________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧ર ]
[ મોક્ષશાસ્ત્ર અને બીજા પાંચ અજીવ (–પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ તથા કાળ) દ્રવ્યોનું સ્વરૂપ જે આ શાસ્ત્રમાં તેમજ બીજાં જૈનશાસ્ત્રોમાં આપ્યું છે તે અદ્વિતીય છે, તેનાથી વિરુદ્ધ માન્યતા જગતના કોઈ પણ જીવોની હોય તો તે અસત્ય છે. માટે જિજ્ઞાસુઓએ સાચું સમજીને સત્યસ્વરૂપ ગ્રહણ કરવું અને અસત્ય માન્યતા તથા અજ્ઞાન છોડવાં.
ધર્મના નામે જગતમાં જૈન સિવાયની બીજી પણ અનેક માન્યતાઓ ચાલે છે, પણ તેમનામાં વસ્તુસ્વરૂપનું યથાર્થ કથન મળી આવતું નથી; જીવ, અજીવ વગેરે તત્ત્વોનું સ્વરૂપ તેઓ અન્યથા કહે છે; આકાશ અને કાળનું જ સ્વરૂપ તેઓ કહે છે તે સ્થૂળ અને અન્યથા છે; અને ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાયના સ્વરૂપથી તો તેઓ તદ્દન અજ્ઞાત છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, વસ્તુના સાચા સ્વરૂપથી વિરુદ્ધ ચાલતી તે બધી માન્યતાઓ અસત્ય છે, તત્ત્વથી વિરુદ્ધ છે.
અજીવતત્વનું વર્ણન अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः।।१।। અર્થ- [ ધર્માધાપુરીના:] ધર્મ(દ્રવ્ય), અધર્મ (દ્રવ્ય), આકાશ અને પુદ્ગલ એ ચાર [ નીવ] અજીવ તથા [ વાયા:] બહુપ્રદેશ છે.
ટીકા
(૧) સમ્યગ્દર્શનની વ્યાખ્યા કરતાં તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યકત્વ છે એમ પહેલા અધ્યાયના બીજા સૂત્રમાં કહ્યું છે; પછી ત્રીજા સૂત્રમાં તત્ત્વોનાં નામ જણાવ્યાં છે, તેમાંથી જીવનો અધિકાર પૂરા થતાં અજીવતત્ત્વ કહેવું જોઈએ, તેથી આ અધ્યાયમાં મુખ્યપણે અજીવનું સ્વરૂપ કહ્યું છે.
(૨) જીવ અનાદિથી પોતાનું સ્વરૂપ જાણતો નથી અને તેથી સાત તત્ત્વો સંબંધી તેને અજ્ઞાન વર્તે છે. શરીર જે પુદગલપિંડ છે તેને તે પોતાનું ગણે છે; તેથી અહીં તે પુદ્ગલતત્ત્વ જીવથી તદ્દન ભિન્ન છે અને જીવ વગરનું છે, એટલે કે અજીવ છે એમ જણાવ્યું છે.
(૩) શરીર જન્મતાં હું જભ્યો અને શરીરનો વિયોગ થતાં મારો નાશ થયોએમ અનાદિથી જીવ માને છે, એ તેની “અજીવતત્ત્વ” સંબંધી મુખ્યપણે વિપરીત શ્રદ્ધા છે. આકાશના સ્વરૂપની પણ તેને ભ્રમણા છે અને પોતે તેનો માલિક છે એમ પણ જીવ માને છે, એ ઊંધી શ્રદ્ધા ટાળવા આ સૂત્રમાં “તે દ્રવ્યો અજીવ છે' એમ કહ્યું છે. ધર્મ અને અધર્મને પણ જાણતો નથી તેથી છતી વસ્તુનો નકાર છે તે દોષ પણ આ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com