________________
૯૬
અનેકાંત અમૃત જ્ઞાનની પર્યાયની સન્મુખ થઈને જાણે છે. (૪) કે જ્ઞાયકની સન્મુખ થઈને જ્ઞાયકને જાણતાં એ બધું જણાય જાય છે. છે શું? કેવી રીતે જાણે છે? જાણે છે એમ તો કહ્યું-કેવી રીતે જાણે છે એ સમજવા જેવું છે.
પરને જાણે છે એ તો દુનિયા આખી કહે છે-પણ જાણે છે કેવી રીતે પાને-પાને જાણે છે હોં, નથી જાણતો એમ નહિ. પરનું જાણવું ઉડતું નથી-પણ પરનું લક્ષ ઉડે છે અને પર જણાય જાય છે. પરનું લક્ષ છૂટી જાય છે અને લોકાલોક જણાય જાય છે. આહા ! અભૂત ચમત્કારિક વાતો છે આ બધી -(શ્રોતા :- પરનું જાણવું થઈ જાય છે ને પરનું લક્ષ છૂટી જાય છે આ જાણવાની ટેકનોલોજી છે) ટેકનોલોજી છે. અદ્ભુત વાત છે. જો થોડુંક મનને ચિત્તને એકાગ્ર કરીને જો સાંભળશે આ, તો થોડું સમજાશે અને વારંવાર વિચાર કરશે તો ઘણું સમજાશે.
હવે સર્વને નહિ જાણનાર એકને પણ જાણતો નથી, આત્માને જાણતો નથી. જે લોકાલોકનો જાણતો નથી તે આત્માને જાણતો નથી. પહેલા આપણે એમ કહ્યું કે લોકાલોકને જાણવું એ જ્ઞાનનો સ્વભાવ જ નથી એમ આપણે કહ્યું પહેલાં, અને પછી આચાર્ય ભગવાન કહે છે કે જે સર્વને જાણતો નથી તે એકને જાણતો નથી. એ શું? તો તો વિરોધ આવ્યો. કે ના. એમાં વિરોધ નથી. અવિરોધ વાત છે જો સાંભળ તું. જાણવાની પદ્ધતિ આખી જુદી છે. એની રીત જુદી છે જાણવાની.
જાણે નહિ યુગપ ત્રિકાળિક ત્રિભુવનસ્થ પદાર્થને
તેને સપર્યય એક પણ નહિ દ્રવ્ય જાણવું શક્ય છે. જે સર્વને જાણતો નથી તે એક દ્રવ્યને જાણતો નથી.
અન્વયાર્થ : જે એકી સાથે-એકી સાથે સૈકાલિક ત્રિભુવનસ્થ. ત્રણે કાળમાં ત્રિભુવનસ્થ એટલે રહેલા, જગતમાં રહેલા પદાર્થો ત્રણે કાળના અને ત્રણે લોકના પદાર્થોને જાણતો નથી તેને પર્યાય સહિત એક દ્રવ્ય પણ જાણવું શક્ય નથી. આમાં પંડિતોએ ગોથું ખાધું. જુઓ આમાં ચોખ્ખું લખ્યું છે. સર્વને જાણે એ એકને જાણે-તમે કહો છો પરને જાણતો નથી-પરને જાણતો નથી. પ્રવચનસારની ગાથા ૪૮ વાંચો-આને માનો છો કે નહિં? હા. અમે કહીએ છીએ કે લોકાલોકને જાણે છે-લાલુભાઈ કહે છે આ? હા. હું કહું છું-લખી દઉં. હું લખીને આપું તને.
ત્રણે કાળના પદાર્થને પર્યાય સહિત જ્ઞાન જાણે છે. છદ્મસ્થનું જ્ઞાન જાણે છે. કેવળી તો જાણે પણ છબસ્થનું જ્ઞાન પણ જાણે છે. આહાહા ! પણ કેવી રીતે જાણે છે? આહાહા ! એ માલ છે એમાં.