________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૬ સૂત્ર ૨-૩ ]
| [ ૩૯૫ ૭. આ બન્ને પ્રકારના યોગોમાંથી જે પદે જે યોગ હોય તે જીવનો વિકારી પર્યાય છે, તેનું નિમિત્ત પામીને નવાં દ્રવ્યકર્મો આત્મપ્રદેશે આવે છે, તેથી તે યોગ દ્રવ્યાસ્વનું નિમિત્તકારણ કહેવાય છે.
૮. પ્રશ્ન- પહેલાં યોગ ટળે છે કે મિથ્યાત્વાદિ ટળે છે?
ઉત્તર- સૌથી પહેલાં મિથ્યાત્વભાવ ટળે છે. યોગ તો ચૌદમા અયોગકેવળી ગુણસ્થાને ટળે છે. તેમાં ગુણસ્થાને જ્ઞાન વીર્યાદિ સંપૂર્ણ પ્રગટે છે તોપણ યોગ હોય છે; માટે પ્રથમ મિથ્યાત્વ ટાળવું જોઈએ. અને મિથ્યાત્વ ટળતાં તે પૂરતો યોગ સહજ ટળે છે.
૯. સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય નહિ હોવાથી તેને તે પ્રકારના ભાવ-આસવો થતા જ નથી. સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ ટળી જવાથી અનંતાનુબંધી કષાયનો તેમ જ અનંતાનુબંધી કષાયની સાથે સંબંધ રાખતા અવિરતિ અને યોગભાવનો અભાવ થઈ જાય છે (જાઓ, શ્રી સમયસાર પા. રર૫). વળી મિથ્યાત્વ ટળી જવાથી તેની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી અને અન્ય પ્રવૃતિઓ સામાન્યસંસારનું કારણ નથી. મૂળથી કપાયેલા વૃક્ષનાં લીલાં પાંદડાં જેવી તે પ્રકૃતિઓ શીધ્ર સુકાવા યોગ્ય છે. સંસારનું મૂળ અર્થાત્ સંસારનું કારણ મિથ્યાત્વ જ છે. (શ્રી સમયસાર પા. ર૧૭-૨૧૮). ૨ાા
યોગના નિમિત્તથી આસવના ભેદ
शुभः पुण्यस्याशुभः पापस्य।।३।। અર્થ- [ ગુમ: ] શુભયોગ [ પુખ્ય] પુણ્યકર્મના આસ્રવમાં કારણ છે અને [અશુમ:] અશુભયોગ [પાપરચ] પાપકર્મના આસવમાં કારણ છે.
ટીકા
૧. યોગમાં શુભ કે અશુભ એવા ભેદ નથી, પણ આચરણરૂપ ઉપયોગમાં શુભોપયોગ અને અશુભોપયોગ એવા ભેદ હોય છે; તેથી શુભોપયોગ સાથેના યોગને ઉપચારથી શુભયોગ કહેવાય છે અને અશુભોપયોગ સાથેના યોગને ઉપચારથી અશુભયોગ કહેવાય છે.
૨. પુણ્ય આસવ અને પા૫ આસ્રવ સંબંધમાં થતી વિપરીતતા પ્રશ્ન:- આગ્નવસંબંધી મિથ્યાદષ્ટિ જીવની શું વિપરીતતા છે? ઉત્તર:- આસ્રવતત્ત્વમાં જે હિંસાદિક પાપાસવ છે તેને તો જીવ હેય જાણે છે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com