________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૩૬ ]
| [ મોક્ષશાસ્ત્ર વળી એષણા સમિતિમાં પણ તે અર્થ ઘટતો નથી, કેમ કે ત્યાં દોષ ટળે છે, પણ કાંઈ પર જીવની રક્ષાનું પ્રયોજન નથી.
(૨) પ્રશ્ન- તો પછી સમિતિનું ખરું સ્વરૂપ શું?
ઉત્તર- મુનિને કિંચિત્ રાગ થતાં ગમનાદિ ક્રિયા થાય છે, ત્યાં તે ક્રિયામાં અતિ આસક્તિના અભાવથી તેમને પ્રમાદરૂપ પ્રવૃત્તિ થતી નથી, તથા બીજા જીવોને દુઃખી કરીને પોતાનું ગમનાદિ પ્રયોજન સાધતા નથી તેથી તેમનાથી સ્વયં દયા પળાય છે; એ પ્રમાણે સાચી સમિતિ છે. ( જાઓ, મોક્ષમાર્ગ-પ્રકાશક પા. ર૩ર).
1. અભેદ, ઉપચારરહિત જે રત્નત્રયનો માર્ગ તે માર્ગરૂપ પરમધર્મદ્વારા પોતાના આત્મસ્વરૂપમાં સમ' અર્થાત્ સમ્યક પ્રકારે “ઇતા” અર્થાત્ ગમન તથા પરિણમન તે સમિતિ છે. અથવા છે. પોતાના આત્માના પરમતત્ત્વમાં લીન સ્વાભાવિક પરમજ્ઞાનાદિ પરમધર્મોની એકતા તે સમિતિ છે. આ સમિતિ સંવરનિર્જરારૂપ છે (જાઓ, શ્રી નિયમસાર ગાથા ૬૧).
(૩) સમ્યગ્દષ્ટિ જીવો જાણે છે કે આત્મા પર જીવોને હણી શકે નહિ, પદ્રવ્યોનું કાંઈ કરી શકે નહિ, ભાષા બોલી શકે નહિ, શરીરનું હલન-ચલનાદિ કરી શકે નહિ; શરીર ચાલવા લાયક હોય ત્યારે સ્વયં ચાલે, પરમાણુઓ ભાષારૂપે પરિણમવાના હોય ત્યારે સ્વયં પરિણમે; પર જીવ તેના આયુષ્યની યોગ્યતા પ્રમાણે જીવે કે મરે; પણ તે કાર્યો વખતે પોતાની યોગ્યતાનુસાર જીવને રાગ હોય છે એટલો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે; તેથી નિમિત્ત અપેક્ષાએ સમિતિના પાંચ પ્રકાર પડે છે. ઉપાદાનમાં તો ભેદ પડતા નથી.
(૪) ગુમિ નિવૃત્તિસ્વરૂપ છે અને સમિતિ પ્રવૃત્તિસ્વરૂપ છે. સમ્યગ્દષ્ટિને સમિતિમાં જેટલે અંશે વીતરાગભાવ છે તેટલે અંશે સંવર છે અને જેટલે અંશે રાગ છે તેટલે અંશે બંધ છે.
(૫) મિથ્યાદષ્ટિ જીવ તો એમ માને છે કે હું પર જીવોને બચાવી શકું તથા હું પરદ્રવ્યોનું કરી શકું, તેથી તેને સમિતિ હોતી જ નથી. દ્રવ્યલિંગી મુનિને શુભોપયોગરૂપ સમિતિ હોય છે પણ તે સમ્યક્રસમિતિ નથી અને સંવરનું કારણ નથી; વળી તે તો શુભોપયોગને ધર્મ માને છે, તેથી તે મિથ્યાત્વી છે (જાઓ, શ્રી પંચાસ્તિકાય, ગાથા. ૧૭ર ટીકા).
૨. પૂર્વે સમિતિને આસવરૂપ કહી હતી અને અહીં
સંવરરૂપ કહી, તેનું કારણ અ. ૬. સૂ. ૫. માં પચીસ પ્રકારની ક્રિયાઓને આસ્રવનું કારણ કહ્યું છે, ત્યાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com