________________
૧૦૪
અનેકાંત અમૃત પ્રતિભાસ એકલો ન લીધો. પ્રતિભાસમય સ્વપરનો પ્રતિભાસમય એવી જ્ઞાનની પર્યાય એનું નામ મહાસામાન્ય છે. ઉપયોગ, સામાન્ય ઉપયોગ-પછી વિશેષ આવશે. તે પ્રતિભાસમય મહાસામાન્ય-પ્રતિભાસમય અનંત વિશેષોમાં વ્યાપનારું છે. જુઓ હવે એ વિશેષમાં વ્યાપે છે. સામાન્ય છે એ વિશેષમાં વ્યાપે છે. ત્રિકાળી દ્રવ્ય વિશેષમાં વ્યાપતું નથી.
ઉપયોગ સામાન્ય છે એનું વિશેષ બે પ્રકારે થાય છે-સમ્યજ્ઞાન ને મિથ્યાજ્ઞાન. છતાં પણ એમાં જ્ઞાન વ્યાપે છે-એ જ્ઞાન કેવું છે લક્ષણવાળું કે સ્વપરના પ્રતિભાસવાળું. અભવીને પણ સ્વપરનો પ્રતિભાસ થાય છે એના જ્ઞાનમાં-પણ એને ભેદજ્ઞાનની શક્તિ નથી, બિડાઈ ગઈ છે બિચારાની. શું થાય? એ તો બધા જ્ઞાનોમાં-આમાં લખ્યું છે ને આમાં લખ્યું છે. અને જ્ઞાન દરેક આત્મામાં વર્તતું રહેલું, પ્રતિભાસમય મહાસામાન્ય છે. તે પ્રતિભાસમય મહાસામાન્ય પ્રતિભાસમય અનંત વિશેષોમાં વ્યાપનારું રહેલું છે. અને તે વિશેષોનાં, ભેદોના વિશેષ એટલે ભેદો-સામાન્યના ભેદ વિશેષ-ભેદોના નિમિત્ત. હવે જે ભેદ છે વિશેષ થયું જ્ઞાન. એમાં નિમિત્ત શું કે સર્વદ્રવ્યપર્યાયો છે. એક દ્રવ્યપર્યાય નથી નિમિત્ત. આહાહા ! ચોથા કાળ જેવું અત્યારે આમાં લખેલું દેખાય છે ચોથો કાળ. (શ્રોતા :- જેમ આચાર્ય ભગવાનને કહેવું છે તેમજ આબેહૂબ આવે છે) સ્પષ્ટ છે. જરાક પોતે મધ્યસ્થ થઈને વાંચે તો સૂઝે એને કે આમાં આવું લખ્યું છે એમ. એક થોડો ટાઈમ કાઢી, કલાક બે કલાક કાઢીને સ્વાધ્યાય કરે તો કામ થઈ જાય.
પ્રમાદમાં વિષય કાઢે છે. હવે જે પુરુષ સર્વદ્રવ્યપર્યાયો જેમનાં નિમિત્ત છે-ઉપાદાન તો જ્ઞાન છે અને જ્ઞયો નિમિત્ત છે સર્વ-એવા અનંત વિશેષોમાં વ્યાપનારા પ્રતિભાસમય મહાસામાન્યરૂપ આત્માને સ્વાનુભવ પ્રત્યક્ષ કરતો નથી, તે પુરુષ પ્રતિભાસમય મહા સામાન્ય વડે વ્યાપ્ય, વ્યપાવાયોગ્ય જે પ્રતિભાસમય અનંત વિશેષો તેમનાં નિમિત્તભૂત સર્વદ્રવ્યપર્યાયોને કઈ રીતે પ્રત્યક્ષ કરી શકે? (શ્રોતા:- એક આત્માને જાણતો નથી તો સર્વ વિષયોને કેવી રીતે પ્રત્યક્ષ કરી શકે ? કેવો આત્મા લીધો ઈ ખૂબી છે સર્વમહાસામાન્ય પ્રતિભાસમય એવો આત્મા) હા-કેવો આત્મા લીધો તે એવો આત્મા છે.
ફરીથી જે પુરુષ સર્વદ્રવ્ય પર્યાયો જેમનાં નિમિત્ત છે. એ નિમિત્તની વાત કરી લોકાલોક. એવા અનંત વિશેષોમાં વ્યાપનારા પ્રતિભાસમય, મહાસામાન્યરૂપ આત્માને સ્વાનુભવ પ્રત્યક્ષ કરતો નથી. આહાહા ! તે પુરુષ પ્રતિભાસમય મહાસામાન્ય વડે વ્યાપ્ય (વ્યપાવા યોગ્ય) પ્રતિભાસમય અનંત વિશેષો તેમનાં નિમિત્તભૂત સર્વદ્રવ્યપર્યાયોને કઈ રીતે પ્રત્યક્ષ કરી શકે ? જે મહાસામાન્ય ઉપયોગ છે એ વિશેષમાં પણ પ્રતિભાસ છે અને જો જાણતો