________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૧૪ ]
[ મોક્ષશાસ્ત્ર ટીકા (૧) મોહકર્મનો વિપાક થતાં જીવ જે પ્રકારનો વિકાર કરે તે પ્રકારે જીવે ફળ ભોગવ્યું કહેવાય છે, તેનો અર્થ એટલો છે કે જીવને વિકાર કરવામાં મોહકર્મનો વિપાક નિમિત્ત છે. કર્મનો વિપાક કર્મમાં થાય, જીવમાં થાય નહિ. જીવને પોતાના વિભાવભાવનો અનુભવ થાય તે જીવનો વિપાક-અનુભવ છે.
(૨) આ સૂત્ર પુદ્ગલકર્મના વિપાક-અનુભવને સૂચવનારું છે. બંધ થતી વખતે જીવનો જેવો વિકારીભાવ હોય તેને અનુસરીને પુગલકર્મ માં અનુભાગ બંધ થાય છે અને તે ઉદયમાં આવે ત્યારે કર્મનો વિપાક, અનુભાગ કે અનુભવ થયોએમ કહેવાય છે. આ ૨૧T
અનુભાગબંધ કર્મના નામ અનુસાર થાય છે.
સ યથાવામા ૨૨ાા અર્થ:- [૪] તે અનુભાગબંધ [ કથાનામ] કર્મોના નામ પ્રમાણે જ થાય છે.
ટીકા
જે કર્મનું જે નામ છે તે કર્મમાં તેનો જ અનુભાગબંધ પડે છે. જેમ કેજ્ઞાનાવરણકર્મમાં “જ્ઞાન જ્યારે રોકાય ત્યારે નિમિત્ત થાય' એવો અનુભાગ હોય છે; દર્શનાવરણકર્મમાં દર્શન જ્યારે રોકાય ત્યારે નિમિત્ત થાય' એવો અનુભાગ હોય છે. IT ૨૨TI
ફળ આપ્યા પછી કર્મોનું શું થાય છે
તતૐ નિર્નર રરૂા. અર્થ- [ તત: ] તીવ્ર, મધ્યમ કે મંદફળ (અનુભાગ) આપ્યા પછી [નિર્નરા] તે કર્મોની નિર્જરા થઈ જાય છે અર્થાત ઉદયમાં આવ્યા પછી કર્મ આત્માથી જુદાં થઈ જાય છે.
ટીકા ૧. આઠ કર્મો ઉદય થયા પછી નિર્જરી જાય છે; તેમાં કર્મની નિર્જરાના બે ભેદ છે-સવિપાક નિર્જરા અને અવિપાક નિર્જરા. (૧) સવિપાક નિર્જરા- આત્મા સાથે એક ક્ષેત્રે રહેલાં કર્મ પોતાની સ્થિતિ
પૂરી થતાં જાદાં થઈ ગયાં તે સવિપાક નિર્જરા છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com