________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અ. ૬ સૂત્ર ૬-૭ ]
[ ૪૦૩ તે અપ્રત્યાખ્યાન ક્રિયા છે. (પ્રત્યાખ્યાનનો અર્થ ત્યાગ છે, વિષયો પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવાને બદલે તેમાં આસક્તિ કરવી તે અપ્રત્યાખ્યાન છે.)
નોંધ- નં. ૧૦ ની ક્રિયા નીચે જે નોંધ છે તે નં. ૧૧ થી ૨૫ સુધીની ક્રિયાને પણ લાગુ પડે છે.
નં. ૬ થી ૨૫ સુધીની ક્રિયાઓમાં આત્માનો અશુભભાવ છે; અશુભભાવરૂપ કષાય યોગ તે ભાવ-આસ્રવ છે, પરંતુ જડ મન, વચન કે શરીરની ક્રિયા તે કાંઈ ભાવ આમ્રવનું કારણ નથી. ભાવાગ્નવનું નિમિત્ત પામીને જડ રજકણરૂપ કર્મો જીવ સાથે એકક્ષેત્રાવગાહરૂપે આવે છે. ઇન્દ્રિય, કષાય તથા અવ્રત કારણ છે અને ક્રિયા તેનું કાર્ય છે. પા.
આસવમાં વિશેષતા (-હીનાધિકતા) નું કારણ ताव्रमन्दज्ञाताज्ञातभावाधिकरणवीर्यविशेषेभ्यस्तद्विशेषः।।६।।
અર્થ:- [તીવ્ર મન્દ્ર જ્ઞાત જ્ઞાતાવ ] તીવ્રભાવ, મંદભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, [ fધવરાછીયવિશેષમ્ય: ] અધિકરણ વિશેષ અને વીર્ય વિશેષથી [તત્વ વિશેષ:] આસવમાં વિશેષતા-હીનાધિકતા થાય છે.
ટીકા તીવ્રભાવ-અત્યંત વધેલા ક્રોધાદિ દ્વારા જે તીવ્રરૂપ ભાવ થાય છે તે તીવ્રભાવ છે. મદભાવ- કષાયોની મંદતાથી જે ભાવ થાય છે તે મંદભાવ છે. જ્ઞાતભાવ-જાણીને ઈરાદાપૂર્વક કરવામાં આવતી પ્રવૃત્તિ તે જ્ઞાતભાવ છે. અજ્ઞાતભાવ-જાણ્યા વિના અસાવધાનતાથી પ્રવર્તવું તે અજ્ઞાતભાવ છે. અધિકરણ-જે દ્રવ્યનો આશ્રય લેવામાં આવે તે અધિકરણ છે. વીર્ય- દ્રવ્યની શક્તિ વિશેષ તે વીર્ય-બળ છે. / ૬ાા
અધિકરણના ભેદ
अधिकरणं जीवाऽजीवाः।।७।। અર્થ - [ગથિર" ] અધિકરણ [ નીવISનીવા: ] જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય એમ બે ભેદરૂપ છે; તેનો સ્પષ્ટ અર્થ એ છે કે આત્મામાં જે કર્માસ્રવ થાય છે તેમાં બે પ્રકારનાં નિમિત્તો છે. એક જીવનિમિત્ત અને બીજું અજીવનિમિત્ત.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com