________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
અ. ૪ ઉપસંહાર ]
[ ૩૦૫
૪. અનેકાન્ત વસ્તુને એક-અનેકસ્વરૂપ બતાવે છે. ‘ એક ' કહેતાં જ‘ અનેક ’ની અપેક્ષા આવી જાય છે. તું તારામાં એક છો અને તારામાં જ અનેક છો. તારા ગુણ-પર્યાયથી અનેક છો, વસ્તુથી એક છો.
૫. અનેકાન્ત વસ્તુને નિત્ય-અનિત્યસ્વરૂપ બતાવે છે. પોતે નિત્ય છે અને પોતે જ પર્યાયે અનિત્ય છે; તેમાં જે તરફની રુચિ તે તરફનો પલટો ( પરિણામ ) થાય. નિત્યવસ્તુની રુચિ કરે તો નિત્ય ટકનારી એવી વીતરાગતા થાય અને અનિત્ય એવા પર્યાયની રુચિ થાય તો ક્ષણિક એવા રાગ-દ્વેષ થાય.
૬. અનેકાંત દરેક વસ્તુની સ્વતંત્રતા જાહેર કરે છે. વસ્તુ પરથી નથી અને સ્વથી છે એમ કહ્યું તેમાં ‘સ્વ અપેક્ષાએ દરેક વસ્તુ પરિપૂર્ણ જ છે' એ આવી જાય છે. વસ્તુને ૫૨ની જરૂર નથી, પોતાથી જ પોતે સ્વાધીન-પરિપૂર્ણ છે.
૭. અનેકાન્ત એકેક વસ્તુમાં અસ્તિ-નાસ્તિ આદિ બે વિરુદ્ધ શક્તિઓ બતાવે છે. એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી બે વિરુદ્ધ શક્તિઓ થઈને જ તત્ત્વની પૂર્ણતા છે, એવી બે વિરુદ્ધ શક્તિઓનું હોવું તે વસ્તુનો સ્વભાવ છે.
૮. શાસ્ત્રોના અર્થ ક૨વાની પદ્ધતિ
વ્યવહારનય સ્વદ્રવ્ય-પદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિકને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો. વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.
પ્રશ્ન:- જો એમ છે તો જિનમાર્ગ માં બન્ને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે, તેનું શું કારણ ?
ઉત્ત૨:- જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને તો ‘સત્યાર્થ એમ જ છે' એમ જાણવું, તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને “ એમ નથી પણ નિમિત્તાદિની, અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ જાણવું; અને એ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે. પણ બન્ને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી “ આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે” એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બન્ને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.
પ્રશ્ન:- જો વ્યવહારનય અસત્યાર્થ છે તો જિનમાર્ગમાં તેનો ઉપદેશ શા માટે આપ્યો ? એક નિશ્ચયનયનું જ નિરૂપણ કરવું હતું ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com