________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૨. સૂત્ર ૯ ]
[ ૧૯૧ આવે છે, તે ઉપચારનું કારણ એટલું જ સમજવું કે પદાર્થોની વિશેષ આકૃતિ નક્કી કરનાર જે ચૈતન્યપરિણામ છે તે જ્ઞાન કહેવાય છે, પણ તે પદાર્થના વિશેષ આકારતુલ્ય જ્ઞાન સ્વયં થઈ જાય છે એવો સાકારનો અર્થ નથી.
[ તત્ત્વાર્થસાર પાના ૫૪-૩૦૮] (૪) દર્શન અને શાન વચ્ચે ભેદ અંતર્મુખ ચિપ્રકાશને દર્શન અને બહિર્મુખ ચિપ્રકાશને જ્ઞાન કહેવામાં આવે છે. સામાન્ય-વિશેષાત્મક બાહ્ય પદાર્થને ગ્રહણ કરનારું જ્ઞાન છે અને સામાન્યવિશેષાત્મક આત્મસ્વરૂપને ગ્રહણ કરનારું દર્શન છે.
શંકા:- આ પ્રમાણે દર્શન અને જ્ઞાનનું સ્વરૂપ માનવાથી “વસ્તુનું જે સામાન્ય ગ્રહણ થાય છે તેને દર્શન કર્યું છે” એવા શાસ્ત્રના વચન સાથે વિરોધ આવશે?
સમાધાનઃ- બધા બાહ્ય પદાર્થો સાથે સાધારણપણું હોવાથી, તે વચનમાં જ્યાં સામાન્ય સંજ્ઞા આપવામાં આવી છે ત્યાં સામાન્ય પદથી આત્માને જ ગ્રહણ કરવો.
શંકા- એમ શા ઉપરથી જાણવું કે અહીં સામાન્ય પદથી આત્મા જ સમજવો?
સમાધાન - એ શંકા કરવી ઠીક નથી, કેમકે “પદાર્થના આકાર અર્થાત ભેદને કર્યા વિના” એ શાસ્ત્રવચનથી તેની પુષ્ટિ થઈ જાય છે; તે સ્પષ્ટ કહેવામાં આવે છે. –બાહ્ય પદાર્થોને આકારરૂપ પ્રતિકર્મ વ્યવસ્થાને નહિ કરતાં ( અર્થાત્ ભેદરૂપથી પ્રત્યેક પદાર્થને ગ્રહણ કર્યા વિના) જે સામાન્ય ગ્રહણ થાય છે તેને “દર્શન' કહે છે. વળી તે અર્થને દઢ કરવા માટે કહે છે કે “આ અમુક પદાર્થ છે, આ અમુક પદાર્થ છે' ઇત્યાદિરૂપે પદાર્થોની વિશેષતા કર્યા વિના જે ગ્રહણ થાય છે તેને દર્શન કહે છે.
શંકા- ઉપર કહ્યું તેવું દર્શનનું લક્ષણ માનશો તો “અનધ્યવસાય’ને દર્શન માનવું પડશે?
સમાધાન - નહિ, કેમકે દર્શન બાહ્ય પદાર્થોનો નિશ્ચય ન કરતાં છતાં પણ સ્વરૂપનો નિશ્ચય કરવાવાળું છે તેથી અનધ્યવસાયરૂપ નથી. વિષય અને વિષયીને યોગ્યદેશમાં હોવા પહેલાંની અવસ્થાને દર્શન કહે છે.
| [ શ્રી ધવલા, પુસ્તક પહેલું પા. ૧૪૫ થી ૧૪૮; ૩૮૦ થી ૩૮૩; તથા બૃહત્ દ્રવ્યસંગ્રહ હિન્દી–ટીકા પા. ૧૭૦ થી ૧૭૫. ગાથા-૪૪ નીચેની ટીકા.] ઉપર જે દર્શન અને જ્ઞાન વચ્ચે ભેદ સમજાવ્યો છે તે કંઈ અપેક્ષાએ છે?
આત્માના જ્ઞાન અને દર્શન એમ બે જુદા ગુણ લઈ, તે જ્ઞાન અને દર્શન ગુણનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com