________________
અનેકાંત અમૃત ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં મિથ્યાત્વ નથી. આ ભેદજ્ઞાનની ચાવી છે. પ્રતિભાસથી તો ભેદજ્ઞાનની ચાવી હાથમાં આવી જાય છે.
સોગાનીજીને જ્ઞાન ભિન્ન ને રાગ ભિન્ન એટલો શબ્દ આવ્યો ત્યાં તો ભેદજ્ઞાન થઈને અનુભવ થયો-રાગ તો એની દશામાં છે. અરે ! રાગ એની દશામાં નથી, રાગનો પ્રતિભાસ થાય છે એવું જ્ઞાન થાય છે એને-રાગ ક્યાં એમાં થાય છે ઉપયોગમાં. અને ઉપયોગ રાગની સન્મુખ ક્યાં છે. રાગનો પ્રતિભાસ થાય છે એ બરોબર છે. પણ એ પ્રતિભાસમય તો જ્ઞાન છે અને એ જ્ઞાન તો આત્માને જાણે છે-એ ક્યાં રાગને જાણે છે. અજબ ગજબની વાતો ભરી છે શાસ્ત્રમાં, સરખે સરખા બે-ચાર-પાંચ જણા જંગલમાં જઈએ ને તો પાંચેયને કેવળજ્ઞાન થઈ જાય. ત્યાં બીજું શું હોય, આ હોય.
સમસ્ત શેયને જાણતો જ્ઞાતા-આત્મા, સમસ્ત જોયહેતુક, શેયો જેમાં નિમિત્ત છે. અહીંયા પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ જ્ઞાનમાં થાય. પણ એનું નિમિત્ત તો જોયો છે. સમસ્ત શેયહેતુક સમસ્ત જોયાકાર પર્યાયે પરિણમેલું-સમસ્ત શેયાકારે, શેયનો આકાર છે ને પ્રતિભાસમાં તો આકાર છે, એ જ્ઞાનની પર્યાય છે-સમસ્ત જ્ઞયાકાર પર્યાયે પરિણમેલું સકળ એક જ્ઞાન જેનો આકાર છે. સમસ્ત લેવા છતાં જ્ઞાનનો આકાર તો એક જ છે. શેયોના આકાર ઘણાં અને જ્ઞાનનો આકાર એક. એ જોયો પ્રતિભાસે છે જ્ઞાનમાં તો પણ જ્ઞાનનો આકાર એક છૂટીને અનેક થતું નથી. નિમિત્ત અનેક છે ઉપાદાન એક છે. હેતુ કહ્યું કે, જ્ઞાનમાં હેતુ કહ્યું ને. હેતુ તો અનેક છે. એનો પ્રતિભાસ થાય છે પણ જ્ઞાન તો એક જ છે.
અને એ શેયાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. એ જોયાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે-એ કયા જ્ઞાનમાં? કે જેમાં લોકાલોકનો પ્રતિભાસ થઈ રહ્યો છે એવા જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. તો જ્ઞાયકને જાણતાં લોકાલોકનું જ્ઞાન થઈ ગયું, આ રીતે પરને જાણે છે. એ જોયાકાર જ્ઞાન જ્યારે આત્માને જાણે છે, અભેદ થઈને ત્યારે એ જ્ઞાન તો રહી ગયું અને જ્ઞાનમાં પ્રતિભાસ પણ રહી ગયો અને પ્રતિભાસનું જ્ઞાન પણ થઈ ગયું. ડાયરેક્ટ નથી જાણતું-ઈન્ડાયરેક્ટ જાણે છે. જાણવાની પદ્ધતિ આખી જુદી છે. આમાં પંડિતો થાપ ખાઈ ગયા, અનુભવીને કળા હાથમાં આવી ગઈ.
સમસ્ત શેયહેતુક એમ કહ્યું ને-સમસ્ત જોયાકાર પર્યાયે પરિણમેલું સકળ એક જ્ઞાન. હા. એ એમ કહે છે કે એ જ્ઞાન તો એક જ છે. નિમિત્તો સમસ્ત છે લોકાલોક અનંતા. અનંતા નિમિત્તો હોવા છતાં અનંત નિમિત્તાનો પ્રતિભાસ થાય છે ત્યારે પણ એ શેયાકાર જ્ઞાન એક છે. અને એ જોયાકાર જ્ઞાન એકને જાણે છે બેને જાણતું નથી. “એક જ્ઞાન જેનો આકાર છે, એવા પોતારૂપે જે ચેતનપણાને લીધે સ્વાનુભવ પ્રત્યક્ષ છે” તે રૂપે પરિણમે છે