________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૬૮ ]
[ મોક્ષશાસ્ત્ર ક્ષણે ક્ષણે પરિણમન-પરિવર્તન થાય છે. જે કાલે ભવિષ્યકાળ હતો તે આજે વર્તમાન બનીને આગળ અતીતનું રૂપ ધારણ કરે છે. આ રીતે પરિવર્તનનું ચક્ર સદા ચાલવાને કારણે શૈયના પરિણમન અનુસાર જ્ઞાનમાં પણ પરિણમન થાય છે. જગતના જેટલા પદાર્થો છે, તેટલી જ કેવળજ્ઞાનની શક્તિ કે મર્યાદા નથી. કેવળજ્ઞાન અનંત છે. જો લોક અનંતગુણો પણ હોત, તો ય કેવળજ્ઞાનસમુદ્રમાં તે બિંદુની જેમ સમાઈ જાત... અનંત કેવળજ્ઞાન દ્વારા અનંત જીવ તથા અનંત આકાશાદિનું ગ્રહણ થવા છતાં પણ તે પદાર્થો સાન્ત થતાં નથી. અનંતજ્ઞાન અનંત પદાર્થ અથવા પદાર્થોને અનંતરૂપે બતાવે છે, તે કારણે જ્ઞેય અને જ્ઞાનની અનંતતા અબાધિત રહે છે.
[મહાબંધ પ્રથમ ભાગ પૃ. ૨૭ તથા ધવલા પુસ્તક ૧૩ પૃ. ૩૪૬ થી ૩૫૩ ] ઉપરોક્ત આધારોથી નીચે પ્રમાણેના મંતવ્ય મિથ્યા સિદ્ધ થાય છેઃ
(૧) કેવળી ભગવાન ભૂત અને વર્તમાન કાળવર્તી પર્યાયોને જ જાણે છે અને ભવિષ્યની પર્યાયોને તે થાય ત્યારે જાણે છે.
(૨) સર્વજ્ઞ ભગવાન અપેક્ષિત ધર્મોને જાણતા નથી.
(૩) કેવળી ભગવાન ભૂત ભવિષ્યની પર્યાયોને સામાન્ય રૂપે જાણે છે પણ વિશેષરૂપે જાણતા નથી.
(૪) કેવળી ભગવાન ભવિષ્યની પર્યાયોને સમગ્રરૂપે (સમૂહરૂપે) જાણે છે, ભિન્ન ભિન્નરૂપે જાણતા નથી.
(૫) જ્ઞાન ફક્ત જ્ઞાનને જ જાણે છે.
(૬) સર્વજ્ઞના જ્ઞાનમાં પદાર્થો ઝળકે છે, પરંતુ ભૂતકાળ તથા ભવિષ્યકાળની પર્યાયો સ્પષ્ટરૂપે ઝળકતી નથી. -ઇત્યાદિ મંતવ્યો સર્વજ્ઞને અલ્પજ્ઞ માનવા બરાબર છે. કેવળજ્ઞાન (-સર્વજ્ઞનું જ્ઞાન ) દ્રવ્ય-પર્યાયોનાં શુદ્ધત્વ-અશુદ્ધત્વ આદિ અપેક્ષિત ધર્મોને પણ જાણે છે.
(૧૧) શ્રી સમયસારજીમાં અમૃતચંદ્રાચાર્યકૃત કળશ નં. ૨ માં કેવળજ્ઞાનમય સરસ્વતીનું સ્વરૂપ આવી રીતે કહ્યું છે, ‘ તે મૂર્તિ એવી છે કે જેમાં અનંત ધર્મ છે એવા અને પ્રત્યક્-૫૨દ્રવ્યોથી, ૫દ્રવ્યોના ગુણ-પર્યાયોથી ભિન્ન તથા પરદ્રવ્યના નિમિત્તથી થયેલ પોતાના વિકારોથી કથંચિત ભિન્ન એકાકાર એવો જે આત્મા તેના તત્ત્વને અર્થાત્ અસાધારણ સજાતીય વિજાતીય દ્રવ્યોથી વિલક્ષણ નિજસ્વરૂપને પશ્યતી- દેખે છે.’
ભાવાર્થ:- x x x... તેમાં અનંત ધર્મ ક્યા ક્યા છે? તેનો ઉત્તર કહે છે-જે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com