________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અ. ૫ સૂત્ર ૧૨ ]
[ ૩ર૩ પ્રશ્ન- દ્રવ્યપરમાણુનો આ અર્થ અહીં કેમ લાગુ નથી?
ઉત્તર:- આ સૂત્રમાં જે પરમાણુ લીધો છે તે પુદ્ગલપરમાણુ છે તેથી દ્રવ્યપરમાણુનો ઉપરનો અર્થ અહીં લાગુ પડતો નથી. / ૧૧
સમસ્ત દ્રવ્યોને રહેવાનું સ્થાન
નોવાશેવ*II: ૨૨ાા અર્થ - [વITE:] ઉપર કહેલાં સમસ્ત દ્રવ્યોનો અવગાહુ (સ્થાન) [નોછાવાશે] લોકાકાશમાં છે.
(૧) આકાશના જેટલા ભાગમાં જીવ વગેરે છએ દ્રવ્યો છે તે ભાગને લોકાકાશ કહે છે. બાકીના આકાશને અલોકાકાશ કહે છે.
(૨) આકાશ એક અખંડ દ્રવ્ય છે. તેમાં કંઈ ભાગલા પડતા નથી, પણ પદ્રવ્યના અવગાહની અપેક્ષાએ આ ભેદ પડ છે; એટલે કે નિશ્ચયે આકાશ એક અખંડ દ્રવ્ય છે, વ્યવહાર-પરદ્રવ્યના નિમિત્તની અપેક્ષાએ તેના બે ભાગ જ્ઞાનમાં પડે છે. (લોકાકાશ, અલોકાકાશ).
(૩) દરેક દ્રવ્ય ખરેખર પોતપોતાના ક્ષેત્રમાં રહે છે; લોકાકાશમાં રહે છે તે પદ્રવ્યઅપેક્ષાએ નિમિત્તનું કથન છે; તેમાં પરક્ષેત્રની અપેક્ષા આવે છે તેથી તે વ્યવહાર છે. આકાશ પહેલું થયું, તથા બીજાં દ્રવ્યો તેમાં પછી ઉત્પન્ન થયાં એમ નથી, કેમ કે બધાં દ્રવ્યો અનાદિ-અનંત છે.
(૪) આકાશ પોતે પોતાને અવગાહે છે, તે પોતાને નિશ્ચયઅવગાહરૂપ છે. આકાશથી બીજું દ્રવ્ય મોટું છે નહિ અને હોઈ પણ ન શકે. તેથી તેમાં વ્યવહારઅવગાહની કલ્પના આવી શકે નહિ.
(૫) બધાં દ્રવ્યોને અનાદિ પરિણામિક યુગપદતા છે, પહેલા-પછીનો ભેદ નથી. જેમ યુતસિદ્ધને વ્યવહારથી આધાર-આધેયપણું હોય છે તેમ અયુતસિદ્ધને પણ વ્યવહારથી આધાર-આધેયપણું હોય છે.
યુતસિદ્ધ પાછળથી જોડાયેલાં અયુતસિદ્ધ=મૂળથી ભેગાં. દષ્ટાંત-૧. કુંડામાં બોર એ પાછળથી જોડાયેલાનું દષ્ટાંત છે. ૨. થાંભલામાં સાર તે મૂળથી ભંગાનું દષ્ટાંત છે.
(૬) એવંભૂતનયની અપેક્ષાએ અર્થાત્ જે સ્વરૂપે પદાર્થ છે તે સ્વરૂપ વડે નિશ્ચય કરનારા નયની અપેક્ષાએ બધાં દ્રવ્યને પોતપોતાનો આધાર છે. દષ્ટાંતઃ- કોઈને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com