________________
૯૩
અનેકાંત અમૃત
હવે એકને નહિ જાણનાર સર્વને જાણતો નથી એમ નક્કી કરે છે :
ટીકા :- પ્રથમ તો આત્મા ખરેખર સ્વયં જ્ઞાનમય હોવાથી જ્ઞાતાપણાને લીધે જ્ઞાન જ છે; અને જ્ઞાન દરેક આત્મામાં વર્તતું (-રહેતું) પ્રતિભાસમય મહાસામાન્ય છે. તે (પ્રતિભાસમય મહાસામાન્ય) પ્રતિભાસમય અનંત વિશેષોમાં વ્યાપનારું છે; અને તે વિશેષોનાં (-ભેદોનાં) નિમિત્ત સર્વ દ્રવ્યપર્યાયો છે. હવે જે પુરુષ સર્વ દ્રવ્યપર્યાયો જેમનાં નિમિત્ત છે એવા અનંત વિશેષોમાં વ્યાપનારા પ્રતિભાસમય મહાસામાન્યરૂપ આત્માને સ્વાનુભવપ્રત્યક્ષ કરતો નથી, તે (પુરુષ) પ્રતિભાસમય મહાસામાન્ય વડે વ્યાપ્ય (-વ્યપાવાયોગ્ય) જે પ્રતિભાસમય અનંત વિશેષો તેમનાં નિમિત્તભૂત સર્વ દ્રવ્યપર્યાયોને કઈ રીતે પ્રત્યક્ષ કરી (જાણી) શકે? ન જ કરી શકે.) આ રીતે એમ ફલિત થાય છે કે જે આત્માને જાણતો નથી તે સર્વને જાણતો નથી.
હવે ત્યારે એમ નક્કી થાય છે કે સર્વના જ્ઞાનથી આત્માનું જ્ઞાન અને આત્માના જ્ઞાનથી સર્વનું જ્ઞાન; અને આમ હોતાં; આત્મા જ્ઞાનમયપણાને લીધે સ્વસંતક હોવાથી, જ્ઞાતા અને શેયનું વસ્તપણે અન્યત્વ હોવા છતાં પ્રતિભાસ અને પ્રતિભાસ્યમાનનું પોતાની અવસ્થામાં અન્યોન્ય મિલન હોવાને લીધે (અર્થાત્ જ્ઞાન અને શેય, આત્માની-જ્ઞાનની અવસ્થામાં પરસ્પર મિશ્રિત-એકમેકરૂપ હોવાને લીધે) તેમને ભિન્ન કરવા અત્યંત અશક્ય હોવાથી, બધુંય જાણે કે આત્મામાં નિખાત (પેસી ગયું) હોય એ રીતે પ્રતિભાસે છે-જણાય છે. (આત્મા જ્ઞાનમય હોવાથી પોતાને સંચેતે છે-અનુભવે છે-જાણે છે; અને પોતાને જાણતાં સર્વજોયો-જાણે કે તેઓ જ્ઞાનમાં સ્થિત હોય એ રીતે-જણાય છે, કારણ કે જ્ઞાનની અવસ્થામાંથી શેયાકારોને ભિન્ન કરવા અશક્ય છે.) જો આમ ન હોય તો (અર્થાત્ જ આત્મા સર્વને ન જાણે તો) જ્ઞાનને પરિપૂર્ણ આત્મસંચેતનનો અભાવ થવાથી પરિપૂર્ણ એક આત્માનું પણ જ્ઞાન સિદ્ધ ન થાય.
ભાવાર્થ :- ૪૮ ને ૪૯ મી ગાથામાં એમ દર્શાવ્યું કે જે સર્વને જાણતો નથી તે પોતાને જાણતો નથી, અને જે પોતાને જાણતો નથી તે સર્વને જાણતો નથી. પોતાનું જ્ઞાન અને સર્વનું જ્ઞાન એકીસાથે જ હોય છે. પોતે અને સર્વ-એ બેમાંથી એકનું જ્ઞાન હોય અને બીજાનું ન હોય એ અસંભવિત છે.
આ કથન એકદેશ જ્ઞાનની અપેક્ષાએ નથી પરંતુ પૂર્ણ જ્ઞાનની (કવળજ્ઞાનની) અપેક્ષાથી છે. ૪૯ ૧. જ્ઞાન સામાન્ય વ્યાપક છે અને જ્ઞાનના વિશેષો-ભેદો વ્યાપ્ય છે. તે જ્ઞાનવિશેષોનાં નિમિત્ત શેયભૂત સર્વદ્રવ્યો અને પર્યાયો છે. ૨. નિખાત= ખોદીને અંદર ઊંડું ઊતરી ગયેલું; અંદર પેસી ગયેલું.
@