________________
૧૦૩
અનેકાંત અમૃત થાય) અત્યારે ક્યાં મોક્ષ છે, મોક્ષ તો છે નહિતો મોક્ષ થાય ત્યારે જ્ઞાન થાય એવું નથી. (શ્રોતા :- તો તો મોક્ષને આધિન જ્ઞાન થઈ ગયું-જ્ઞાન તો સ્વતંત્ર છે) જ્ઞાનનું સામર્થ્ય અચિંત્ય છે. એને જાણવાની કળા જાદા પ્રકારની છે. એની રીત જ પદ્ધતિ આખી જુદી છે. જ્ઞાન પરસમ્મુખ થાય જ નહિ, પરસન્ન થાય એ જ્ઞાન જ નથી. એ અજ્ઞાન છે.
અન્વયાર્થ :- જો અનંત પર્યાયવાળા એક દ્રવ્યને તથા અનંત દ્રવ્યસમૂહને યુગપદ્ જાણતો નથી તો તે સર્વને અનંત દ્રવ્ય સમૂહને કઈ રીતે જાણી શકે ? અર્થાતુ જે આત્મદ્રવ્યને ન જાણતો હોય તે સમસ્ત દ્રવ્યસમૂહને ન જાણી શકે.
ટીકા :-પ્રથમ તો આત્મા ખરેખર, આ એકદમ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ગાથા છે આ ૪૯ મી. પ્રથમ તો આત્મા ખરેખર સ્વયં જ્ઞાનમય હોવાથી-થવાથી નહિ-હોવાથી. અનાદિ અનંત આત્મા જ્ઞાનમય છે અને રાગમય નથી. સ્વયં જ્ઞાનમય હોવાથી જ્ઞાતાપણાને લીધે, જ્ઞાતા એનો સ્વભાવ છે જ્ઞાન હોવાથી, કર્તા સ્વભાવ નથી એમ. જ્ઞાતાપણાને લીધે જ્ઞાન જ છે. અને જ્ઞાન દરેક આત્મામાં વર્તતું રહેલું નિગોદથી માંડીને સિદ્ધ પરમાત્મા સુધી બધામાં જ્ઞાન રહેલું છે. જ્ઞાન વિનાનો કોઈ જીવ નથી. ઉપયોગ વિના કોઈ જીવ હોઈ શકે નહિ. અને પ્રતિભાસ વિનાનો કોઈ જીવ હોઈ શકે નહિ.
જ્ઞાનનું લક્ષણ બાંધ્યું'તું ને આપણે જ્ઞાન દરેક આત્મામાં વર્તતું રહેલું પ્રતિભાસમય મહાસામાન્ય છે. પ્રતિભાસમય મહાસામાન્ય છે. સામાન્ય ઉપયોગની વાત છે પછી વિશેષ થાય છે અને વિશેષમાં પણ એ વ્યાપે છે. જે સામાન્ય છે એ વિશેષમાં વ્યાપી જાય છે. સામાન્યમાં સ્વપરનો પ્રતિભાસ છે ને એના વિશેષમાં જ્ઞાન હોય કે અજ્ઞાન? (શ્રોતા :આઠેયમાં વ્યાપે છે) સામાન્ય તો, જ્ઞાન અજ્ઞાન છે નહિ.
સામાન્યમાં જેમ પ્રતિભાસ છે એમ સામાન્યનું વિશેષ થયું કોઈને-પરનું લક્ષ કરે તો અજ્ઞાની થઈ ગયો-ત્રણ અજ્ઞાન, તો પણ એમાં સ્વપરનો પ્રતિભાસ છે. લોકાલોક પ્રતિભાસે છે અને સાધક થાય તો પણ એમાં લોકાલોક પ્રતિભાસે છે. આહાહા ! થોડોક અભ્યાસ કરે તો મજા આવે હોં-મજા આવે એવી વાત છે. આઠેય જ્ઞાનમાં પ્રતિભાસ છે ને, સામાન્યમાં તો પહેલા સ્થાપ્યો હતો આપણે-એ તો બંધ મોક્ષનું કારણ નહોતું-પછી સામાન્યનું વિશેષ થાય છે. એ સામાન્ય આપણે ઉપયોગ લેવું. દ્રવ્યને સામાન્ય અહીં ન લેવો-એ વાત નથી. ઉપયોગમાં છે બધાને. બધા જીવોને છે. નિગોદના જીવને છે અત્યારે-સ્વપરનો પ્રતિભાસ પણ એને ભેદજ્ઞાનની શક્તિ બિડાઈ ગઈ છે એટલે ભેદજ્ઞાન બિચારો કરી શકતો નથી, એટલું છે.
પ્રતિભાસમય મહાસામાન્ય છે. જ્ઞાન દરેક આત્મામાં વર્તતું રહેલું કેવું છે? પ્રતિભાસમય.