________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૬૮ ]
[ મોક્ષશાસ્ત્ર
(૮) બીજા દ્વીપો તથા સમુદ્રો
પુષ્કરદ્વીપથી આગળ પરસ્પર એકબીજાથી વિંટાયેલા બમણાબમણા વિસ્તારવાળા મધ્યલોકના છેડા સુધી દ્વીપો તથા સમુદ્રો છે.
(૯) કર્મભૂમિ અને ભોગભૂમિની વ્યાખ્યા
જ્યાં અસિ, મસિ, કૃષિ, સેવા, શિલ્પ અને વાણિજ્ય એ ષટ્કર્મોની પ્રવૃત્તિ હોય તે કર્મભૂમિ છે. જ્યાં તે પ્રવૃત્તિ ન હોય તેને ભોગભૂમિ કહેવાય છે.
(૧૦) પંદ૨ કર્મભૂમિઓ
પાંચ મેરુ સંબંધી પાંચ ભરત, પાંચ ઐરાવત અને (દેવકુરુ તથા ઉત્તરકુરુ સિવાયના) પાંચ વિદેહ –એમ કુલ પંદર કર્મભૂમિઓ છે.
( ૧૧ ) ભોગભૂમિઓ
પાંચ હૈમવત અને પાંચ હૈરણ્યવત એ દસ ક્ષેત્રો જઘન્ય ભોગભૂઓિ છે, પાંચ હિર અને પાંચ રમ્યક્ એ દસ ક્ષેત્રો મધ્યમ ભોગભૂમિઓ છે અને પાંચ દેવકુરુ તથા પાંચ ઉત્તરકુરુ એ દસ ક્ષેત્રો ઉત્કૃષ્ટ ભોગભૂમિઓ છે.
(૧૨ ) ભોગભૂમિ અને કર્મભૂમિ જેવી રચના
મનુષ્યક્ષેત્રની બહારના બધા દ્વીપોમાં જઘન્ય ભોગભૂમિ જેવી રચના છે, પરંતુ સ્વયંભૂરમણ દ્વીપના ઉત્તરાર્ધમાં તથા સમસ્ત સ્વયંભૂરમણ સમુદ્રમાં અને ચારે ખૂણાની પૃથ્વીઓમાં કર્મભૂમિ જેવી રચના છે. લવણસમુદ્ર અને કાલોદધિસમુદ્રમાં ૯૬ અંતર્રીપછે, ત્યાં કુભોગભૂમિની રચના છે અને મનુષ્યો જ રહે છે, તે મનુષ્યોની આકૃતિઓ અનેક પ્રકારની કુત્સિત છે.
સ્વયંભૂરમણ દ્વીપના ઉત્તરાર્ધને, સ્વયંભૂરમણ સમુદ્રને અને ચારે ખૂણાને કર્મભૂમિ જેવા કહેવાય છે; કારણ કે કર્મભૂમિમાં અને ત્યાં વિકલત્રય (બે ઇંદ્રિયથી ચતુરિંદ્રિય જીવો છે અને ભોગભૂમિમાં વિકલત્રય જીવો નથી. તિર્યલોકમાં પંચેન્દ્રિય તિર્યંચ રહે છે, પણ જળચર તિર્યંચો લવણસમુદ્ર, કાલોદધિસમુદ્ર અને સ્વયંભૂરમણસમુદ્ર સિવાય અન્ય સમુદ્રોમાં નથી. સ્વયંભૂરમણ સમુદ્રને ફરતા ખૂણા સિવાયના ભાગને તિર્યશ્લોક કહેવામાં આવે છે.
ઉપસંહાર
આ ક્ષેત્રો (લોક) કોઈએ બનાવ્યાં નથી પણ અનાદિ અનંત છે. સ્વર્ગ-નરક અને દ્વીપ-સમુદ્ર આદિ જે છે તે અનાદિથી એ જ પ્રમાણે છે, અને સદાકાળ એમ જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com