________________
અનેકાંત અમૃત
ટીકા :- આ વિશ્વમાં એક આકાશદ્રવ્ય છે. એમ કોઈને લાગે કે ભાઈ આટલું બધું ઝીણું કેમ છે. ભાઈ ઝીણું નથી આ તો હજી જાડું છે. ઝીણું તો હજી ઘણું છે. આ તો હજી સ્થળ છે.
આ વિશ્વમાં એક આકાશદ્રવ્ય છે, એક ધર્મદ્રવ્ય છે, એક અધર્મદ્રવ્ય છે. અસંખ્ય કાળદ્રવ્યો છે, અનંત જીવદ્રવ્યો છે અને તેનાથી પણ અનંતગણા પુદ્ગલદ્રવ્યો છે. લ્યો દ્રવ્યો છે અને એ દ્રવ્યોને બધાને જાણે છે જ્ઞાન. દ્રવ્યોની સિદ્ધિ કરી શું કામ? કે જાણે છે એમ કહેવું છે એટલે એને જાણે છે. અવસ્તુ નથી હોં. અહીંયા એને જાણે છે એમ સિદ્ધ કરવું હોય ત્યારે અવસ્તુ નહિ. પણ દ્રવ્ય ઉપર દૃષ્ટિ દેવી હોય ત્યારે પદાર્થ તો અવસ્તુ છે, પણ નવતત્ત્વ પણ અવસ્તુ છે. એ વિષય જુદો આ વિષય જુદો છે. એ ધ્યેયનો પાઠ છે આ યનો પાઠ ચાલે છે. સ્વજ્ઞેયનો હો, ધ્યેયપૂર્વક શેય થાય છે.
વળી તેમને જ પ્રત્યેકને ઉપર કહ્યા તે બધા પદાર્થને-પ્રત્યેકને અતીત એટલે ભૂતકાળ, અનાગત એટલે ભવિષ્યકાળ અને વર્તમાન એવા ત્રણ ભેદોથી ભેદવાળા નિરવધિ વૃત્તિ પ્રવાહની અંદર પડતા, નિરવધિ એટલે અવધિ વિનાનો. હદ વિનાનો-અંદર પડતા સમાઈ જતા અનંત પર્યાયો છે-એ બધા અનંત દ્રવ્યોમાં અનંત પર્યાયો એમાં રહેલા છે. પર્યાયથી સહિત દ્રવ્ય છે-એ રીતે આ બધાય દ્રવ્યો અને પર્યાયોનો સમુદાય જોય છે. ધ્યેય નથી. લખ્યું છે શું? શેય છે. એ શેય લખ્યું હોય ને, હા..એટલે કહે જુઓ અમે નહોતા કહેતા કે પરિણામી દ્રવ્ય ઉપાદેય છે. શેય છે પર્યાય સહિતનો આત્મા-પર્યાય સહિતનો આત્મા સ્વય થાય છે એમ. એવો આત્મા જણાય છે.કેવું ગોથું ખાઈ જાય છે. જાઓ જોય છે એના ઉપર લક્ષ નથી રહ્યું. શેયને ધ્યેય બનાવ્યું એટલે ધ્યેય રહી ગયું અને જ્ઞય ખોટું, બેય ખોટું. આહાહા ! દ્રવ્યાનુયોગ અતિસૂક્ષ્મ અને ગંભીર છે, એમ શ્રીમજી લખે છે કે આ દ્રવ્યાનુયોગમાં પ્રવેશ તો સમ્યગ્દષ્ટિનો છે, છતાં કોઈ ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય તો પણ એને દ્રવ્યાનુયોગનો ખ્યાલ આવે છે એટલું રાખ્યું છે.
શેય છે, તેમાં જ કોઈ ગમે તે એક જીવદ્રવ્ય જ્ઞાતા છે. બોલો. આ જીવો અનંત કહ્યાને, એમાંથી કોઈ એક જીવ જ્ઞાતા છે. કેમ કે જ્ઞેય છે તો જ્ઞાતા તો જોઈએ કે નહિ? જોય કહ્યું ને તો જ્ઞાતા કહ્યું. હવે અહીં, જેમ સમસ્ત દાહ્યને દહતો અગ્નિ, સમસ્ત દાહ્યને, લાકડા છાણા- કોલસા, ખડ સૂકેલું એને દાહ્ય કહેવાય, દહતો એટલે બાળતો અગ્નિ. સમસ્ત દાહ્યહેતુક સમસ્ત દાહ્ય જેનું નિમિત્ત છે. લાકડા આદિ અગ્નિના આકારમાં નિમિત્ત છે.
અગ્નિને બાળે છે એમાં નિમિત્ત નથી, કેમકે બાળી શકતો નથી અગ્નિ લાકડાને, બે પદાર્થ ભિન્ન ભિન્ન છે. લાકડા-છાણાં પદાર્થ જુદો અને અગ્નિ પદાર્થ જુદો છે. અગ્નિને એમાં ઓલા નિમિત્ત છે. જે પ્રકારની એની આકૃતિ છે એ પ્રકારની આકૃતિ અહીંયા એ આકૃતિરૂપે