________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૩૩૬ ]
[ મોક્ષશાસ્ત્ર પરિમંડલરૂપ એ ઇથંલક્ષણ સંસ્થાન છે; વાદળાં વગેરે જેની કોઈ ખાસ આકૃતિ નથી, તે અનિત્યંલક્ષણ સંસ્થાન છે.
ભેદ-છ પ્રકારે છે; (૧) ઉત્કર, (૨) ચૂર્ણ, (૩) ખંડ, (૪) ચૂર્ણિકા, ( ૫ ) પ્રતર, (૬) અનુચટન. કરવતાદિ વડે કાષ્ઠાદિનું વિદારણ તે ઉત્કર છે. જવ, ઘઉં, બાજરાનો લોટ, ક્શક આદિ તે ચૂર્ણ છે. ઘડા વગેરેના કટકા તે ખંડ છે. અડદ, મગ, ચણા, ચોળા આદિની દાળ તે ચૂર્ણિકા છે. અબરખ વગેરેના પડ ઊખડે તે પ્રતર છે. તપાયમાન લોઢાને ઘણ વગેરેથી ઘાત કરતાં જે તણખા (ફુલીંગ) ઊડે તે અનુચટન છે.
અંધકાર-પ્રકાશનો વિરોધી તે અંધકાર (−તમ ) છે.
છાયા-પ્રકાશ-અજવાળાને ઢાંકનાર તે છાયા છે. તે બે પ્રકારે છેઃ- (૧) તદ્દવર્ણ પરિણિત, (૨) પ્રતિબિંબસ્વરૂપ. રંગીન કાચમાંથી જોતાં જેવો કાચનો રંગ હોય તેવું દેખાય તે તર્ણ પરિણતિ તથા દર્પણ, ફોટા આદિમાં પ્રતિબિંબ દેખાય તે પ્રતિબિંબ સ્વરૂપ છે.
આતપ-સૂર્યવિમાનના કારણે ઉત્તમ પ્રકાશ થાય તે આતપ છે.
ઉદ્યોત-ચંદ્રમા, ચંદ્રકાન્તમણિ, દીવા આદિનો પ્રકાશ તે ઉદ્યોત છે.
‘=’-સૂત્રમાં ‘=’ શબ્દ કહ્યો તે વડે પ્રેરણા, અભિઘાત (મારવું) આદિ જે પુદ્દગલ વિકારો છે તેનો સમાવેશ કર્યો છે.
ઉપરના ભેદોમાં ‘સૂક્ષ્મ ’ તથા ‘સંસ્થાન ’ એ બે પ્રકારો પરમાણુ અને સ્કંધ બન્નેમાં આવે છે, બીજા બધાં સ્કંધના પ્રકારો છે.
(૩) બીજી રીતે પુદ્ગલના છ પ્રકાર છે-૧. સૂક્ષ્મ-સૂક્ષ્મ, ૨. સૂક્ષ્મ, ૩. સૂક્ષ્મસ્થૂળ, ૪. સ્થૂળસૂક્ષ્મ, પ. સ્થૂળ, ૬. સ્થૂળસ્થળ.
૧. સૂક્ષ્મસૂક્ષ્મ-૫૨માણુ સૂક્ષ્મસૂક્ષ્મ છે.
૨. સૂક્ષ્મ- કાર્માણવર્ગણા સૂક્ષ્મ છે.
૩. સૂક્ષ્મસ્થળ- સ્પર્શ, રસ, ગંધ અને શબ્દ તે સૂક્ષ્મસ્થૂળ કેમ કે આંખથી દેખાતાં નથી માટે સૂક્ષ્મ છે અને ચાર ઇન્દ્રિયોથી જણાય છે માટે સ્થૂળ છે.
૪. સ્થૂળસૂક્ષ્મ- છાયા, પડછાયો વગેરે સ્થૂળસૂક્ષ્મ છે. કેમ કે આંખથી દેખાય છે માટે સ્થૂળ છે, હાથથી પકડાતાં નથી માટે સૂક્ષ્મ છે.
૫. સ્થૂળ- જળ, તેલ આદિ સ્થૂળ છે કેમકે છેદન, ભેદન કરવાથી છૂટાં પડે છે અને ભેગાં કરવાથી મળી જાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com