________________
૧૦૫
અનેકાંત અમૃત નથી તો કેવી રીતે સ્વાનુભવ કરી શકે આત્માનો, એકને પૂરું જાણતો નથી એ અનુભવ ન કરી શકે-એક દ્રવ્યનો, દ્રવ્ય-ગુણ-પર્યાયને ન જાણી શકે તો અનંત દ્રવ્યના અનંત દ્રવ્ય-ગુણપર્યાયને જે જાણતો નથી. એ આત્માને કેવી રીતે જાણી શકે ?
આ પ્રતિભાસ છે ને? એ ચમત્કારિક શબ્દ છે. અને એ દિવ્યધ્વનિમાંથી આવેલો છે. અમૃતચંદ્રાચાર્યે એનો ઉપયોગ બહુ કર્યો છે. અમૃતચંદ્રાચાર્ય પણ ત્યાંથી આવ્યા. તે પુરુષ પ્રતિભાસમય મહાસામાન્ય વડે વ્યાપ્ય જે પ્રતિભાસમય અનંત વિશેષો તેમનાં નિમિત્તભૂત સર્વદ્રવ્યપર્યાયોને કઈ રીતે પ્રત્યક્ષ કરી શકે ? ન કરી શકે. આ રીતે એમ ફલિત થયું કેસરવાળો એમ આવ્યો કે જે આત્માને જાણતો નથી તે સર્વને જાણતો નથી.
જેને સર્વને જાણવું હોય, તને લોભ હોય-કેવળી ભગવાન લોકાલોકને જાણે છે, હું નથી જાણતો મને કેવળજ્ઞાન જલદી થાય તો લોકાલોકને જાણું, અરે કેવળજ્ઞાન થવા પહેલાં શ્રુતજ્ઞાન તો પ્રગટ કર તો તું લોકાલોકને જાણી લઈશ પરોપક્ષણે-આ લેવાનો પણ હેતુ છે. સમજી ગયા. કેમકે આ ચર્ચાયેલો વિષય છે ને બહુ અત્યારે ભારતમાં.
અહીં કહે છે કે લોકાલોકને જાણતો નથી તે આત્માને નહીં જાણે. એક બાજુ કહે પરને જાણતો નથી, બીજી બાજુ કહે કે લોકાલોકને જાણે-અબી બોલા અબી ફોક. એમ નથી ભાઈ ! તું વિવિક્ષા સમજ- (શ્રોતા :- પરને જાણતો નથી એ સ્વભાવને અબાધિત રાખીને આ વાત છે.) આ વાત છે. કે આને જાણે છે એમ કહ્યું એ તો પ્રતિભાસ દેખીને કહ્યું છે. (શ્રોતા :- દર્પણમેં આયે હુએ પ્રતિબિંબ કે સમાન જાનતા હૈ) હવે ત્યારે એમ નક્કી થાય છે કે સર્વના જ્ઞાનથી આત્માનું જ્ઞાન-સર્વના જ્ઞાનથી આત્માનું જ્ઞાન અને આત્માના જ્ઞાનથી સર્વનું જ્ઞાન. સરવાળો બાંધ્યો.
અને આમ હોતાં, આત્મા જ્ઞાનમયપણાને લીધે સ્વસંતક હોવાથી જ્ઞાતા અને શેયનું વસ્તુપણે અન્યત્વ હોવા છતાં પ્રતિભાસ અને પ્રતિભાયમાનનું પોતાની અવસ્થામાં અન્યોન્ય મિલન હોવાને લીધે-અન્ય હોવા છતાં અનન્ય છે-ધર્મની અપેક્ષાએ અન્ય છે. ધર્મની અપેક્ષાએ અનન્ય છે. ધર્મ એ કહ્યા-જ્ઞાતા ને શેય, બે ધર્મ કહ્યાને અને આ તો અનન્ય છે. જ્ઞાતાયે આત્મા અને શેય પણ આત્મા છે અભેદ વિવક્ષામાં-અર્થાત્ જ્ઞાન ને શેય-આત્માની જ્ઞાનની અવસ્થામાં પરસ્પર મિશ્રિત-એકમેકરૂપ હોવાને લીધે.
જુઓ દૃષ્ટિનો વિષય સુરક્ષિત રાખે છે. તેમને ભિન્ન કરવા અત્યંત અશક્ય હોવાથીપ્રતિભાસને ભિન્ન કરી શકાતો નથી. ભિન્ન છે એને ભિન્ન જાણ. પણ પ્રતિભાસ તો જ્ઞાનથી અભિન્ન છે-પ્રતિભાસના નિમિત્તો છે જે લોકાલોક એ તો જ્ઞાનથી ભિન્ન છે. પણ લોકાલોકનો જે પ્રતિભાસ થાય છે એ તો જ્ઞાનની પર્યાય છે અને એ જ્ઞાનની પર્યાયથી તો