________________
અનેકાંત અમૃત
૧૦૧ પર્યાયે પરિણમેલું સકળ એક જ્ઞાન જેનો આકાર છે એવા પોતારૂપે પોતે ચેતનપણાને લીધે, સ્વાનુભવ પ્રત્યક્ષ હોવા છતાં પણ પરિણમતો નથી. સકળને જાણતો નથી એકને જાણે છે.સમજી ગયા.
એને સકળ બધું પ્રતિભાસે છે એવું મારું જ્ઞાન છે કે જે જ્ઞાન આત્માને જાણે છે. ઈ એને ખબર નથી. અર્થાત્ પોતાને પરિપૂર્ણપણે અનુભવતો નથી જાણતો નથી-“આ રીતે એમ ફલીત થાય છે કે જે સર્વને જાણતો નથી તે પોતાને જાણતો નથી.' સર્વને જાણે તે પોતાને જાણે અને પોતાને જાણે તે સર્વને જાણે. બોલો અટપટી વાત. ચાદ્વાદની અભૂત વાત છે.
હવે ૪૯ ગાથા મૂળ ગાથા આપણે લેવી છે. એમાં પ્રતિભાસનું આવશે-મૂળ એમાં છે. ૪૯ ગાથામાં. - હવે એકને નહિ જાણનાર-એકને નહિ જાણનાર સર્વને જાણતો નથી. જે આત્માને જાણતો નથી તે સર્વને જાણી શકતો નથી, મુખ્યપણે કેવળજ્ઞાનનો પાઠ છે. પછી આપણે જયસેનાચાર્ય ભગવાનની ટીકા લેવી છે, એમાં પ્રશ્ન કર્યો કે કેવળી છે એ સર્વને જાણે છે છબસ્થ તો જાણતો નથી સર્વને-તો સર્વને જાણતો નથી તો એને અનુભવ કેમ થાય? - સિદ્ધાંત તો તમે બાંધ્યો કે જે સર્વને જાણે તે એકને જાણે. તો છબસ્થ છે ચોથાવાળોપાંચમાવાળો-છઠ્ઠાવાળો-સામાવાળો-અધુરું જ્ઞાન એને છદ્મસ્થ કહેવાય. કેવળજ્ઞાન પહેલાનું અધુરું જ્ઞાન. હવે એ તો સર્વને જાણતો નથી તો એકને નહિ જાણી શકે-તો એને સમ્યગ્દર્શન નહિ થાય-કેવળીને જ સમ્યગ્દર્શન હોય. કેમ કે એ સર્વને જાણે છે. માટે એકને જાણે છે માટે એને સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર છે. તો એણે જવાબ આપ્યો-આપણે લેશુંપુસ્તક છે.
કે ભાઈ છદ્મસ્થને પણ પરોક્ષપણે બધું જણાય છે-પરોક્ષપણે બધો પ્રતિભાસ જેટલો કેવળીને છે એટલો છે. અને એ જોયાકાર જ્ઞાનમાં આત્મા જણાય છે, તો એમાં બધું આવી ગયું, જણાય ગયું, કાંઈ જાણવાની જરૂર નથી. એની સન્મુખ થવાની જરૂર નથી, લોકો એમ માને છે કે સન્મુખ થાય તો જ જાણે. કેમકે ઈન્દ્રિયજ્ઞાન સન્મુખ થાય તો જાણે એવો એને મહાવરો છે, અભ્યાસ છે. કે જેની સન્મુખ થાય એને જાણે. શબ્દની સન્મુખ થાય તો સાંભળે. બાહ્ય પદાર્થની રૂપની સન્મુખ થાય તો એને જાણે, એમ એમાં નથી. ઈન્દ્રિયજ્ઞાનમાં છે એવું આમાં નથી. સન્મુખ થયા વિના લોકાલોકને જાણે. આહાહા ! જ્ઞાનનું સામર્થ્ય આ ૨૬ માં આત્મધર્મમાં છે, બધું. સામર્થ્ય બહુ છે. એક દૃષ્ટાંત આપે છે. બિલાડી છે તે ઉંદરને પકડે અને પોતાના બચ્ચાને પણ પકડે એમ ગુરુદેવ કહેતા. સાત જગ્યાએ ફેરવે પકડી પકડીને, પણ પકડ પકડમાં ફેર છે. ઉંદરને પકડીને ખાઈ જાય અને બચ્ચાને તો એવી રીતે