________________
અનેકાંત અમૃત
૮૭. રાગ જડ છે. બેન પટેલ છે. બેય આવે છે. પટેલ આત્મા છે. પટેલ-વાણીયા એમ ક્યાં છે. ભગવાન આત્મા છે.
ભગવાન આત્મા છે-પાછો ઉપયોગ પ્રગટ થાય છે અને એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે એનું નામ જોયાકાર જ્ઞાન છે-આવા જોયાકાર જ્ઞાનમાં ભગવાન આત્મા જણાય
જ્યારે ત્યારે અનુભવ થઈ જાય છે. બસ ! કેમકે અર્થવિકલ્પપણે બધા જ્ઞાનોમાં છે, આઠેય જ્ઞાનમાં હોં. પ્રવચનસાર જયસેનાચાર્ય ભગવાનની ટીકામાં બધા જ્ઞાનોમાં છે. પરંતુ, હવે જાઓ, બધા જ્ઞાનોમાં સ્વપરનો પ્રતિભાસ તો છે એટલે જ્ઞયાકાર જ્ઞાન તો બધાને થાય છે. પરંતુ હવે અહીંયા પરસમ્મુખ થાય છે કે સ્વસમ્મુખ થાય છે. એ વાત હવે કરે છે.
પરંતુ વિશેષ વિષયોની અપેક્ષાએ-જ્ઞાન સામાન્ય કહ્યું હતું. હવે જ્ઞાનને વિશેષ કહે છે-વિશેષ એટલે સ્વનો સંબંધ એ પણ વિશેષ અને પરનો સંબંધ એ પણ વિશેષ. પેલો ઉપયોગ સામાન્ય છે એને કોઈ વિષય ન હતો. સાંભળજો. સામાન્ય કેમ કહ્યું? એનો વિષય કોઈ નથી. (શ્રોતા :- માટે બંધ મોક્ષની પ્રવૃત્તિ તો હતી નહિ) અને હવે, એ જે સામાન્ય હતું જ્ઞાન, જેમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે, એવું જ્ઞયાકાર જ્ઞાન તો બધાની પાસે છે. હવે એવું જોયાકાર જ્ઞાન-તેના જ્ઞાનના બે ભેદ થઈ જાય છે-જ્ઞાન એક જ હતું. હવે જ્ઞાનના બે ભેદ-સમ્યજ્ઞાન ને મિથ્યાજ્ઞાન હો-બે ભેદ એટલે? જ્ઞાન તો એક જ છે પણ એનું નામ ભેદ છે. વિષયભેદે નામ ભેદ છે. (શ્રોતા :- વિષયભેદે નામ ભેદ) છે. જ્ઞાન તો એક જ છે. એક જ જ્ઞાન સમ્યજ્ઞાનરૂપે હોય અને એ જ જ્ઞાન મિથ્યાજ્ઞાનરૂપે હોય એમ નથી. અને એ જ જ્ઞાન સમ્યજ્ઞાનરૂપે હોય અને બીજી જ્ઞાન મિથ્યાજ્ઞાનરૂપે હોય એમ નથી. જ્ઞાન એક જ છે. વિષયભેદે નામ ભેદ હોવા છતાં જ્ઞાન તો એક જ છે. સમજાણું? જ્ઞાનના બે પ્રકાર થઈ જાય? નહિ. જ્ઞાન તો એક જ પ્રકારે છે. સ્વસમ્મુખ થાય એને સમ્યજ્ઞાન અને પરમસન્મુખ થાય એને મિથ્યાજ્ઞાન કહેવાય. વિષયભેદે નામભેદ છે તો પણ જ્ઞાન તો એક જ છે. આહાહા ! - અજ્ઞાની પાસે અજ્ઞાનભાવ છે અને જ્ઞાની પાસે જ્ઞાનભાવ છે. બસ. આહાહા ! ઈન્દ્રિયજ્ઞાન છે એ કાંઈ જ્ઞાનીનું જ્ઞાન નથી એ શેયનું જ્ઞાન છે. ઈન્દ્રિયજ્ઞાન તો સંયોગ છે. હવે નવતત્ત્વ સંયોગ છે તો પછી ઈન્દ્રિયજ્ઞાનની તો વાત જ શું કરવી? બહુ સરસ સ્વાધ્યાય ચાલે છે હોં. ઓહોહોહોહો ! વિશેષ વિષયોની અપેક્ષાએ, શેયાકાર જ્ઞાનમાં તું કોને જાણે છે વર્તમાનમાં ! વિશેષ-વર્તમાન જ્ઞયાકાર જ્ઞાન તો છે બધાની પાસે. સામે પદાર્થ રાખીને જો કે શેય જણાય છે કે એ જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. પ્રયોગ કરને હવે. થીયરી તો આવી ગઈ. હવે પ્રયોગની વાત છે. જ્ઞાયક ! શેયાકાર જ્ઞાન તો થયું-હવે જો એનો વિષય પર હોય