________________
૧૧ ર
અનેકાંત અમૃત તદ્દન ભિન્ન છે. તો એના પ્રતિભાસને તું પકડે છે અને આના પ્રતિભાસને છોડી દે છે. તારી ભૂલ છે-એ જ્યારે જ્ઞાનીનો યોગ થાય ત્યારે એને ખ્યાલ આવે અને પછી પ્રયોગ કરે અને પ્રયોગ કરતા સફળ થાય.
વહ મહાસામાન્ય જ્ઞાનમય અનંત વિશેષોમાં વ્યાપ્ત છે-ફેલાયેલું છે-પ્રસરેલું છે. ઔર વે જ્ઞાન વિશેષ વિષયભૂત-ઔર વે જ્ઞાન-જે વિશેષજ્ઞાન કહ્યું-સામાન્ય ઉપરાંત વિશેષ-વે જ્ઞાન વિશેષ વિષયભૂત-એનો વિષય છે. જે વિશેષ જ્ઞાન થયું એનો પણ વિષય છે. હવે એ જે સામાન્યજ્ઞાન છે એ પરમાં અહં કરતું નથી અને સ્વમાં અહં કરતું નથી. પણ એનું જે વિશેષ થાય છે. સામાન્યનું વિશેષ આઠેયજ્ઞાન એ કાં પરમાં અહં કરે ને કાં સ્વમાં અહં કરે.
ચાર બોલ તો સ્વભાવભૂત કહ્યા હતા. એટલે વિશેષ વિષયભૂત શેયભૂત-હવે શેય કેટલા છે. કોણ છે જ્ઞયભૂત અનંત દ્રવ્યપર્યાયો કે જ્ઞાયક, ગ્રાહક જાનનેવાલે હૈ ઔર વે જ્ઞાન વિશેષ વિષયભૂત શૈયભૂત અનંત દ્રવ્ય પર્યાયો કે, અનંત દ્રવ્ય પર્યાયો છે એનો જાણવાવાળો છે. જ્ઞાયક એટલે એને જાણે છે, જાણનાર છે. હવે જ્ઞાનના ભેદથી કહ્યું. પછી કહે છે જ્ઞાયક એને જાણે છે. જ્ઞાનના ભેદથી સમજાવ્યું પછી જ્ઞાયક એને જાણે છે, ગ્રાહક છે એમ કહ્યું.
અખંડ એક પ્રતિભાસમય જો મહાસામાન્ય ઉસ સ્વભાવવાલે આત્માકો-એ સ્વભાવવાળો આત્મા છે. આઠ જ્ઞાન નહિ. આઠ જ્ઞાન તો સાપેક્ષ છે ને નાશવાન છે. જે સામાન્યજ્ઞાન છે તે ખરેખર આત્માનું સ્વરૂપ છે. પેલું તો સાપેક્ષ છે અને નાશવાન છે. છતાં એ વિશેષ છે અને એમાં પ્રતિભાસ થાય છે, એ બરાબર છે.
અહીંયા અખંડ એક પ્રતિભાસમય જો મહાસામાન્ય ઉસ સ્વભાવવાલે આત્માકોઆત્માનો સ્વભાવ સામાન્ય જ્ઞાનરૂપ છે. વિશેષ જ્ઞાનરૂપ નથી. વિશેષ જ્ઞાન તો ઉત્પાવ્યયવાળું છે. આ ઉત્પાદ-વ્યયવાળું હોવા છતાં નાશવાન નથી અને આ અનાદિ અનંત છે. કેમકે એ ઉપયોગ ઉપયોગ ઉપયોગ ઉપયોગ કોઈ કાળે ઉપયોગ વિનાનો જ્ઞાયક ન હોય-અને એ ઉપયોગ સ્વમાં કે પરમાં અહં કરતો નથી, એનું જે વિશેષ થાય છે-જે ઉપયોગમાં સ્વપરનો પ્રતિભાસ છે, એમ એના વિશેષ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળજ્ઞાન એમાં પણ સ્વપરનો પ્રતિભાસ થાય છે, એમાં ભેદજ્ઞાન કરી શકાય છે. ભેદજ્ઞાન કરીને અંતરમાં જઈ શકાય છે. ઓલો ઉપયોગ નહિ. (શ્રોતા - એ તો સ્વભાવરૂપ છે) એને સામાન્ય કહ્યું.
પણ વિશેષ-વિશેષમાં ભેદજ્ઞાન હોય. સામાન્ય જ્ઞાનને તો માત્ર ઉપયોગનું લક્ષણ કહ્યું હતું-સ્વપરનો પ્રતિભાસ એમાં ભેદજ્ઞાનની શક્તિ નથી. છે ઉપયોગ તો પણ એ ઉપયોગ જે સામાન્ય છે એનું વિશેષ-મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળજ્ઞાન, કુમતિ, કુશ્રુત,