________________
અનેકાંત અમૃત
૧૦૬
પ્રતિભાસ અભિન્ન છે અને એ જ્ઞાન આત્માને જાણે છે તો એ જ્ઞાન આત્માથી અભિન્ન છે. (શ્રોતા :- જે ભિન્ન છે એને જાણે કેવી રીતે અને જે અભિન્ન છે એને ન જાણે કેવી રીતે) કેવી રીતે. (શ્રોતા :- એ પ્રતિભાસ તો અભિન્ન છે લોકાલોકનો ને સ્વપરનો) એ તો જ્ઞાનની પર્યાય છે ને ! એકાકાર છે એ તો. કોકને એમ થાય કે અમારે ક્યાં પંડિત થાવું છે. આ વિદ્વતાની ક્યાં વાત કરો છો. આ તો અનુભવની વાત છે. આ તો મૂળ પ્રયોજનભૂત વાત છે ભાઈ-આમાં પંડિતાઈની વાત નથી.
એક પ્રતિભાસને લક્ષમાં તો લે, ને રાત દી’ વિચાર તો કર કે મારામાં મિથ્યાત્વ થાય છે કે મિથ્યાત્વનો પ્રતિભાસ થાય છે. મિથ્યાત્વ આત્મામાં થતું નથી. એ તો જ્ઞાન થાય છે. પણ એ કર્મકૃત મિથ્યાત્વનો અહીંયા પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ દેખીને હું મિથ્યાદષ્ટિ, હું રાગી, હું ક્રોધી, રહેવા દે ને હું તો જ્ઞાનમય આત્મા છું એમ લે ને. (શ્રોતા :- આ વાણી ખરે છે એનો પ્રતિભાસ થાય છે કે સાંભળે છે ?) પ્રતિભાસ થાય છે.
આમ હોતાં આત્મા જ્ઞાનમયપણાંને લીધે સ્વસંચેતક હોવાથી જ્ઞાતા અને જ્ઞેયનું વસ્તુપણે અન્યત્વ હોવા છતાં પ્રતિભાસ અને પ્રતિભાસ્યમાનનું પોતાની અવસ્થામાં અન્યોન્ય (મિલન હોવાને લીધે-) પ્રતિભાસ અને પ્રતિભાસ્યમાન તો એક જ છે. જ્ઞાન છે. અર્થાત્ જ્ઞાન અને જ્ઞેય. આત્માની-જ્ઞાનની અવસ્થામાં પરસ્પર મિશ્રિત એકમેકરૂપ હોવાને લીધે તેમને ભિન્ન કરવા અત્યંત અશક્ય હોવાથી-બધુંય જાણે કે આત્મામાં નિખાત, પેસી ગયું હોય એ રીતે પ્રતિભાસે છે, જણાય છે.
પાછો પ્રતિભાસ કેવી રીતે, જ્ઞાનમાં જાણે આવી ગયું હોય બધું, લોકાલોક જ્ઞાનમાં આવી ગયું હોય, ડૂબી ગયું હોય એમ જણાય છે. લોકાલોક ભિન્ન છે પણ લોકાલોકનો પ્રતિભાસ અભિન્ન છે. આત્મા જ્ઞાનમય હોવાથી પોતાને સંચેતે છે, અનુભવે છે, જાણે છે અને પોતાને જાણતાં સર્વ શેયો જાણે કે તેઓ જ્ઞાનમાં સ્થિત હોય-જાણે કે જ્ઞાનમાં આવી ગયા હોય પદાર્થો એ રીતે જણાય છે. જાણે મારામાં આવી ગયા હોય એવી રીતે જણાય છે. આવ્યા નથી. આવી ગયા હોય એમ જણાય છે. એટલે એને તો ઓલું સિદ્ધ કરવું છે અત્યારે-લોકાલોક સિદ્ધ કરવું છે.
જો આમ ન હોય તો અર્થાત્ આત્મા સર્વને ન જાણે તો જ્ઞાનને પરિપૂર્ણ આત્મ સંચેતનનો અભાવ હોવાથી પરિપૂર્ણ એક આત્માનું પણ જ્ઞાન સિદ્ધ ન થાય. કેવળજ્ઞાન સિદ્ધ ન થાય એમ.