________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૦ ]
[ મોક્ષશાસ્ત્ર (૩) સાકાર અને નિરાકાર જ્ઞાનને સાકાર અને દર્શનને નિરાકાર કહેવામાં આવે છે; ત્યાં “આકાર 'નો અર્થ “લંબાઈ-પહોળાઈ અને જાડાઈ ' એમ થતો નથી, પણ જે પ્રકારનો અર્થ હોય તે પ્રકાર જ્ઞાનમાં જણાય તેને આકાર કહેવામાં આવે છે. અમૂર્તિક આત્માનો ગુણ હોવાથી જ્ઞાન પોતે ખરી રીતે અમૂર્ત છે. જે પોતે તો અમૂર્ત હોય અને વળી દ્રવ્ય ન હોય, માત્ર ગુણ હોય તેને પોતાનો જુદો આકાર હોઈ શકે નહિ; પોતપોતાના આશ્રયભૂત દ્રવ્યનો જે આકાર હોય તે જ આકાર ગુણોનો હોય છે. જ્ઞાનગુણનો આધાર આત્મદ્રવ્ય છે તેથી આત્માનો જે આકાર તે જ જ્ઞાનનો આકાર છે, આત્મા ગમે તેવા આકારના પદાર્થને જાણે તોપણ આત્માનો આકાર તો (સમુદ્દઘાત સિવાયના પ્રસંગે) બહારના શરીરાકારે રહે છે, તેથી વાસ્તવિક રીતે ય પદાર્થના આકારે જ્ઞાન થતું નથી પણ આત્માના આકારે જ્ઞાન રહે છે; પણ શેય પદાર્થ જેવો છે તેવો જ્ઞાન જાણી લે છે તેથી જ્ઞાનને સાકાર કહેવાય છે (તત્ત્વાર્થસાર પા. ૩૦૮૩૭૯) દર્શન એક પદાર્થથી બીજાને જુદો પાડતું નથી તેથી તેને નિરાકાર કહેવાય છે. પંચાધ્યાયી ભાગ બીજો ગાથા-૩૯૧ માં આકારનો અર્થ નીચે પ્રમાણે કહ્યો છે
आकारोर्थविकल्पः स्वादर्थः स्वपरगोचरः।
सोपयोगो विकल्पो वा ज्ञानस्यैतद्धि लक्षणम्।। અર્થ- અર્થ વિકલ્પને આકાર કહે છે, સ્વ-પર પદાર્થને અર્થ કહેવામાં આવે છે, ઉપયોગાવસ્થાને વિકલ્પ કહે છે અને તે જ્ઞાનનું લક્ષણ છે.
ભાવાર્થ:- આત્મા અથવા બીજા પદાર્થોનું ઉપયોગાત્મક ભેદવિજ્ઞાન થવું તેને જ આકાર કહે છે. પદાર્થોના ભેદભેદને માટે થયેલા નિશ્ચયાત્મક બોધને જ આકાર કહે છે. અર્થાત્ પદાર્થોનું જાણવું તે જ આકાર કહેવાય છે અને તે જ્ઞાનનું સ્વરૂપ છે.
વિકલ્પ:- અર્થ = સ્વ અને પર વિષય; વિકલ્પ = વ્યવસાય; અર્થવિકલ્પ = સ્વ-પર વ્યવસાયાત્મક જ્ઞાન, એ જ્ઞાનને પ્રમાણ કહેવાય છે.
[ ૫. દેવકીનંદનકૃત પંચાધ્યાયી. ભાગ પહેલો, ગાથા-૬૬૬ની ફૂટનોટ]
આકાર સંબંધી વિશેષ ખુલાસો જ્ઞાન અમૂર્તિક આત્માનો ગુણ છે, તેમાં શેય પદાર્થનો આકાર ઊતરતો નથી. માત્ર વિશેષ પદાર્થ તેમાં ભાસવા લાગે છે–તેને આકૃતિ માનવી એ મતલબ છે. સારાંશ - જ્ઞાનમાં પરપદાર્થની આકૃતિ વાસ્તવિક રીતે માની શકાય નહિ, પરંતુ જ્ઞાનશેય સંબંધના કારણે શયનો આકૃતિધર્મ ઉપચાર નથી જ્ઞાનમાં કલ્પિત કરવામાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com