________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
અ. ૫ સૂત્ર ૨૫ ]
[ ૩૩૭
૬. સ્થૂળથૂળ-પૃથ્વી, પર્વત, કાષ્ઠ વગેરે સ્થૂળસ્થૂળ છે; તેઓ છૂટા કરવાથી છૂટાં પડે છે પણ મળી શકતાં નથી.
૫૨માણુ ઇન્દ્રિયગ્રાહ્ય નથી તોપણ ઇન્દ્રિયગ્રાહ્ય થવાની તેમાં લાયકાત છે. સૂક્ષ્મ સ્કંધનું પણ તેમ જ સમજવું.
(૪) શબ્દને આકાશનો ગુણ માનવો તે ભૂલ છે, કારણ કે આકાશ અમૂર્તિક છે અને શબ્દ મૂર્તિક છે; માટે શબ્દ આકાશનો ગુણ હોઈ શકે નહિ. શબ્દનું મૂર્તિકપણું સાક્ષાત છે કેમ કે શબ્દ કર્શેન્દ્રિયથી ગ્રહણ થાય છે, હસ્તાદિથી તથા ભીંત આદિથી રોકાય છે અને પવનાદિક મૂર્તિક વસ્તુથી તેનો તિરસ્કાર થાય છે, દૂર જાય છે. શબ્દ પુદ્ગલદ્રવ્યનો પર્યાય છે તેથી મૂર્તિક છે. એ પ્રમાણસિદ્ધ છે. પુદ્ગલસ્કંધનું પરસ્પર ભીડન થવાથી શબ્દપર્યાય પ્રગટ થાય છે. ।। ૨૪।।
પુદ્ગલના ભેદો
ગળવ: ન્યાથી ૨૬થી
અર્થ:- પુદ્ગલદ્રવ્ય [ અળવ: સ્નગ્ધા: 7] અણુ અને સ્કંધ એ બે પ્રકારે છે.
ટીકા
(૧) અણુ-જેનો બીજો વિભાગ ન થઈ શકે એવા પગલને અણુ કહે છે. પુદ્ગલ મૂળ (Simple) દ્રવ્ય છે.
સ્કંધ-બે, ત્રણથી માંડીને સંખ્યાત, અસંખ્યાત કે અનંત પરમાણુઓના પિંડને સ્કંધ કહે છે.
(૨) સ્કંધ તે પુદ્ગલદ્રવ્યની વિશેષતા છે. તેમાં સ્પર્શ ગુણ હોવાના કારણે તેઓ સ્કંધરૂપે પરિણમે છે. સ્કંધરૂપ ક્યારે થાય છે તે અધ્યાયના સૂત્ર ૨૬-૩૩-૩૬૩૭માં કહ્યું છે અને ક્યારે સ્કંધરૂપ નથી થતા તે સૂત્ર ૩૪-૩૫ માં કહ્યું છે.
(૩) આવી વિશેષતા બીજાં કોઈ દ્રવ્યમાં નથી કેમ કે બીજાં દ્રવ્યો અમૂર્તિક છે. આ સૂત્ર મિલાપ બાબતમાં દ્રવ્યોનું અનેકાંતપણું બતાવે છે.
(૪) ૫૨માણુ પોતે જ મધ્ય અને પોતે જ અંત છે કેમ કે તે એકપ્રદેશી અને અવિભાગી છે. ।। ૨૫૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com