________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૨ ]
[ મોક્ષશાસ્ત્ર ૨૦. અતિકાય બે પ્રકારે છે-અખંડ અસ્તિકાય (આકાશ, ધર્મ, અધર્મ તથા જીવ), અને ઉપચરિત અસ્તિકાય (સંયોગી પુગલસ્કંધો, પુદ્ગલમાં સમૂહુરૂપ થવાની શક્તિ).
૨૧. દરેક દ્રવ્યનું ગુણ તથા પર્યાયમાં અસ્તિપણે બે પ્રકારે છે–પોતાથી અસ્તિપણું, અને પરથી નાસ્તિપણાનું અસ્તિપણું.
૨૨. દરેક દ્રવ્યમાં અસ્તિપણે બે પ્રકારે છે-ધ્રુવ અને ઉત્પાદ-વ્યય. ૨૩. દ્રવ્યોમાં શક્તિ ભાવવતી તથા ક્રિયાવતી એમ બે પ્રકારે છે.
૨૪. દ્રવ્યોમાં વિભાવ સંબંધી બે પ્રકાર છે-વિભાગ સહિત (જીવ, પુદગલ; તેમને અશુદ્ધ દશામાં વિભાવ હોય છે), અને વિભાવ રહિત (બીજાં દ્રવ્યો ત્રિકાળ વિભાવરહિત છે).
૨૫. દ્રવ્યોમાં વિભાવ બે પ્રકારે છે-(૧) જીવને વિજાતીય પુદ્ગલ સાથે, (૨) પુદ્ગલને સજાતીય એકબીજા સાથે તથા સજાતીય પુદ્ગલ અને વિજાતીય જીવ, બન્ને સાથે.
નોંધ- સ્યાદ્વાદ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારું, અહંત સર્વજ્ઞનું એક અખ્ખલિત શાસન છે. તે બધું અનેકાંતાત્મક છે' એમ ઉપદેશે છે. તે વસ્તુના
સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરાવે છે. તે સંશયવાદ નથી. કેટલાક કહે છે કે સ્યાદ્વાદ વસ્તુને નિત્ય અને અનિત્ય વગેરે બે પ્રકારે બન્ને પક્ષથી કહે છે, માટે સંશયનું કારણ છે; પણ તે ખોટું છે. અનેકાંતમાં તો બન્ને પક્ષ નિશ્ચિત છે તેથી તે સંશયનું કારણ નથી. (૩) દ્રવ્યપરમાણુ તથા ભાવ૫રમાણુનો બીજો અર્થ-જે અહીં લાગુ નથી.
પ્રશ્ન:- “ચારિત્રસાર' વગેરે શાસ્ત્રોમાં કહ્યું છે કે જે દ્રવ્યપરમાણુ અને ભાવપરમાણુનું ધ્યાન કરે તેને કેવળજ્ઞાન થાય. તેનો શું અર્થ છે?
ઉત્તર- ત્યાં દ્રવ્યપરમાણુથી આત્મદ્રવ્યની સૂક્ષ્મતા અને ભાવપરમાણુથી ભાવની સૂક્ષ્મતા કહી છે. ત્યાં પુદ્ગલપરમાણુનું કથન નથી. રાગાદિ વિકલ્પની ઉપાધિરહિત આત્મદ્રવ્યને સૂક્ષ્મ કહેવામાં આવે છે, કારણ કે નિર્વિકલ્પ સમાધિનો વિષય આત્મદ્રવ્ય, મન અને ઇન્દ્રિયોથી અગોચર છે. ભાવ શબ્દનો અર્થ સ્વસંવેદના પરિણામ થાય છે. પરમાણુ શબ્દથી ભાવની સૂક્ષ્મ અવસ્થા સમજવી, કેમ કે વીતરાગ, નિર્વિકલ્પ, સમરસીભાવ પાંચ ઇન્દ્રિયો અને મનનાં વિષયથી અતીત છે.
(જાઓ, પરમાત્મ-પ્રકાશક અધ્યાય ૨ ગાથા ૩૩ ની ટીકા, પાનું ૧૬૮–૧૬૯) આ અર્થો અહીં લાગુ પડતા નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com