________________
૯૫
અનેકાંત અમૃત પ્રતિભાસ થાય છે. ત્રીજો બોલ એ કહ્યો. - હવે એ જે સ્વપરનો પ્રતિભાસ જેમાં થાય છે એ જ્ઞાનઉપયોગ સામાન્યમાં એ જ્ઞાન ઉપયોગનું નામ જોયાકાર જ્ઞાન છે, જોયાકાર એટલે સ્વ અને પર બે પ્રકારના જોયો છે-બેને જાણે છે માટે શેયાકાર છે એમ નહિ. બેનો પ્રતિભાસ થાય છે બે શેયનો, માટે એ જ્ઞાનની પર્યાયનું નામ જોયાકાર જ્ઞાન છે. હવે એ જોયાકાર જ્ઞાન જ સ્વને જાણે તો સમ્યજ્ઞાન પર જાણે તો મિથ્યાજ્ઞાન. અહીંયા ભેદજ્ઞાનની કળા રહેલી છે.
હવે આ પ્રતિભાસનું પેટ બહુ મોટું છે. પ્રતિભાસ છે ને એનું પેટ બહુ મોટું છે. એ એના કરતાં જ્ઞાનનું પેટ એવું મોટું છે કે લોકાલોક પ્રતિભાસે છે એને તો એ જ્ઞાન પી જાય છે, એના કરતાં અનંત અલોકાકાશ હોય તો પણ એને પ્રતિભાસીને પી જાય છે. એવો જ્ઞાનનો સ્વભાવ છે. એટલે એક વિષય એવો આજે લેવો છે-ગૂઢ છે પણ સમજવા જેવો છે. આ વિષય સમજશે તો એને પ્રતિભાસનો મહિમા આવી જશે અને પરને જાણુ છું એ શલ્ય નીકળી જશે. એટલો એમાં આત્મલાભ થશે એવી વાત અત્યારે આપણે કરવાની છે એ પ્રવચનસારમાં છે.
આ બધું શાસ્ત્રમાં છે. પ્રવચનસાર એનો જે જ્ઞાન અધિકાર છે એમાં ૩૦ ગાથાથી વિષય ચાલતો ચાલતો ૪૮-૪૯ ગાથાએ પૂરો થાય છે. એમાં આપણે ૪૮ ગાથા લઈએ અને આપણે જે કહેવું છે એ ૪૯ ગાથામાં આવશે. પહેલાં હું ૪૮ ગાથા જોઈ જાઉં અને વાંચી જાઉં. પછી ૪૯ ગાથા આવશે એમાં ખૂબ વિસ્તાર કરવાનો છે. પ્રવચનસાર જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપન ગાથા ૪૮.
હવે સર્વને નહિ જાણનાર એકને પણ જાણતો નથી-અહીં આપણે પહેલાં શું કહ્યું કે સર્વને જાણવું એ સ્વભાવ નથી. પણ એકને જાણવું તે સ્વભાવ છે. જરાક વાત ગૂઢ ને ગંભીર છે. સમજી ગયા. અહીંયા એમ કહે છે કે જે સર્વને નહિ જાણનાર લોકાલોકને જે જ્ઞાન જાણતું નથી, એ એકને જાણતું નથી. આપણે શું કહ્યું કે લોકાલોકને જાણવાનો સ્વભાવ નથી. આપણે એમ કહ્યું ને ! તો પછી વિરોધ વાત આવી ને-ના. વિરોધ નથી અવિરોધ છે. તું પહેલા પ્રતિભાસને મુખ્ય રાખજે-પ્રતિભાસને મુખ્ય રાખીશ તો સમજાશે-પ્રતિભાસનું પેટ બહુ મોટું છે.
જે સર્વને નહિ જાણનાર, હવે સર્વને કેવી રીતે જ્ઞાન જાણે છે એ જગતને ખબર નથી. એનું અંધારું થઈ ગયું છે. લોકાલોકને જાણે કેવળી, છબસ્થ પણ પોતાના ક્ષયોપશમ અનુસાર સ્વપર બેયને જાણે-પણ જ્ઞાન કેવી રીતે પરને જાણે છે. (૧) પરસમ્મુખ થઈને જાણે છે (૨) પ્રતિભાસની સન્મુખ થઈને જાણે છે (૩) કે પ્રતિભાસ જેમાં-જ્ઞાનની પર્યાયમાં થાય એ