________________
અનેકાંત અમૃત માટે ભાવઈન્દ્રિયને જીતવાનું કહ્યું છે. પહેલો પાઠ એ છે. મિથ્યાત્વને જીતવાનો પહેલો પાઠ છે. ૩૧ મી ગાથામાં ઈન્દ્રિયજ્ઞાનને જીતવાનું કહ્યું. ઈન્દ્રિયજ્ઞાનને કેમ જીતવું? એને જાણવાનું બંધ કરીને અધિક જાણે આત્માને. આત્માને જાણતાં ઈન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર બંધ થઈ જાય છે, ક્ષય થતો નથી. (શ્રોતા :- બંધ થઈ જાય છે.) બંધ થઈ જાય છે. પછી પાછું ઉત્પન્ન થાય તો પણ તેમાં એકત્વ થતું નથી. અહીં એકત્વ થઈ ગયું ને એટલે ત્યાં એકત્વ થતું નથી.
(શ્રોતા :- ઈન્દ્રિયજ્ઞાન થાય એનો ક્યાં વાંધો છે – એકત્વ થાય એનો વાંધો છે, તે નીકળી ગયું) મમતા ન રહી. શાસ્ત્રજ્ઞાનના ઉઘાડમાં મમતા ગઈ. જોય છે ને. પછી પ્રતિભાસ દેખીને ઉપચારથી જાણેલો પ્રયોજનવાન કહેવાય. (શ્રોતા :- ઈન્દ્રિયજ્ઞાનનો પ્રતિભાસ દેખીને ઉપચારથી જાણેલો પ્રયોજનવાન કહેવાય.) જાણતો નથી. (શ્રોતા :- ફરીથી) જાણે છે ઈન્દ્રિયજ્ઞાન. ઈન્દ્રિયજ્ઞાન અને એના વિષયો બેય પ્રતિભાસે છે. જ્ઞાનમાં ઉપયોગમાં આવતા નથી. ઈન્દ્રિયજ્ઞાનેય આવતું નથી અને એનો વિષય પણ આવતો નથી.
પ્રતિભાસ કીધો પછી ઉડી ગયું-ભેદજ્ઞાન થઈ ગયું. આ તો ભેદજ્ઞાનની ચાવી છે. (શ્રોતા :- ભાઈ આ ચાવી હાથમાં ન આપી હોત તો કોઈ રીતે તાળું ખુલત નહિં.) સ્વપરપ્રકાશકમાં જીવો ગોથું ખાઈ ગયા-હજારો વાર સેંકડો વાર સંતો કહે છે. આગમ કહે છે. ગુરુદેવ પણ કહે છે. પણ પ્રતિભાસ તારો સ્વભાવ છે. (શ્રોતા :- પ્રતિભાસ શબ્દ રહસ્યમય છે. તેનો જરા વિચાર કરે તો રહસ્ય ખૂલી જાય.) સમયસારમાં બીજી ગાથામાં એનું રહસ્ય ખોલી નાખ્યું છે. બીજી ગાથાની ટીકામાં એ ખોલ્યું છે. ટીકા કરી છે એટલે અનુવાદ કર્યો છે-અનુવાદકર્તાએ બહુ સારી વાત કરી છે. પોતાના અને પરદ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી. પ્રકાશે છે બેયને.
જેણે સમસ્ત રૂપને પ્રકાશનાર એકરૂપપણું પ્રાપ્ત કર્યું છે. એ તો અનુવાદ કર્યો ગુજરાતી. હવે એનો કસ કર્યો કોઈએ કોણે કર્યો ઈ ખબર નથી. અર્થાત્ જેમ-જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે, પેલામાં આવ્યું હતું પ્રકાશે છે-આમાં આવ્યું કે પ્રતિભાસે છે-એવા એક જ્ઞાનના આકારરૂપ જે છે-(શ્રોતા:- પાછું ત્યાં પણ એક જ કહ્યું) એક જ છે ને પણ જ્ઞાન તો એક જ હોય ને. અનેક પ્રતિભાસે એટલે જ્ઞાનના અનેક પ્રકાર થઈ ગયા? રાગને જાણનારું જ્ઞાન જુદું. ક્રોધને જાણનારું જ્ઞાન જુદું. દેવને જાણનારું જ્ઞાન જાદુ. શાસ્ત્રને જાણનારું જ્ઞાન જાદુ. સોનગઢને જાણનારું જ્ઞાન જાથું મુંબઈને જાણનારું જ્ઞાન જુદું. અમેરિકાને જાણનારું જ્ઞાન જુદું. એમ હોય કોઈ દિ' ?