે પેલા સાપેક્ષ છે ને નાશવાન છે ને પરદ્રવ્ય છે ને પરભાવ છે. એટલે મતિધૃત લક્ષણ નથી. ઉપયોગો લક્ષણં-ઉપયોગો લક્ષણે ત્યાં તત્ત્વાર્થસૂત્રમાં મતિશ્રુતને લક્ષણ નથી કહ્યું અને સમયસારમાં પણ નથી કહ્યું-લક્ષણ હંમેશા લક્ષને પ્રસિદ્ધ કરે અને વિશેષ જે છે તે લક્ષઅલક્ષ બેયને પ્રસિદ્ધ કરે-સ્વને વિષય કરે તો સમ્યજ્ઞાન-પરને વિષય કરે તો મિથ્યાજ્ઞાન. (શ્રોતા :- બહુ સરસ-ફરીથી) એનામાં શક્તિ છે. દુરુપયોગ કાં સઉપયોગ. સમજાણું કાંઈ ?
(શ્રોતા :- વિશેષ છે એ લક્ષ-અલક્ષ બેયને પ્રસિદ્ધ કરે છે.) હા. કરી શકે છે. સામાન્ય ઉપયોગ તો જ્ઞાનમય જ્ઞાયકમય છે. સમજી ગયા. અને આ જે સામાન્યનું વિશેષ પ્રગટ થાય છે એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે એ વિશેષ છે. એ વિશેષમાં એ ભૂલ કરે છે-પરનો પ્રતિભાસ થાય છે અહં કરી લ્ય છે અને સ્વનો પ્રતિભાસ થવા છતાં તેમાં અહં કરતો નથી. આ જ્ઞાયક ચિદાનંદ આત્મા તે મારો છે ત્યાં સુધી એની નજર પહોંચતી નથી. આહાહા !
(શ્રોતા :- વિશેષ છે એ લક્ષ-અલક્ષ બેયને પ્રસિદ્ધ કરે છે, અને બીજી ભૂલ શું થઈ-કે જે વિશેષ જ્ઞાન પ્રગટ થાય છે-એમાં પરનો રાગનો પ્રતિભાસ થાય છે-પણ રાગનો પ્રતિભાસ દેખીને હું રાગી, એમ કરે છે. પણ રાગી તો પુદ્ગલ છે એ ખ્યાલમાં આવતું નથી. એમાં બે છે વિશેષમાં. સામાન્યમાં સ્વપરનો પ્રતિભાસ-એ તો લક્ષણ બાંધ્યું. એ ગોથું ખાતો નથી. સામાન્ય ઉપયોગ ગોથું ખાતો નથી.
(શ્રોતા :- એટલે ઉપયોગમાં જે આત્મા એમ કીધું -મતિજ્ઞાનમાં આત્મા છે એ નિશ્ચયપૂર્વકનો વ્યવહાર છે. એ વસ્તુ સ્થિતિમાં નહિ) ના, ના, ના. એમાં ખરેખર-એ શ્રુતજ્ઞાન જે અંતર્મુખ થઈ અતીન્દ્રિયજ્ઞાન દ્વારા આત્માને જાણે છે એ વાત સાચી છે- પણ એ જે મતિ-શ્રુતજ્ઞાનનો ઉપયોગ છે એ તો નાશ થઈને કેવળજ્ઞાન થશે એટલે લક્ષણ કેમ કહેવાય. (શ્રોતા :- એ તો સાપેક્ષ છે એ લક્ષણ કેમ કહેવાય ?) નાશવાન છે. એ ટળતો ભાવ છે. (શ્રોતા :- લક્ષણ તો અનાદિ અનંત હોય) હા, લક્ષણ તો અનાદિ અનંત હોય. અને એ લક્ષણ લક્ષને જ પ્રસિદ્ધ કરે અને અલક્ષને પ્રસિદ્ધ ન કરે. અને વિશેષ તો અલક્ષને પ્રસિદ્ધ કરીને અજ્ઞાની બની જાય છે. (શ્રોતા :- અને વિષયભેદે નામભેદ પામે છે) આ પોઈન્ટ છે હોં ફરીને, શું કહ્યું? કે
--