________________
૯૮
અનેકાંત અમૃત પરિણમે છે. પરની આકૃતિરૂપે સ્વ પરિણમી જાય છે. અગ્નિ-અગ્નિ પોતે લાકડું જાડું હોય, પાતળું હોય, લાંબુ હોય એના આકારે અગ્નિ થાય છે અને દાહ્યાકાર કહેવામાં આવે છે. જેમ શેયાકાર એમ દાહ્યાકાર. સમજી ગયા.
સમસ્ત દાહ્ય જેનું નિમિત્ત છે એવા સમસ્ત દાહ્યાકાર પર્યાય પરિણમેલું સકલ એક દહન જેનો એક આકાર છે. પાછું અનેક એમાં નિમિત્ત છે પણ એનું એકાકારપણું તો દહન જ છે. એનો આકાર તો એક જ છે. સામે ઘણાં આકાર હોય પણ અહીંયા તો એનો આકાર એક જ છે. નિમિત્તો ઘણાં, ઉપાદાન એક છે. લોકાલોકના તો ઘણાં પ્રકારો કહ્યાને, એ નિમિત્તો છે પણ શેયાકાર જ્ઞાન તો એક જ છે. આવી ગયું? દહન જેનો આકાર છે એવા પોતારૂપે અગ્નિ, અગ્નિ લાકડારૂપે નથી પરિણમતી. પોતારૂપે અગ્નિ પરિણમે છે. અગ્નિ અગ્નિરૂપે પરિણમે છે, ઓલું તો નિમિત્તમાત્ર છે. એ તો ભિન્ન છે બિલકુલ.
તેમ, હવે દૃષ્ટાંત પૂરો થયો-તેમ સમસ્ત શેયને જાણતો જ્ઞાતા-કોઈ જ્ઞેય બાકી નહિ જાણવામાં, કેવળી ભગવાનને કોઈપણ શેય જાણવામાં બાકી નથી. એમ છદ્મસ્થ હરણ હોય હરણ, એને સમ્યગ્દર્શન થાય ને ત્યારે બધા શેયોને જેટલું કેવળી જાણે એટલું એ જાણેપરોક્ષ અને પ્રત્યક્ષનો ફેર છે. વિષય ઓછાવત્તો નથી. વિષય પૂરો જેટલું કેવળી જાણે એટલું હરણ જાણે. સિંહ મહારાજ એટલું જાણતા હતા. સમ્યગ્દર્શન થયું ને ભગવાન મહાવીરને. આહાહા
એ લોકાલોકની સન્મુખ થાવું ન પડે અને લોકાલોક જણાય જાય. આહાહા! જાણવાનો પુરુષાર્થ આત્માનો અને મફતના ભાવે ઓલું જણાય જાય. વગર પુરૂષાર્થે હો-એમાં પુરુષાર્થ નથી. કેમકે પ્રથમથી જ એમાં લોકાલોકનો પ્રતિભાસ થઈ ગયેલો છે. હા, હો. નવો આકારમંતર થતો નથી. નવો આકાર હવે પ્રતિભાસ થતો નથી. કેવળજ્ઞાન થાય ત્યારે કેવળજ્ઞાન થવાનું છે એનો પ્રતિભાસ અત્યારે થઈ રહ્યો છે બધામાં-મોક્ષ થવાનો છે એનો પ્રતિભાસ અત્યારે છે. મુનિ થવાના છે એનો પ્રતિભાસ અત્યારે છે. કોઈ ગણધર થવાના હોય તિર્થંકર-બળદેવ એનો બધાનો પ્રતિભાસ બળદેવનો (પણ) અત્યારે છે. ક્રોધનો પ્રતિભાસ પણ અત્યારે છે. - ભૂતકાળમાં ક્રોધ થઈ ગયો એનો પ્રતિભાસ જ્ઞાનમાં છે. અને ભવિષ્યમાં થોડો કાળ બાકી રહે ગૃહસ્થ અવસ્થામાં તો પાંચ મહાવ્રતના પરિણામ આવશે શુભભાવ, એનો પ્રતિભાસ અત્યારે છે. પણ પાંચ મહાવ્રતના પરિણામ જ્ઞાનમાં આવતા નથી અને જ્ઞાયકમાંય આવતા નથી. અને ખરેખર એની સન્મુખ થઈને જ્ઞાન જાણતું નથી. અને મિથ્યાષ્ટિને મિથ્યાત્વના પરિણામ એનો પ્રતિભાસ થાય છે પણ મિથ્યાત્વ જ્ઞાનમાં આવતું નથી.