________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૯ સૂત્ર ૫]
[ પ૩પ વચનની પ્રવૃત્તિ અટકે અને જીવ પરમ ચૈતન્યમાં સ્થિર થાય, તે નિશ્ચયવચનગુતિ છે. સંયમધારી મુનિ જ્યારે પોતાના આત્મસ્વરૂપ ચૈતન્યમય શરીરથી જડ શરીરનું ભેદજ્ઞાન કરે છે (અર્થાત શુદ્ધાત્માના અનુભવમાં લીન થાય છે, ત્યારે અંતરંગમાં પોતાના આત્માની ઉત્કૃષ્ટ મૂર્તિનું નિશ્ચલપણું થયું તે કાયમુસિ છે.
(જાઓ, શ્રી નિયમસાર ગાથા ૬૯-૭૦ તથા તેની ટીકા પાનું ૮૪-૮૫) (૩) અનાદિ અજ્ઞાની જીવોએ કદી સમ્યગુમિ ધારણ કરી નથી. અનેકવાર દ્રવ્યલિંગી મુનિ થઇને જીવે શુભોપયોગરૂપ ગુણિ સમિતિ વગેરે નિરતિચાર પાળી, પણ તે સમ્યક ન હતી. સમ્યગ્દર્શન પ્રાપ્તિ કર્યા વગર કોઈ જીવને સમ્યગુતિ થઈ શકે નહિ અને તેનું ભવભ્રમણ ટળે નહિ. માટે પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરીને ક્રમે ક્રમે આગળ વધીને સમ્યગ્રગતિ પ્રગટ કરવી જોઇએ.
(જુઓ, પંચાસ્તિકાય, ગાથા ૧૭૨, ટીકા; મોક્ષમાર્ગ-પ્રકાશક પા. ૨૪૭). (૪) છઠ્ઠી ગુણસ્થાનવર્તી સાધુને શુભભાવરૂપ ગુમિ પણ હોય છે, પણ તે આત્માનું સ્વરૂપ નથી; તે શુભ વિકલ્પ છે તેથી તે જ્ઞાનીને હેયબુદ્ધિએ હોય છે, કેમ કે તેનાથી બંધ થાય છે. તેને વ્યવહારગુમિ કહેવાય છે. તે ટાળીને સાધુ નિર્વિકલ્પદશામાં સ્થિર થાય છે, તે સ્થિરતાને નિશ્ચયગુમિ કહેવાય છે, તે નિશ્ચયગુતિ સંવરનું કારણ છે. (જુઓ, શ્રી પ્રવચનસાર અ.૩ ગાથા ૨) || ૪
બીજા સૂત્રમાં સંવરના છ કારણો બતાવ્યા છે, તેમાંથી ગુતિનું વર્ણન પૂરું થયું. હવે સમિતિનું વર્ણન કરે છે.
સમિતિના પાંચ ભેદ ईर्याभाषैषणादाननिक्षेपोत्सर्गाः समितयः ।।५।।
અર્થ:ફુટ્ય ભાષા પુષTI Hવાનનિક્ષેપ ઉત્સT:] સમ્યક ઇર્યા, સમ્યક ભાષા, સમ્યફ એષણા, સમ્યક આદાનનિક્ષેપ અને સમ્યક ઉત્સર્ગ-એ પાંચ [ સમિતય:] સમિતિ છે. (ચોથા સૂત્રનો સમ્યક’ શબ્દ આ સૂત્રમાં પણ લાગુ પડે છે.)
ટીકા ૧. સમિતિનું સ્વરૂપ અને તે સંબંધી થતી ભૂલ (૧) પરજીવોની રક્ષાર્થે યત્નાચાર પ્રવૃત્તિને ઘણા જીવો સમિતિ માને છે, પણ તે યથાર્થ નથી. કેમ કે હિંસાના પરિણામોથી તો પાપ થાય છે, અને જો રક્ષાના પરિણામોથી સંવર થાય છે એમ માનવામાં આવે તો પુણ્યબંધનું કારણ કોણ ઠરશે?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com