________________
૧૦૦
અનેકાંત અમૃત નિમિત્તરૂપે પરિણમતો નથી. નૈમિતિકરૂપે પરિણમતું નથી જ્ઞાન. (શ્રોતા - સ્વાનુભવ પ્રત્યક્ષ છે એ રૂપે પરિણમે છે જ્ઞાન) એ રૂપે પરિણમે છે, ભલે નિમિત્તાનો પ્રતિભાસ છે એની કયાં ના છે. પ્રતિભાસને કોઈ ઉડાડતું નથી. આ પ્રમાણે ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે.
પરંતુ જે સમસ્ત જ્ઞયને નથી જાણતો-સમસ્ત જ્ઞયને નથી જાણતો એટલે જુઓ, સમસ્ત શેયને જાણે છે આમાં ચોખ્ખું લખ્યું છે. અને સોગનઢનો સંત કહે છે કે શેયને જાણે છે એ ભ્રાંતિ છે. હવે અમારે એ માનવું કે પ્રવચનસારનું માનવું ? આગમનો આધાર આપોને તમે, પણ શું અમે ગુરુદેવનો આધાર આપીએ છીએ તો શું ગુરુદેવ અપ્રમાણિક છે? તમારા મનમાં હશે અમારા મનમાં નથી. ના પાડો છો એનો અર્થ એને પ્રમાણિક લાગતું નથી. આહાહા ! બહુ ગોથું ખાધુ જીવે.
તે આત્મા જેમ સમસ્ત દાહ્યને નહીં દહતો અગ્નિ-અગ્નિ છે ને લાકડાને બાળે સૂકા ખડને ન બાળી શકે એમ કોઈ કહે તો એ સાચું હશે? ભલે સૂકું ખડ ન હોય એ વખતે પણ સમસ્ત દાહ્યને બાળવાનો એનો સ્વભાવ ક્યાં જાય? ભલે વ્યક્ત ન થાય. એમ છબસ્થને ભલે એક શેય જણાય-પણ સમસ્ત શેયને જાણવાનો સ્વભાવ તો રહી ગયો છે. એવું છે આ. આમાં દાખલો એવો આપ્યો કે સમસ્ત દાહ્યને જો ન બાળે તો એને અગ્નિ ન કહેવાય. પણ સાહેબ ! એ દાહ્યને બાળે તો એ લાકડું છે એ લાકડાને બાળે છે, એ વખતે કોલસા નથીછાણાં નથી તો એ સર્વને બાળતો નથી તો એને અગ્નિ કેમ કહેવાય? સમજી ગયા. એ એની શક્તિ જોને તું. શક્તિ સમસ્તને બાળવાની એક સમયમાં છે, એમ જ્ઞાનમાં એક સમયમાં સમસ્ત લોકાલોકને જાણવાની શક્તિ છે.
એક ભાઈ આવ્યા મુંબઈવાળા મારી પાસે મેં કીધું-હું કહું છું કે આત્મા પરને જાણતો નથી. આત્મા પરને જાણતો નથી. મેં કીધું જાણતો નથી એક વાત છે અને સર્વને જાણે છે એ બીજી વાત છે. શું કહો છો? સર્વને જાણે છે? –હા. મેં કીધું જે સર્વને જાણતો નથી ઈ તો આત્માને જાણતો નથી. છક્ક થઈ ગયો એ માણસ-એક બાજા કહો છો આત્મા પરને જાણતો નથી, અને પાછા કહો છો સર્વને ન જાણે એ એકને ન જાણે, એમ અમે માનીએ છીએ. પછી મેં કહ્યું ભાઈ જરા ઠપકારો આપ્યો. તમને અભ્યાસ કાંઈ નથી-પ્રસિદ્ધ વ્યક્તિ હતી વાંચનકાર, તમને કાંઈ અભ્યાસ નથી. ખાનગી અમે કાંઈ રાખતા નથી. આવું બધું પ્રવચનસારમાં છે તમે જરા અભ્યાસ કરો.
સમસ્ત દાહ્યહેતુક, સમસ્ત દાહ્યાકાર પર્યાય પરિણમેલો સકળ એક દહન. દહન એટલે બાળનાર-જેનો આકાર છે. સમસ્તને બાળે એવો આકાર છે. એવા પોતારૂપે પરિણમતો નથી. તેમ સમસ્ત જોયહેતુક, શેયો જેમાં નિમિત્ત છે જ્ઞાનમાં-પ્રતિભાસમાં. સમસ્ત જોયાકાર