________________
૧૦૨
અનેકાંત અમૃત પકડે કે એને જરાય પણ કષ્ટ ન થાય અને એક સ્થળેથી બીજા સ્થળે મૂકી દે. એમ આમાં જાણવા જાણવાની રીતમાં ફેર છે મોટો.
પણ જો સર્વને જ્ઞાન ન જાણતું હોય તો કોઈને ભૂત ભવિષ્યનો આવિર્ભાવ ન થાય. આ ન્યાય. કોઈપણ જીવને જો પર જણાય જ નહિ તો અત્યારે આ કાળમાં પણ, એક કરતા વધારે જીવો પાક્યા છે જે ભૂત ને ભવિષ્ય પોતાની પર્યાયને પણ જાણે છે અને બીજાની પર્યાયનું જ્ઞાન કહી દે છે. નામ ન લેવાય કોઈનું. સમજી ગયા. પણ એ સો ટકા સાચી વાત છે. એટલે કે સર્વને જાણવું એવું આવ્યું એમાં, સર્વનો પ્રતિભાસ છે એમાં. છદ્મસ્થ હોવાથી ક્રમે આવિર્ભાવ થાય છે અને કેવળીને અક્રમે આવિર્ભાવ થાય છે. જયકુમાર ! સમજાણું? (શ્રોતા :- છઘને એની પર્યાયની યોગ્યતા પ્રમાણે આવિર્ભાવ થાય છે) છદ્મસ્થ છે ને? કેવળજ્ઞાન નથી એટલે ક્રમિક જાણવું છે. પણ એ કહી દે, આનો ચોથા ભવે મોક્ષ છે. આનો છઠ્ઠા ભવે મોક્ષ છે. સો ટકા એ સત્ય વાત છે. સમ્યજ્ઞાન એટલે શું? કેવળજ્ઞાનનો અંશ છે એ. હા, પરોક્ષ અને પ્રત્યક્ષ એટલો ફેર છે. આ ક્રમે જાણે છે. ઓલા અક્રમે જાણે છે, અક્રમે આવિર્ભાવ થાય છે. આને ક્રમે આવિર્ભાવ થાય છે.
આજે એકનું જ્ઞાન થાય, એક જીવનું. કાલે વળી બેઠો હોય તો બીજા જીવનો આમ વિચાર આવે સામે બેઠો હોય તો જોઈને હા-એ પણ મોક્ષગામી લાગે છે-મોક્ષગામી છે-લાગે છે એમ પહેલા કહે. પહેલા ઝાંખુ આવે-ઝાંખું આવે એટલે બોલે નહિ. પહેલા ઝાંખુ આવે પછી સ્પષ્ટ આવે-આવા બધા પ્રકારો-વર્તમાનકાળમાં એવા જીવો છે. પણ આની પાછળ લાગે તો આત્માનું જ્ઞાન થાય અને આત્માનું જ્ઞાન થાય એ ખરેખર નિધી છે અને પરનો આવિર્ભાવ થાય અને જણાય એ તો રિદ્ધિ છે. એમાં કાંઈ નથી.
એ તો જ્ઞાનના સામર્થ્યની આપણે વાત કરી, પણ જ્ઞાનનું સામર્થ્ય તો આત્માને જાણવાનું છે, એ લેવું-ઓલું જાણવાનો વિષય છે. જાણવાના વિષયથી એને જ્ઞાનમાં શ્રદ્ધા બેસે. ઓહો ! આવું જ્ઞાન અત્યારે આ કાળમાં અબજો વર્ષ પછી કોઈનો મોક્ષ થવાનો હોય. મનુષ્યનો, ઢોરનો-ગાયનો-ગાયને જોઈને કહી દે. (શ્રોતા :- સાગરોપમ પછી) સાગરોપમ પછી એટલે થઈ ગયાને અબજો વર્ષ ખલાસ. સંખ્યાનો હિસાબ જ નથી પણ કહી ઘે એ. કહી દે છે. આ કૂતરાનો મોક્ષ છે. આ ગાયનો મોક્ષ છે. ઢેઢ ગરોળીનો મોક્ષ છે કહી દે, કહેવાય જાય. એ સોટકા સાચી વાત છે. કોઈ માને કે ન માને. એ તો પૃફ થઈ ગયેલી વાત છે. એ જ્ઞાનીની વાત કરું છું પણ કોઈ કોઈ અજ્ઞાનીને પણ અપવાદરૂપે થઈ જાય છે. એ અપવાદ છે, પેલો તો સિદ્ધાંત છે.
પણ પ્રતિભાસ છે એનો જ આવિર્ભાવ થાય ને. (શ્રોતા :- જે છે એનો આવિર્ભાવ