________________
८४
અનેકાંત અમૃત
વિડીયો કેસેટ પ્રવચન નં. ૬૮૫ સળંગ પ્રવચન નં. ૭
તા. ૩-૮-૯૦
આપણે બે દિવસ થયા વિષય ચાલે છે કે આત્માનું સ્વરૂપ શું છે અને એનો અનુભવ કેમ થાય? એ વિષયની મુખ્યતાથી ચર્ચા ચાલે છે. એમાં ચાર બોલથી સ્વભાવની સિદ્ધિ કરી. એક જ્ઞાયક ભાવછે એ શુદ્ધ આત્મતત્ત્વ છે. એ અનાદિ અનંત પરિપૂર્ણ નિત્ય નિરાવરણ એને કોઈ પ્રકારનું ભાવકર્મ-દ્રવ્યકર્મ કે નોકર્મનું આવરણ નથી. એવો શુદ્ધ સ્ફટિક સમાન સ્વચ્છ અને શુદ્ધ છે આત્મા. એને કોઈની અપેક્ષા નથી. અનાદિ અનંત એ સ્વભાવ છે. છે ને છે. છે. છે ને છે એમ જ રહેવાનો અનાદિ અનંત. એમાં કોઈપણ જાતનો ફેરફાર થતો નથી, એને આત્મા કહેવામાં આવે છે. એ આત્માનું લક્ષ કરતાં જીવને સમ્યગ્દર્શનાદિ ભાવો પ્રગટ થાય છે. એવા શુદ્ધાત્માને લક્ષ કરનારું જ્ઞાન પણ જોઈએ. જ્ઞાન વિના જ્ઞાયકને જાણે કોણ ? કેમ કે જ્ઞાયક જ્ઞાયકને નથી જાણતો-જ્ઞાન જ્ઞાયકને જ્ઞાયક થઈને જાણે છે. જ્ઞાયક તો નિષ્ક્રિય છે, એમાં તો ક્રિયા છે નહિ એટલે ક્રિયા જેમાં ન હોય એ આને જાણે ને આને ન જાણે એ એમાં રહેતું નથી.
પછી જ્ઞાયક ઉપરથી બીજો ભાવ લીધો કે એને જાણનાર જોઈએ. એને જાણનાર એક ઉપયોગ પ્રગટ થાય છે. કોને જાણનાર? જ્ઞાયકને જાણનાર - ધ્યાન રાખજો. પરને જાણનાર નહિ અને સ્વપરને જાણનાર નહિ. પરને જાણનાર એવો ઉપયોગ પ્રગટ થતો નથી, કોઈ કાળે, ભૂતકાળમાં થયો નથી. વર્તમાનમાં થતો નથી અને ભવિષ્યકાળે થશે નહિ. અને એ ઉપયોગ પ્રગટ થાય છે એ પરને જાણનારો તો પ્રગટ થતો નથી પણ સ્વપરપ્રકાશક જ્ઞાન પણ પ્રગટ થતું નથી. એકલું સ્વપ્રકાશક જ્ઞાન પ્રગટ થાય છે. એનું નામ ઉપયોગ છે. હવે એ ઉપયોગ છે, જે પ્રગટ થાય છે તે પરિણામિકભાવે છે નિરપેક્ષ છે, એને કોઈ કર્મની અપેક્ષા નથી. - હવે એ બે નંબર થયાં. (૧) ત્રિકાળી દ્રવ્ય અનાદિ અનંત અને (૨) ઉપયોગ પણ આવો અનાદિ અનંત છે. હવે ત્રીજા બોલમાં શું કહે છે કે ઉપયોગનું લક્ષણ શું? સ્વને જાણે એમ લક્ષણ ન બાંધતા, સ્વપરનો એમાં પ્રતિભાસ થાય છે એવું એનું લક્ષણ છે. નહિતર એકાંત થઈ જાય. કેમ કે જો એકાંતે આમ જ હોય તો કોઈ અજ્ઞાની અને કોઈ જ્ઞાની એવા બે ભેદ ન રહે માટે એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. સ્વપરને જાણે છે એમ નહિ. સ્વપરનો