________________
૮૮
અનેકાંત અમૃત તો મિથ્યાજ્ઞાન અને સ્વ થાય તો સમ્યજ્ઞાન. સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાન બે એક સાથે રહેતા નથી. નિશ્ચય અને વ્યવહાર એક સાથે રહે-નિશ્ચય રત્નત્રય અને વ્યવહાર રત્નત્રય એક સાથે રહે-પણ મિથ્યાજ્ઞાન હોય ત્યારે સમ્યજ્ઞાન અને સમ્યજ્ઞાન હોય ત્યારે મિથ્યાજ્ઞાન એમ છે નહિ, જ્ઞાન એક જ છે. કાં સમ્યજ્ઞાન અને કાં મિથ્યાજ્ઞાન. કાં બંધમાર્ગમાં જાય છે અને કાં મોક્ષમાર્ગમાં આવી જાય છે.
એ જ જ્ઞાનના બે ભેદ થઈ જાય છે. હવે બે ભેદના નામ આપે છે. બે ભેદના નામ આપે છે. વિષયભેદે બે નામ થઈ જાય છે. સમ્યજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાન નામ પામે છે. જ્ઞાયકને જાણે છે-સ્વને જાણે તો સમ્યજ્ઞાન છે અને પરનું લક્ષ કરીને પરને જાણવા જાય છે તો મિથ્યાજ્ઞાન નામ પામે છે. એ તો સંસાર છે ઈ પરસમય છે. પરને એકત્વપણે જાણતો અને એકત્વપણે પરિણમતો તેને પરસમય કહેવામાં આવે છે. ભગવાન આત્માની સન્મુખ થઈને જે જ્ઞાન એકત્વપણે, એમ ભિન્ન રહીને એને નથી જાણતું જ્ઞાન. (શ્રોતા :- ત્યાં સુધી તો જોયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો.) ત્યાં સુધી અનુભવ નથી. એકત્વ થાય ત્યારે સ્વરૂપ પ્રકાશનની અવસ્થા થઈ, ત્યાં સુધી પરોક્ષ જ્ઞાન હતું. આહાહા !
જ્ઞાયકને એકત્વપણે જાણતો અને એકત્વપણે પરિણમતો તેનું નામ સ્વસમય એટલે સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. અને રાગની સન્મુખ થઈને પરની સન્મુખ થઈને જે જ્ઞાન જાણે છે તે જ્ઞાનનું નામ-પરમાં એકત્વ થઈને જાણતો-એકાકાર થઈને જાણતો કે રાગ હું છું અને એકત્વપણે પરિણમતો પાછું એકત્વપણે જાણે છે એમ નહિ પણ એકત્વબુદ્ધિપણે પરિણમે છે. તેનું નામ મિથ્યાજ્ઞાન છે. તેને પરસમય કહેવામાં આવે છે. થઈ ગયો ટાઈમ પુરો. ત્રણ ચાર મિનિટ બાકી છે પણ હવે નહીં ચાલે વધારે.
પહેલાના કાળમાં તો ખબર ન પડે અને એક કલાક ચાલતું. મનેય ખબર ન પડે. હવે ખબર પડે છે કે ટાઈમ થઈ ગયો. (શ્રોતા :- પણ પૂરેપૂરું દઈ દીધા પછી ખબર પડે છે.) ચાર સુધી તો સ્વભાવ કહ્યો. (શ્રોતા :- હા જી પ્રભુ) પછી જ્ઞાનને સ્વ તરફ વાળવું કે પર તરફ વાળવું ઈ એની મરજીની વાત છે ઇચ્છા એની. શલ્ય છે હું પરને જાણું છું. એટલે પર તરફ વળવું એને વિભાવ હોવા છતાં સ્વભાવરૂપ ક્રિયા લાગી એટલે નિષેધ નથી આવતો. સ્વભાવરૂપ ક્રિયા લાગી. (શ્રોતા :- સ્વભાવરૂપ ક્રિયાનો નિષેધ કેવી રીતે આવે એ તો ઝેર છે એમ સમજે તો ખબર પડે) ઝેર જ છે. ઈન્દ્રિયજ્ઞાન ઉત્પન્ન થાય એટલે મોહ ઉત્પન્ન થાય જ.
મોક્ષમાર્ગ પ્રકાશકમાં લીધું છે કે જાણે એમાં મમત્વ કરે છે. ઈન્દ્રિયજ્ઞાન જેને જાણે છે એમાં મમત્વ કર્યા વગર રહેતું નથી. મમત્વ કહો-મોહ કહો કે રાગદ્વેષ કહો. એકાર્થ છે